એક કમ્પ્યુટર નેટવર્કમાં ઘણા અલગ-અલગ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક સ્વિચ ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને આજે આપણે Computer Network માં ઉપયોગ થતાં ડિવાઇસ Switch વિશે માહિતી મેળવવાના છે.
સ્વિચ શું છે? – What is Switch in Computer Network?

કમ્પ્યુટર નેટવર્કમાં સ્વિચ એક નેટવર્કિંગ ડિવાઇસ હોય છે જે અલગ-અલગ કમ્પ્યુટરને એક નેટવર્ક સાથે જોડવાનું કામ કરે છે અને કમ્પ્યુટરને એક નેટવર્કમાં ડેટાને એક-બીજા કમ્પ્યુટર સાથે “ડેટા પેકેટ્સ (Data Packets)” ના રૂપમાં મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે.
જો કોઈ એક કમ્પ્યુટરને પૂરા નેટવર્કમાંથી બીજા કોઈ ખાસ એક કમ્પ્યુટર સુધી પોતાનો ખાસ ગુપ્ત સંદેશ (Private Message) પહોચાડવો હોય તો તે સ્વિચને કારણે કરવું શક્ય છે. સ્વિચને કારણે બધા જ કમ્પ્યુટર સુધી તે ખાસ Private Message નથી પહોચી શકતો.
આ સ્વિચ ડિવાઇસમાં ઘણા બધા પોર્ટ આપવામાં આવ્યા હોય છે જેના કારણે ઘણા કમ્પ્યુટરને સ્વિચ સાથે જોડીને એક કમ્પ્યુટર નેટવર્ક બનાવવું શક્ય બને છે.
એવા ડિવાઇસ જે નેટવર્કિંગ કરી શકે છે તેને સ્વિચ સાથે જોડી શકાય છે જેમ કે કમ્પ્યુટર, પ્રિન્ટર, વાયરલેસ એક્સેસ પોઈન્ટ વગેરે.
સ્વિચ કેવી રીતે કામ કરે છે? – How does Switch Work?
જ્યારે પણ કોઈ ડિવાઇસ એક સ્વિચ સાથે જોડાય છે ત્યારે સ્વિચ એક મેસેજ બ્રોડકાસ્ટ કરે છે અને ત્યારબાદ તે ડિવાઇસનો MAC એડ્રેસ અને તે ડિવાઇસ સ્વિચના કયા પોર્ટ સાથે જોડાયેલુ છે તે નોંધે છે.
આ રીતે સ્વિચ MAC એડ્રેસ અને પોર્ટ નંબરની મદદ કયા ડિવાઇસમાંથી ડેટા પેકેટ્સ આવે છે અને તેને કયા ડિવાઇસ સુધી મોકલવાના છે તે નક્કી કરે છે. આવી રીતે સ્વિચ એક કમ્પ્યુટર ડિવાઇસમાંથી બીજા ડિવાઇસ સુધી ડેટાને ટ્રાન્સફર થવા દે છે.
સ્વિચની વિશેષતાઓ – Features of Switch in Computer Network

- સ્વિચ ખૂબ બુદ્ધિશાળી નેટવર્ક ડિવાઇસ છે કારણ કે Switch તેની સાથે જોડાયેલા ડિવાઇસને ઓળખવા અને તેને સમજવા માટે તેનો MAC એડ્રેસ નોંધે છે.
- સ્વિચ OSI મોડેલના ડેટા લિન્ક લેયર ઉપર કામ કરે છે.
- સ્વિચ પોતાના નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટરને ઓળખવા માટે પૂરી નોંધ રાખે છે.
- સ્વિચને કારણે અલગ-અલગ કમ્પ્યુટર એક સાથે જોડાઈને એક-બીજા સાથે કમ્યુનિકેટ કરી શકે છે.
- સ્વિચ “ફુલ ડુપ્લેક્સ મોડ (full duplex mode)“માં કામ કરી શકે છે જેનો અર્થ એ થયો કે સ્વિચ સાથે જોડાયેલા બધા જ કમ્પ્યુટર એક સાથે એક જ સમયમાં ડેટાને મોકલી અને પ્રાપ્ત કરી શકે છે.
- નક્કી કરેલા પોર્ટ સુધી ડેટા મોકલતા પહેલા સ્વિચ તેમાં આવતી સમસ્યાઓ પણ તપાસી શકે છે.
- સ્વિચ “પેકેટ સ્વીચિંગ (Packet-Switching)” ટેક્નિકનો ઉપયોગ ડેટા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરે છે.
- સ્વિચ નેટવર્કની “કામગીરી (Performance)” વધારે છે.
સ્વિચના પ્રકાર – Types of Switch in Computer Network
Unmanaged Switch: આ સ્વિચ એવા હોય છે જે નાના વ્યવસ્યાઓ (Small Businesses) અને ઘરના નેટવર્ક (Home Network) માં ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વિચને ખાલી પ્લગ કરીશું તો તે તરત ઓપરેટ થવા માંડશે. આ સ્વિચની કિંમત ઓછી હોય છે અને ઓછી ખર્ચાળું હોય છે. આમાં નાના કેબલ કનેક્શનની જરૂર પડે છે જેના દ્વારા તરત તેનો ઉપયોગ કરી શકાય છે. આ સ્વિચની કોઈ ખાસ દેખરેખ પણ નથી રાખવી પડતી.
Managed Switch: આ સ્વિચ ખૂબ મોંઘા હોય છે અને તેનો ઉપયોગ મોટી-મોટી સંસ્થાઓમાં કરવામાં આવે છે. આ સ્વિચમાં ખૂબ જ વધારે સુરક્ષા, નિયંત્રણ અને તેના દ્વારા પૂરા નેટવર્કને પૂરી રીતે મેનેજ કરી શકાય છે. મોટા નેટવર્કમાં તેને સરળતાથી પોતાની રીતે કસ્ટમાઇઝ કરી શકાય છે જેના દ્વારા નેટવર્કમાં કોઈ કાર્યને વધારી પણ શકાય છે.
મોટી સંસ્થાઓ જે વધારે આગળ વધી રહી છે તેમના માટે આ સ્વિચ ખૂબ ઉપયોગી હોય છે કારણ કે આ Scalable અને Flexible છે. આ સ્વિચ “Simple Network Management Protocol (SNMP)“નો ઉપયોગ કરે છે.
LAN Switch: આ સ્વિચને “ઈથરનેટ સ્વિચ (Ethernet Switch)” અથવા “ડેટા સ્વિચ (Data Switch)” પણ કહેવાય છે. આ સ્વિચનો ઉપયોગ નેટવર્કમાં આવતી ભીડ (Congestion) અને અડચણો (Bottleneck)ને ઓછું કરવા માટે થાય છે. નેટવર્કમાં ડેટા પેકેટ્સનું ઓવરલેપિંગ ન થાય એ રીતે આ સ્વિચ Bandwidth ને અલોકેટ (Allocate) કરે છે. આ સ્વિચનો ઉપયોગ LAN માં પોઈન્ટને જોડવા માટે થાય છે.
PoE Switch: PoE એટલે “Power over Ethernet” આ એવા સ્વિચ હોય છે જેની મદદથી ડેટા ટ્રાન્સફર અને પાવર ટ્રાન્સમિશનને એક જ કેબલમાં લાવવામાં આવે છે જેના કારણે ડેટા અને પાવર માટે અલગ-અલગ કેબલ નથી જોડવી પડતી અને આ કારણે ઓછી કેબલમાં જ સરળતાથી ડેટા અને પાવર ટ્રાન્સફર થઈ જાય છે.
મિત્રો આશા છે કે આજે તમને Computer Network માં ઉપયોગ થતાં Switch વિશે ઘણી જાણકારી મળી હશે અને તમને તે ઉપયોગી પણ થશે.
અમારી અન્ય પોસ્ટ:
- કમ્પ્યુટરમાં પાર્ટીશન શું હોય છે?
- જાણો ખૂબ ઉપયોગી વિન્ડોઝ કમ્પ્યુટરની શોર્ટકટ કી
- સુપર કમ્પ્યુટર એટલે શું? | જાણો Super Computer વિશે માહિતી
- ડિસેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક એટલે શું? | Decentralized નેટવર્ક વિશે જાણકારી
- કમ્પ્યુટર વિશે 16 એવી અનોખી જાણવા જેવી જાણકારી જે તમારે જાણવી જોઈએ