કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન શું હોય છે? – What is Recycle Bin in Gujarati?

કમ્પ્યુટરમાં ઘણી વખત આપણાથી કોઈ વસ્તુ ભૂલથી ડિલીટ થઈ જતી હોય છે અને તેને કારણે આપણને ઘણી વાર તેનો અફસોસ પણ થાય છે, આ અફસોસ ના થાય તેને માટે કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન (Recycle Bin) આપવામાં આવે છે. આજે આપણે આ પોસ્ટમાં જાણીશું કે રીસાઇકલ બિન શું હોય છે?(Recycle Bin in Gujarati) તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે ઘણી જાણકારી જાણવા મળશે.

કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન શું હોય છે? - What is Recycle Bin in Gujarati?

રીસાઇકલ બિન એટલે શું? – What is Recycle Bin in Gujarati?

કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન એક એવી જગ્યા છે જ્યાં કમ્પ્યુટરની ડિલીટ થયેલી કોઈ પણ ફાઇલ કે અન્ય વસ્તુ સ્ટોર થાય છે અને યુઝરને જ્યારે ડિલીટ થઈ ગયેલી વસ્તુની જરૂર પડે તો રીસાઇકલ બિનમાથી ભૂલથી ડિલીટ થઈ ગયેલી વસ્તુઓને Restore કરી શકાય છે.

રીસાઇકલ બિન એક ડાઇરેક્ટરી છે જે કમ્પ્યુટરમાં ડિલીટ થયેલી વસ્તુઓને સંગ્રહ કરે છે અને જો રીસાઇકલ બિનમાથી આપણે કોઈ વસ્તુ હંમેશા માટે ડિલીટ કરવી હોય તો આપણે તે કરી શકીએ છે. રીસાઇકલ બિન તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળે છે અને અન્ય ઓપરેટિંગ સિસ્ટમમાં આને ટ્રેશ (Trash) પણ કહેવાય છે.

જો કોઈ દિવસ કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય તો આ રીસાઇકલ બિન તમને ઘણું કામ લાગે છે અને તેમાં તમે નકામી ફાઈલોને હંમેશા માટે ડિલીટ કરી શકો છો અને કામની ફાઇલોને કમ્પ્યુટરમાં પાછી લાવી શકો છો. રીસાઇકલ બિન તમારી હાર્ડ ડ્રાઇવનો જ એક ભાગ છે.

હવે આપણે રીસાઇકલ બિનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણકારી મેળવીએ.

રીસાઇકલ બિનનો ઉપયોગ કેવી રીતે કરવો? – How To Use Recycle Bin in Gujarati?

કમ્પ્યુટરમાં રીસાઇકલ બિન તમને ડેસ્કટોપ સ્ક્રીનમાં જ દેખાઈ જશે અને તેની ઉપર માઉસ દ્વારા 2 ક્લિક કરશો તો તે ખૂલી જશે. રીસાઇકલ બિન ખોલ્યા પછી તમને મુખ્ય 4 ઓપ્શન મળે છે.

જ્યારે તમે કોઈ ફાઇલ સિલેક્ટ કરીને માઉસમાં રાઇટ ક્લિક કરશો તો તમને મુખ્ય 4 ઓપ્શન મળશે જેમાં Restore, Cut, Delete અને Properties મળે છે. આના વિશે માહિતી નીચે છે.

Restoreનો ઉપયોગ

  • રીસાઇકલ બિનમાં કોઈ પણ ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો Restore ઓપ્શન દેખાશે.
  • ફાઇલને રિસ્ટોર કરશો તો ડિલીટ કરતાં પહેલા તે ફાઇલ જ્યાં હતી તો તે ફાઇલ Restore કર્યા બાદ પોતાની અસલી જગ્યા પર પહોચી જશે.
  • જો કોઈ ફાઇલ ભૂલથી ડિલીટ થઈ હોય તો તેને તમે રીસાઇકલ બિનમાથી Restoreની મદદથી પાછી લાવી શકો છો.

Cutનો ઉપયોગ

  • Cutની મદદથી તમે ફાઇલને રીસાઇકલ બિનમાથી બીજી જગ્યાએ મૂકી શકો છો.
  • રીસાઇકલ બિનમાં કોઈ ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો તમને Cut ઓપ્શન દેખાશે.
  • ફાઇલને Cut કરીને તમે કોઈ પણ અન્ય જગ્યાએ પેસ્ટ કરી શકો છો.
  • તમે ફાઇલને સિલેક્ટ કરીને કીબોર્ડમાં CTRL+X બટન દબાવીને Cut કરી શકો છો અને CTRL+V દબાવીને પેસ્ટ કરી શકો છો.

Deleteનો ઉપયોગ

  • રીસાઇકલ બિનમાં ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો ત્યાં તમને delete ઓપ્શન દેખાશે.
  • તેમાં તમે કોઈ પણ ફાઇલ deleteની મદદથી હંમેશા માટે ડિલીટ કરી શકો છો.
  • આમાં હંમેશા ડિલીટ કરેલી ફાઇલને પાછી લાવવા માટે સ્પેશિયલ સોફ્ટવેરની જરૂર પડે છે.
  • સામાન્ય રીતથી રીસાઇકલ બિનમાં ડિલીટ કરેલી ફાઇલને પછી લાવવી થોડી મુશ્કેલ છે.

Propertiesનો ઉપયોગ

  • કોઈ ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો છેલ્લો ઓપ્શન તમને Properties (પ્રોપર્ટીસ) દેખાશે.
  • Propertiesની મદદથી તમે કોઈ ફાઇલ ક્યારે Create થઈ હતી અને ક્યારે ડિલીટ થઈ હતી એ જાણવા મળશે.
  • કોઈ ફાઇલનું નામ જાણવા મળશે.
  • ફાઇલ કયા પ્રકારની છે અને કેટલા Sizeની છે એ પણ જાણવા મળશે.
  • Fileને રિસ્ટોર કરવાનો પણ ઓપ્શન મળશે.
  • રીસાઇકલ બિનમાં કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કરશો તો તમે તે ફાઇલની Propertiesમાં પહોચી જશો.

ઉપર બતાવેલા 4 ઓપ્શન રીસાઇકલ બિનના મુખ્ય ઓપ્શન છે અને આના વિશે તમને જાણકારી હોવી જોઈએ જેથી તમે કમ્પ્યુટર વિશે વધારે જાણી શકો છો.

આશા છે કે રીસાઇકલ બિન એટલે શું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો? એના વિશે તમને જરૂર ખ્યાલ આવી ગયો હશે અને જો તમારો કોઈ હજુ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું.