મિત્રો, તમે જ્યારે કમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેરમાં કામ કરતાં હોવ અને તેમાં તમે Save અથવા Save As નો ઓપ્શન જરૂર જોયો હશે. આ બંને ઓપ્શન તમે સૌથી વધારે MS Excel, Word, Powerpoint, Notepad અથવા બીજા અન્ય સોફ્ટવેર કે પ્રોગ્રામમાં જરૂર જોયો હશે.
Save અને Save As તમે કોઈ પણ પ્રોગ્રામમાં જે પણ કાર્ય કરો છો તેને સાચવી રાખવા માટે ખૂબ જરૂરી છે, ચાલો આ પોસ્ટમાં આપણે જાણીએ કે Save અને Save As માં શું ફરક છે? અને તે કેવી રીતે કામ કરે છે.
Save અને Save As માં ફરક શું છે?
Save અને Save As માં ફરક સમજવા આપણે સૌથી પહેલા તેનો અર્થ અને તેનું કાર્ય સમજવું પડશે.
Save As
સૌથી પહેલા આપણે Save As નું સમજીએ.
જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામમાં કામ કરતાં હોય, જેમ કે નોટપેડમાં આપણે કઈક લખતા હોય અને તેને આપણે પ્રથમ વખત (First Time) સેવ કરવું હોય તો તેમાં Save As નો ઉપયોગ થાય છે.
Save As નો ઉપયોગ તે ફાઇલને પહેલી વખત સેવ કરવા માટે થાય છે. તમે એવું પણ કહી શકો કે તેનાથી નવી ફાઇલ સેવ કરી શકાય છે.
Save
જ્યારે આપણે Save As નો ઉપયોગ કરીને તે ફાઇલને સેવ કરીએ છે ત્યારે તેને સમય-સમય પર અપડેટ પણ કરવી પડે છે અને તેને માટે Save નો ઉપયોગ થાય છે.
જેમ કે તમે એક Paint માં કાર્ટૂન બનાવ્યું, કાર્ટૂનમાં તમે હજુ કલર પૂર્યા નથી અને તેને તમે Save Asની મદદથી સેવ કરી દીધું અને તેની ફાઇલને તમે Cartoon 1 નામ આપ્યું.
હવે માની લો કે તમે તે કાર્ટૂનમાં કલર પૂરી દીધા અને એકદમ વીજળી બંધ થઈ ગઈ અને કમ્પ્યુટર બંધ થઈ ગયું. હવે જો તમે કમ્પ્યુટર ફરી ચાલુ કરશો તો તમને સેવ કરેલી ફાઇલ જ મળશે જેમાં કલર વગરનું કાર્ટૂન મળશે અને તેમાં તમારે ફરી કલર પૂરવા પડશે.
જો કમ્પ્યુટર બંધ થતાં પહેલા તમે ખાલી Save બટન દબાવ્યું હોત તો કલર પૂરેલું કાર્ટૂન તમારી સેવ કરેલી Cartoon 1 ફાઇલમાં અપડેટ થઈ જાત એટલે Save નું કામ ફાઇલને અપડેટ કરવાનું છે.
Save અને Save As માં ફરક
તમે ઉપર જાણ્યું કે Save નું કામ કોઈ ફાઇલમાં સુધારા વધારા કરેલા હોય તો તેને અપડેટ કરવાનું હોય છે.
જ્યારે તમે કોઈ સોફ્ટવેરમાં કઈક બનાવ્યું અને તેને પહેલી વખત સેવ કરવું હોય તો તમારે તેને Save As કરીને ફાઇલનું નામ આપવું પડે,
હવે જે ફાઇલમાં કઈક નવું ઉમેર્યું તો તમારે Save બટન પર ક્લિક કરીને તેને અપડેટ કરવું પડે.
એટલે Save As દ્વારા જે પણ નવી ફાઇલ બની છે, તેમાં સુધારા વધારાને અપડેટ કરવા માટે Save નો ઉપયોગ થાય છે.
Save અને Save As માં આજ ફરક છે કે Save As નો ઉપયોગ ફાઇલને પહેલી વખત સેવ કરવા માટે થાય છે અને તેમાં કરેલા સુધારાને તે જ ફાઇલમાં સેવ કરવા માટે Save નો ઉપયોગ થાય છે.
આશા છે કે Save અને Save As માં શું ફરક છે? એ તમને ખબર પડી હશે અને Save અને Save As નો ઉપયોગ તમે ખૂબ સરળતાથી કરી શકો છો. Save ની શોર્ટકટ કી Ctrl+S છે અને Save As ની શોર્ટકટ કી Alt+F+S છે.