કમ્પ્યુટરમાં Icon નો અર્થ શું છે? – ટેક ડિક્શનરી

મિત્રો આજે આપણે કમ્પ્યુટરમાં આવેલા Icon વિશે બેઝિક માહિતી જાણીશું જેથી તમે આઇકન વિશે થોડું નવું જાણી શકો.

કમ્પ્યુટર આઈકનનો અર્થ

કમ્પ્યુટર આઇકનનો અર્થ – Computer Icon Meaning in Gujarati

  • કમ્પ્યુટરમાં આઇકન એક પ્રકારનું નાનું ચિત્ર હોય છે જે કોઈ પણ પ્રોગ્રામને પ્રદર્શિત કરે છે.
  • કમ્પ્યુટરમાં આઇકન ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI)નો એક ભાગ હોય છે.
  • કમ્પ્યુટરમાં આઇકન યુઝરને એક જગ્યાએથી બીજી જગ્યાએ નેવિગેટ કરવા માટે મદદ કરે છે.
  • કમ્પ્યુટરમાં જે સોફ્ટવેર કે પ્રોગ્રામ હોય છે તેને ચાલુ કરવા માટે આઇકન મદદ કરે છે કારણ કે જ્યારે પહેલા આઇકન ન હતા ત્યારે કમાન્ડ આપીને સોફ્ટવેર કે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવતા હતા પણ GUI આવવાથી આઇકન પણ આવી ગયા અને તેને કારણે સામાન્ય યુઝર આરામથી કોઈ સોફ્ટવેર કે પ્રોગ્રામને ચાલુ કરી શકે છે.
  • આઇકન પણ અલગ-અલગ પ્રકારના હોય છે જેમાં સિસ્ટમ આઇકન, શોર્ટકટ આઇકન અને એપ્લિકેશન સોફ્ટવેર આઇકન જેવા વગેરે હોય છે.
  • જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો તો તમને શરૂઆતથી આઇકન દેખાવા માંડે છે કારણ કે આઇકનની મદદથી કમ્પ્યુટર વાપરવું સરળ થઈ જાય છે અને મજા પણ આવે છે.
  • આઇકનને કારણે યુઝર કમ્પ્યુટરના સોફ્ટવેર અને પ્રોગ્રામને બહારથી જ સમજી શકે છે.
  • આઇકનમાં એક ઈલેક્ટ્રોનિક હાઇપરલિન્ક હોય છે જેના દ્વારા યુઝર તે આઇકનની ટાર્ગેટ કરેલી લોકેશન પર પહોચી જાય છે.

મિત્રો આશા છે કે તમને કમ્પ્યુટર આઇકન વિશે થોડી ઘણી સમજણ પડી હશે. અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ: