કમ્પ્યુટર કેબિનેટ એટલે શું? શું આ સીપીયુ કહેવાય છે?

જ્યારે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જરૂર જોઈએ છીએ કે મોનિટર સાથે એક બોક્સ પણ હોય છે જેમાં આપણે માઉસ, કીબોર્ડ જેવા કમ્પોનેંટ અને પાવર કેબલ વગેરે કનેક્ટ કરતાં હોઈએ છીએ.

આ બોક્સને સામાન્ય રીતે લોકો સીપીયુ (CPU) તરીકે ઓળખે છે પણ આ સીપીયુ નથી, આ ચોરસ બોક્સને “કમ્પ્યુટર કેબિનેટ” કહેવાય છે.

આજે આપણે આ કમ્પ્યુટર કેબિનેટ વિશે જાણીશું, જેમાં તમને આ કમ્પ્યુટર કેબિનેટ વિશે ઘણી જાણકારી જાણવા મળશે.

જાણો કમ્પ્યુટર કેબિનેટ વિશે

કમ્પ્યુટર કેબિનેટ શું છે?

કમ્પ્યુટર કેબિનેટ એક ચોરસ બોક્સ હોય છે જે પ્લાસ્ટિક, ફાઈબર અથવા લોખંડ જેવા મટિરિયલનું બનેલું હોય છે, આ બોક્સની અંદર કમ્પ્યુટરના અલગ-અલગ કમ્પોનેંટ અથવા કમ્પ્યુટરના ભાગોને રાખવામાં આવે છે.

જેમ કે મધરબોર્ડ, SMPS, ગ્રાફિક કાર્ડ, રેમ અને હાર્ડ ડિસ્ક જેવા વગેરે કમ્પોનેંટને આ કમ્પ્યુટર કેબિનેટ કેસમાં રાખવામાં આવે છે.

પહેલાના સમયમાં આ કમ્પ્યુટર કેબિનેટનો આકાર ઘણો વધારે મોટો હતો પણ જેમ-જેમ ટેક્નોલૉજીની વિકાસ થયો તેમ કમ્પ્યુટર કેબિનેટનો આકાર નાનો થઈ ગયો.

કમ્પ્યુટર કેબિનેટ

સામાન્ય રીતે તમે જોવો તો સામાન્ય કમ્પ્યુટર કેબિનેટનું વજન 500 ગ્રામથી 1 કિલોગ્રામ સુધીનું હોય છે પણ ઘણા કેબિનેટ 5 કિલોગ્રામ વજનના પણ આવે છે.

જ્યારે તમે ઓનલાઇન કોઈ ઇ-કોમર્સ સાઇટ પર જોશો તો તમને અલગ-અલગ વજનના ઘણા કેબિનેટ જોવા મળી જશે.


કમ્પ્યુટર કેબિનેટના અલગ-અલગ નામ

કમ્પ્યુટર કેબિનેટને અલગ-અલગ નામથી પણ ઓળખવામાં આવે છે જેમ કે “Chassis“, “Computer Case” અને “Computer Box“.


કમ્પ્યુટર કેબિનેટની અંદરના મુખ્ય કમ્પોનેંટ વિશે માહિતી

 કમ્પ્યુટર કેબિનેટની અંદરના મુખ્ય કમ્પોનેંટ વિશે માહિતી

#1 મધરબોર્ડ: આ એક સર્કિટ બોર્ડ હોય છે જે બધા જ કમ્પ્યુટરના કમ્પોનેંટને એક સાથે જોડે છે, રેમ, સ્ટોરેજ ડિવાઇસ, પ્રોસેસર વગેરે મધરબોર્ડમાં એસેંબેલ કરવામાં આવે છે. મધરબોર્ડને SMPS દ્વારા પાવર મળે છે.

#2 રેમ (RAM): આ કમ્પ્યુટરની મુખ્ય મેમરી હોય છે. રેમ કમ્પ્યુટરની ખૂબ ઝડપી મેમરી હોય છે, આમાં ડેટા કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી સ્ટોર થાય છે.

#3 SMPS: આ એક પાવર યુનિટ હોય છે જેના દ્વારા બધા કમ્પ્યુટર કમ્પોનેંટને વીજળી મળે છે, SMPS ડાઇરેક્ટ પાવર કેબલ દ્વારા જોડાયેલુ હોય છે જે કરંટને AC થી DC માં ફેરવે છે. મોનિટરમાં અલગથી પાવર કેબલ હોય છે આ કારણે મોનિટર સિવાય બીજા બધા કમ્પ્યુટરના કમ્પોનેંટને SMPS દ્વારા પાવર મળે છે.

#4 સ્ટોરેજ ડિવાઇસ: સ્ટોરેજ ડિવાઇસ એટલે HDD અને SSD જેવા ડિવાઇસ જે 500 GB અને 1 TB કે તેનાથી પણ વધારે સાઇઝમાં કમ્પ્યુટરના ડેટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે.

#5 એક્સપેંશન કાર્ડ: કમ્પ્યુટરની ક્ષમતા વધારવા માટે એક્સપેંશન સ્લોટ હોય છે જેમાં તમે અલગથી ગ્રાફિક કાર્ડ, સાઉન્ડ કાર્ડ અને વિડિયો કાર્ડ વગેરે લગાવી શકો છો.

#6 CPU: CPU એટલે “Central Processing Unit” આ કમ્પ્યુટરનું મગજ હોય છે, જે હાથની હથેળીમાં આવે તેવી ચિપ હોય છે જેને મધરબોર્ડમાં લગાવવામાં આવે છે. તમે CPU ને પ્રોસેસર પણ કહી શકો છો.

#7 પંખો: CPU ચિપને ઠંડી રાખવા માટે તેની ઉપર એક પંખો લગાડવામાં આવે છે જેથી તે સીપીયુને ઠંડી હવા આપે છે અને ચિપને ઠંડી રાખે છે. આ પંખાને કૂલિંગ ફેન પણ કહેવાય છે.


કમ્પ્યુટર કેબિનેટ કેમ જરૂરી છે?

  • કેબિનેટ કમ્પ્યુટરના મુખ્ય કમ્પોનેંટનું રક્ષણ કરે છે, કમ્પ્યુટર કમ્પોનેંટને કોઈ પકડી ન લે અને તેને કોઈ ડેમેજ ન થાય એ માટે કમ્પ્યુટર કેબિનેટ ઘણું જરૂરી છે.
  • કમ્પ્યુટર કેબિનેટ તમારા કોમ્પોનેંટને એક જ જગ્યા પર મેનેજ કરવા માટે ખૂબ ઉપયોગી રહે છે, કમ્પ્યુટર કેબિનેટ આજના સમયમાં ખૂબ અલગ-અલગ ડિઝાઇન અને RGB લાઇટ વાળા હોય છે જેથી પૂરા એક કમ્પ્યુટર સિસ્ટમની સુંદરતા ઘણી વધી જાય છે.
  • કમ્પ્યુટર કેબિનેટને કારણે તમને ઉપયોગી પોર્ટ્સ બહાર જ જોવા મળી જાય છે અને તમે સરળતાથી વાયરનું મેનેજમેંટ કરી શકો છો જેથી સુરક્ષા બની રહે છે.

આવી રીતે કમ્પ્યુટર કેબિનેટ ઘણા કારણોને લીધે ઘણું ઉપયોગી છે.

મિત્રો આશા છે કે તમને આજની આ કમ્પ્યુટર કેબિનેટ વિશેની પોસ્ટ ઉપયોગી થઈ હશે, તમારા મનમાં કોઈ સવાલ હોય તો જરૂર નીચે કમેંટ કરીને જણાવો જેથી અમે તમારી મદદ કરી શકીએ.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: