કમ્પ્યુટરમાં ફાઇલ ડિલીટ કેવી રીતે કરાય?

Share this post

આજના કમ્પ્યુટરમાં આપણને સ્ટોરેજ ખૂબ વધારે મળે છે અને એમાં ઘણી બધી પ્રકારની ફાઈલો મૂકી શકીએ છે પણ જો કમ્પ્યુટરમાં આપણે વધારે નકામી ફાઈલો ભેગી કરીએ તો તે આપણાં કમ્પ્યુટરને લાંબા ગાળે નુકસાન કરે છે, એટલે આજે હું તમને શીખવાડીશ કે તમે કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ ડિલીટ કેવી રીતે કરી શકો? જેમ કે વિડિયો, મ્યુજિક, ડોકયુમેંટ ફાઇલ વગેરે.

કમ્પ્યુટરમાં ફાઇલ ડિલીટ કેવી રીતે કરાય?- જાણો કમ્પ્યુટરમાં વસ્તુઓ ડિલીટ કરવાની રીત

કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ ડિલીટ કેવી રીતે કરવી?

કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ 2 રીતથી ડિલીટ થાય છે. પહેલી રીતમાં તમે તમારી ફાઇલને ડિલીટ કરીને Recycle Binમાં મોકલી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તેને Restore (Restore) કરી શકો છો. બીજી રીતમાં તમે ફાઇલને હંમેશા માટે ડિલીટ કરી શકો છો અને એ ફાઇલ Recycle Binમાં સ્ટોર નહીં થાય બસ ડિલીટ થઈ જશે એટલે તે ફાઈલે Permanent ડિલીટ થઈ જશે.

ચાલો સૌથી પહેલા આપણે પહેલી રીતને સ્ટેપ પ્રમાણે જાણીશું અને ત્યાર બાદ બીજી રીત વિશે જાણીશું.

કમ્પ્યુટરમાં ફાઇલને ડિલીટ કરવાની રીત

  1. કોઈ ફાઇલને સિલેક્ટ કરો.
  2. તેની ઉપર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરો.
  3. હવે Delete બટન દબાવો.
  4. હવે Yes બટન દબાવો એટલે ડિલીટ થઈ જશે.

હવે આ ડિલીટ કરેલી ફાઇલ તમારા કમ્પ્યુટરના Recycle Binમાં સ્ટોર થઈ જશે અને જ્યારે તમને જરૂર હોય તો તમે તે ડિલીટ કરેલી ફાઇલને Recycle binમાથી Restore કરી શકો છો.

હવે જાણીએ કે કોઈ પણ ફાઇલને હંમેશા માટે કેવી રીતે ડિલીટ કરી શકાય.

ફાઇલને હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરી શકાય?

  1. કોઈ ફાઇલને 1 ક્લિક કરીને સિલેક્ટ કરો.
  2. હવે કીબોર્ડમાં Shift+Delete બટન દબાવો.
  3. હવે Yes કરો.
  4. હવે તે ફાઇલ હંમેશા માટે ડિલીટ થઈ જશે.

આ બંને રીત દ્વારા તમે  કમ્પ્યુટરમાં કોઈ ફાઇલને હંમેશા માટે અથવા Recycle Bin માં ડિલીટ કરી શકો છો. અમુક સોફ્ટવેર દ્વારા હંમેશા ડિલીટ કરેલી ફાઈલો પણ પાછી લાવી શકાય છે પણ સામાન્ય રીત દ્વારા હંમેશા ડિલીટ કરેલી ફાઈલોને ફરી લાવવી મુશ્કેલ છે.

આશા છે કે તમને કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ ડિલીટ કરવાની રીત આવડી ગઈ હશે અને તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીએ.

Share this post