કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન કેવી રીતે બદલવું?

શું તમને ખબર છે કે કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન કેવી રીતે બદલાય છે? આજે આપણે કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલતા શિખીશું, હું તમને જણાવી દઉં કે આપણે Windows 10 OSમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત જાણીશું.

કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન કેવી રીતે બદલવું?

કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલતા પહેલા આપણે જાણવું પડશે કે આ સ્ક્રીન રિઝોલ્યૂશન શું છે.

કમ્પ્યુટરની સ્ક્રીન પર તમને જે પણ વસ્તુ દેખાય છે તે નાના-નાના પિક્સેલમાં દેખાય છે, પિક્સેલ કોઈ પણ ફોટામાં રહેલો એક નાનામાં નાનો ભાગ હોય છે અને જેટલા વધારે પિક્સેલ તમારી સ્ક્રીન પર હશે તેટલું સારું સ્ક્રીન રિઝોલ્યૂશન તમને જોવા મળશે. દરેક મોનિટર અથવા સ્ક્રીનની ક્ષમતા હોય છે કે એ તમને અમુક આકડાઓમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બતાવશે.

સ્ક્રીન રિઝોલ્યૂશન નક્કી કરે છે કે તમારી સ્ક્રીન પર આડા પિક્સેલ અને ઊભા પિક્સેલ કેટલા હશે, જેમ કે મોટા ભાગે લેપટોપમાં 1366*768 સ્ક્રીન રિઝોલ્યૂશન હોય છે તો 1366 એ આડા પિક્સેલ હશે અને 768 એ ઊભા પિક્સેલ હશે.

તો આવી રીતે સ્ક્રીન રિઝોલ્યૂશન એ તમને બતાવે છે કે તમારી સ્ક્રીન તમને ઊભા અને આડા કેટલા પિક્સેલ બતાવે છે, ટૂંકમાં એ તમને કેટલા પિક્સેલ ડિસ્પ્લે કરશે અને તેને તમે ડિસ્પ્લે રિઝોલ્યૂશન પણ કહી શકો છો.


કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત

તો ચાલો હવે આપણે કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત જાણી લઈએ.

કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત સ્ટેપ 1

  • સૌપ્રથમ ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરો અને Display settings પર ક્લિક કરો.

કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત સ્ટેપ 2
  • હવે થોડું સ્ક્રોલ કરો અને તમે Display resolution પર ક્લિક કરો અને તમે ત્યાથી કોઈ પણ રિઝોલ્યૂશનનો આકડો તમારી જરૂરત મુજબ સિલેક્ટ કરો.


કમ્પ્યુટરમાં સ્ક્રીન રિઝોલ્યૂશન બદલવાની રીત સ્ટેપ 3
  • પછી Keep Changes પર ક્લિક કરજો એટલે તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન બદલાઈ જશે. | જો તમે Revert પર ક્લિક કરશો તો તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન પહેલા જેવુ થઈ જશે અને તમે કોઈ પણ બટન નહીં દબાવો તો ઓટોમેટિક થોડા સેકન્ડમાં તમારું સ્ક્રીન રિઝોલ્યૂશન પહેલા જેવુ થઈ જશે.


તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમારા મિત્રો સાથે પણ પોસ્ટ જરૂર શેર કરજો જેથી તેમને પણ આ જાણકારી મળે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 ભૂલી ગયેલા કમ્પ્યુટર પાસવર્ડને રિસેટ કેવી રીતે કરવું?

🔗 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા?

🔗 મોબાઇલના વોટ્સએપને કમ્પ્યુટરમાં કેવી રીતે ચલાવી શકાય?

🔗 લેપટોપની બેટરીને કેવી રીતે કાઢવી અને પાછી તેને કેવી રીતે લગાવવી?

🔗 Windows 10 કમ્પ્યુટર થીમને Dark કેવી રીતે કરવી જેથી આંખોને નુકસાન ઓછું થાય?