મિત્રો જ્યારે તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ટેલિગ્રામ એપનો ઉપયોગ કરો છો તો ત્યારે તમે જોયું હશે કે ટેલિગ્રામમાં જ્યારે તમે કોઈ એક ઓપ્શન પર ક્લિક કરો છો તો નાના-મોટા એનિમેશન થાય છે, કોઈ ચેટ ખોલો છો ત્યારે પણ એનિમેશન થાય છે,
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે કમ્પ્યુટર ટેલિગ્રામમાં આ એનિમેશન ફીચરને ચાલુ કે બંધ કરી શકો છો.
કમ્પ્યુટર ટેલિગ્રામમાં એનિમેશન બંધ/ચાલુ કરવાની રીત
- સૌપ્રથમ તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ટેલિગ્રામ એપ ખોલો.
- હવે ડાબી બાજુ આપેલા ☰ હેમબર્ગર આઇકન પર ક્લિક કરો અને પછી Settings પર ક્લિક કરો.
- હવે Advanced પર ક્લિક કરો.
- હવે Performance સેક્શનમાં તમને Enable Animation નામનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરીને તમે કમ્પ્યુટર ટેલિગ્રામમાં એનિમેશનને બંધ/ચાલુ કરી શકો છો.
મિત્રો આ રીતે તમે તમારા કમ્પ્યુટર કે લેપટોપ વર્ઝનના ટેલિગ્રામ એપમાં એનિમેશનને બંધ-ચાલુ કરી શકો છો, આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: