કમ્પ્યુટર નેટવર્કમાં “હબ (Hub)” એક હાર્ડવેર ડિવાઇસ છે જેના દ્વારા અલગ-અલગ ડિવાઇસને એક નેટવર્કમાં જોડવામાં આવે છે.
હબની મદદથી અલગ-અલગ ડિવાઇસને એક સાથે જોડીને કમ્યુનિકેશન કરાવી શકાય છે.
હબ દ્વારા ડેટાને બધા જ જોડાયેલા ડિવાઇસમાં મોકલી શકાય છે. અત્યારે આધુનિક ટેક્નોલોજીમાં હબનો ઉપયોગ ઓછો થઈ ગયો છે અને હવે તેની જગ્યાએ નેટવર્કમાં સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે.