કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડિલીટ કેવી રીતે કરાય?

ઘણા લોકો એવા હોય છે જે પોતાના કમ્પ્યુટરમાં કઈક ને કઈક સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરતાં હોય છે અને પછી તેમણે તે સોફ્ટવેરને ડિલીટ કે Uninstall કરતાં નથી આવડતું. જો તમે કમ્પ્યુટરમાં ઘણા બધા સોફ્ટવેર ડાઉનલોડ જ કર્યા કરો અને નકામા સોફ્ટવેરને ડિલીટ કે Uninstall ન કરો તો તમારા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ભરાઈ જાય છે.

તેને કારણે તમારું કમ્પ્યુટર સિસ્ટમ લેગ કે હેંગ થવા માંડે છે. આજની પોસ્ટમાં આપણે જાણીશું કે કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર ડિલીટ કે અનઇન્સ્ટોલ કેવી રીતે કરાય?

આ રીત તમને વિન્ડોઝ કમ્પ્યુટરમાં કામ લાગશે, એટલે જો તમારી પાસે વિન્ડોઝ 7 કે વિન્ડોઝ 10 હોય તો આ રીત કામ કરશે.

કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડિલીટ કેવી રીતે કરાય - How To Uninstall Software In Computer Gujarati

કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડિલીટ કરવાની રીત:-

હું તમને 3 રીત બતાવીશ જેમાં તમે અલગ-અલગ રીતે પણ સોફ્ટવેરને ડિલીટ કરી શકો છો.

#1 રીત:-

  1. સૌથી પહેલા ડેસ્કટોપ સ્ક્રીન પર Start બટન દબાવો.
    સૌથી પહેલા ડેસ્કટોપ સ્ક્રીન પર Start બટન દબાવો.

  2. હવે તમે Search બટન પર program શબ્દ સર્ચ કરો અને Programs and Features પર ક્લિક કરો.
    હવે તમે Search બટન પર program શબ્દ સર્ચ કરો અને Programs and Features પર ક્લિક કરો.

  3. હવે તમારે જે સોફ્ટવેર Delete અથવા Uninstall કરવું હોય, તો તેને સિલેક્ટ કરો અને ઉપર Uninstall પર ક્લિક કરો.
    હવે તમારે જે સોફ્ટવેર Delete અથવા Uninstall કરવું હોય, તો તેને સિલેક્ટ કરો અને ઉપર Uninstall પર ક્લિક કરો.

  4. હવે તમને Yes કે No આવશે તો તમારે Yes પર ક્લિક કરવાનું છે અને આગળ Uninstall ના સ્ટેપ પૂરા કરવાના છે. 
હવે તમારું સોફ્ટવેર ડિલીટ થઈ ગયું હશે.

#2 રીત:-

  1. હવે તમારે ફરી ડેસ્કટોપ સ્ક્રીન પર આવીને Start બટન દબાવવાનું છે અને Computer પર ક્લિક કરવાનું છે.
    હવે તમારે ફરી ડેસ્કટોપ સ્ક્રીન પર આવીને Start બટન દબાવવાનું છે અને Computer પર ક્લિક કરવાનું છે.

  2. હવે તમારે સૌથી ઉપર Uninstall or change a program પર ક્લિક કરવાનું છે.
    હવે તમારે સૌથી ઉપર Uninstall or change a program પર ક્લિક કરવાનું છે.

  3. હવે તમારે આગળના સ્ટેપ પહેલી રીતમાં બતાવ્યા મુજબ પૂરા કરવાના છે.
    હવે તમારે આગળના સ્ટેપ પહેલી રીતમાં બતાવ્યા મુજબ પૂરા કરવાના છે.

#3 રીત:-

  1. તમારે સૌથી પહેલા ડેસ્કટોપ સ્ક્રીન પર આવીને Start દબાવવાનું અને Control Panel પર ક્લિક કરવાનું છે.
    તમારે સૌથી પહેલા ડેસ્કટોપ સ્ક્રીન પર આવીને Start દબાવવાનું અને Control Panel પર ક્લિક કરવાનું છે.

  2. હવે તમારે Programs ની નીચે Uninstall a program પર ક્લિક કરવાનું છે. જો તમારી સામે નીચે ઇમેજમાં બતાવેલા ઓપ્શન ન આવે તો તમે જમણી બાજુ ઉપર Catagory માંથી ઓપ્શન બદલી શકો છો.
    હવે તમારે Programs ની નીચે Uninstall a program પર ક્લિક કરવાનું છે. જો તમારી સામે નીચે ઇમેજમાં બતાવેલા ઓપ્શન ન આવે તો તમે જમણી બાજુ ઉપર Catagory માંથી ઓપ્શન બદલી શકો છો.

  3. હવે તમારે આગળના સ્ટેપ પહેલી રીત મુજબ પૂરા કરવાના છે.
    હવે તમારે આગળના સ્ટેપ પહેલી રીત મુજબ પૂરા કરવાના છે.

ઉપર જણાવેલી 3 રીત દ્વારા તમે વિન્ડોઝ કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેરને ડિલીટ કે અનઇન્સ્ટોલ કરી શકો છો.
હવે આશા રાખું છુ કે તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હશે અને તમને આવડી ગયું હશે કે કમ્પ્યુટરમાં સોફ્ટવેર ડિલીટ કેવી રીતે કરાય. હવે કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.