કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે જાણકારી

કમ્પ્યુટર નેટવર્ક શું છે?

કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? – What is Computer Network?

એક સાથે ઘણા બધા કમ્પ્યુટર એક-બીજાની સાથે જોડાયેલા હોય અને એક-બીજા સાથે ડેટા અને રિસોર્સને શેર કરતાં હોય તો તેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે.

સર્વર, રાઉટર, કેબલ અથવા કેબલ વગર અને ઘણા બધા કમ્પ્યુટર સાથે લાવીને એક-બીજા સાથે જોડવામાં આવે છે અને ત્યારે એક કમ્પ્યુટર નેટવર્ક બને છે.

એક-સાથે ઘણા બધા કમ્પ્યુટરને અલગ-અલગ રીતે જોડવાની પ્રક્રિયાને કમ્પ્યુટર નેટવર્કિંગ કહેવાય છે જેમાં બધા કમ્પ્યુટર એક-બીજા સાથે રિસોર્સ અને ડેટા શેર કરી શકે છે.

કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે જાણકારી – Types of Computer Network

કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર

LAN – Local Area Network

LANનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક છે. આ નેટવર્કનો ઉપયોગ ટૂંકા અંતરવાળા એરિયામાં ઘણા બધા કમ્પ્યુટરને એક બીજા સાથે કનેક્ટ કરવા માટે થાય છે. આ નેટવર્ક ઓફિસ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બેંક વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. 

આ નેટવર્કને એક વ્યક્તિ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જ્યારે તમે વાઇ-ફાઇથી અથવા હોટસ્પોટથી કમ્પ્યુટર કનેક્ટ કરો છો તો તેમાં પણ નેટવર્કની અંદર LAN ઇનેબલ (Enable) હોય છે.

  • આ નેટવર્કથી તમને એક મોટો ફાયદો એ છે કે ઘણા બધા કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ આપવી હોય તો પ્રિન્ટરને તમે LAN નેટવર્ક દ્વારા બધા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો. આ કરવાથી તમે કોઈ પણ કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી શકો છો.
  • આ નેટવર્કથી બીજો ફાયદો એ છે કે આમાં ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ ઘણી વધારે હોય છે.
  • આ નેટવર્કને ઇન્સ્ટોલ અને સેટ-અપ માટે તમારે વધારે ખર્ચ નથી થતો.

MAN – MetroPolitan Area Network

MAN નેટવર્કનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે. આ નેટવર્ક થોડું મોટું હોય છે. ધારો કે અમુક એરિયામાં ઘણા બધા LAN નેટવર્ક છે તો આ બધા નેટવર્ક MAN નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવે છે જેથી સરળતાથી બધા LAN નેટવર્કને ઓપરેટ કરી શકાય. એક MAN નેટવર્ક ઘણા બધા LAN નેટવર્કથી બને છે. 

આ નેટવર્કને એક ઉદાહરણ લઇને સમજીએ…..

એક શહેરમાં ઘણા બધા TV જોવાય છે તો કેબલ ટીવીનું પ્રસારણ એક નેટવર્ક દ્વારા થાય છે. એક જગ્યાએથી બધા જ કેબલ મારફત બધાના TV કનેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ લોકો સર્વિસનો ઉપયોગ કરે છે. આ બધું MAN નેટવર્કના લીધે થાય છે.

  • બીજા નેટવર્ક કરતા આ નેટવર્કમાં ઘણા બધા ડીવાઈસ કનેક્ટ કરી શકાય છે.
  • આ નેટવર્કની રેન્જ ઘણી બધી હોય છે.
  • એક જગ્યાએથી ઘણા બધા નેટવર્ક ડિવાઇસ મેનેજ કરી શકાય છે.

WAN – Wide Area Network

WANનું પૂરું નામ વાઈડ એરિયા નેટવર્ક છે. આ નેટવર્કને તમે પ્રાઇવેટ નેટવર્કના નામથી પણ ઓળખી શકો છો. આ નેટવર્ક ઘણા બધા LAN અને MAN નેટવર્કથી બનાવવામાં આવે છે. 

જેમ કે કોઈ એક દેશ છે તો તેના LAN અને MAN નેટવર્ક બીજા દેશના નેટવર્ક સાથે કનેક્ટ કરી શકાય છે. આના માટે આપણે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આ નેટવર્કમાં તમે કોઈ પણ કમ્પ્યુટર કનેક્ટ કરી શકો છો.

આ નેટવર્કનો મુખ્ય ફાયદો એ છે કે આખી દુનિયામાં એક બીજા લોકો તેની નેટવર્કિંગ ડીવાઈસ અથવા કમ્પ્યુટરને કનેક્ટ કરી શકે છે.

WLAN – Wireless Local Area Network

WLAN નેટવર્કનું પૂરું નામ વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક છે. તમે વાયર વગર ઘરમાં એક અથવા બે કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ કનેક્ટ કરો છો તો આ નેટવર્કને આપણે વાયરલેસ લેન નેટવર્ક કહી શકીએ છીએ. 

આ નેટવર્કનો એરિયા ઘણો ટૂંકો હોય છે. આ નેટવર્કનો ઉપયોગ ઘર, ઓફિસ, દુકાન, મેડિકલ, વગેરેમાં થાય છે. આ નેટવર્ક વાયર વગર કનેક્ટ કરવાની સુવિધા આપે છે. આ નેટવર્ક લેન નેટવર્કની જેમ જ કામ કરે છે પણ ફરક ખાલી એટલો છે કે આ નેટવર્કમાં વાયરનો ઉપયોગ થતો નથી.

PAN – Personal Area Network

PAN નેટવર્કનું પૂરું નામ પર્સનલ એરિયા નેટવર્ક છે. આ નેટવર્કનો ઉપયોગ પર્સનલ કામ માટે થાય છે. જેમ કે તમે તમારા કમ્પ્યુટર સાથે મોબાઈલને કનેક્ટ કરો છો તો તેને પેન નેટવર્ક કહી શકીએ. આ નેટવર્કના માધ્યમથી તમે મોબાઈલનો ડેટા કમ્પ્યુટરમાં અને કમ્પ્યુટરનો ડેટા મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકો છો. 

આ નેટવર્કનો ઉપયોગ ઘણા બધા લોકો કરે છે. આ નેટવર્કમાં તમે બ્લ્યુટૂથ, કેબલ અને હોટસ્પોટ ડીવાઈસનો ઉપયોગથી તમે કમ્પ્યુટરને કનેક્ટ કરી શકો છો.

CAN – Campus Area Network

CAN નેટવર્કનું પૂરું નામ કેમ્પસ એરિયા નેટવર્ક છે.આનું બીજું પૂરું નામ ક્લસ્ટર એરિયા નેટવર્ક પણ છે. આ નેટવર્કમાં ઘણા LAN નેટવર્કને ભેગા કરીને એક CAN નેટવર્ક બનાવાય છે. પણ આ નેટવર્ક ટૂંકા એરિયા માટે જ વપરાય છે. આ નેટવર્ક કેવલ સ્કૂલ અને કોલેજના ઉપયોગ માટે વધારે વપરાય છે. આ નેટવર્કની રેન્જ ઘણી ટૂંકી હોય છે.

  • આ નેટવર્કમાં ઓછો ખર્ચ થાય છે.
  • આમાં LAN નેટવર્ક કરતા વધારે ડીવાઈસને કનેક્ટ કરી શકાય છે.
  • આ નેટવર્કને તમે કનેક્ટ કરવા માટે વાયર અથવા વાયર વગર પણ કરી શકો છો.
  • આ નેટવર્કને તમે અલગ અલગ ડીપાર્ટમેન્ટ સાથે કનેક્ટ કરી શકો છો.

SAN – Storage Area Network

SAN નેટવર્કનું પૂરું નામ સ્ટોરેજ એરિયા નેટવર્ક છે. આ નેટવર્કનો ઉપયોગ વધારે સ્પીડથી ડેટાને ટ્રાન્સફર કરવા માટે તમે કરી શકો છો. આ નેટવર્ક ઘણા બધા સ્ટોરેજ ડીવાઈસને કનેક્ટ કરીને બનાવવામાં આવે છે જેમ કે ઘણા બધા સર્વરને એક સાથે SANનું નેટવર્ક બનાવીને કનેક્ટ કરી શકાય જેથી ડેટાને એક જગ્યાએથી મેનેજ કરવામાં સરળતા રહે.

નેટવર્ક ટોપોલોજી એટલે શું? – What is Network Topology

નેટવર્ક ટોપોલોજી એટલે અલગ-અલગ કમ્પ્યુટર અથવા ડિવાઇસ એક કમ્પ્યુટર નેટવર્કમાં કેવી રીતે જોડાશે અને તેમાં કેવા પેટર્ન , ડેટા ટ્રાન્સફરનો ફ્લો અથવા તેનું સ્ટ્રક્ચર કેવું રહેશે તેના માટે નેટવર્ક ટોપોલોજી હોય છે.

નેટવર્ક ટોપોલોજી અલગ-અલગ પ્રકારના હોય છે અને તેના અલગ-અલગ ડેટા ફ્લો અથવા સ્ટ્રક્ચર હોય છે.

નેટવર્ક ટોપોલોજીના પ્રકાર – Types of Network Topology 

નેટવર્ક ટોપોલોજીના અલગ-અલગ પ્રકારો હોય છે જે નીચે આપેલા છે.

  1. સ્ટાર (Star)
  2. બસ (Bus)
  3. રિંગ (Ring)
  4. મેશ (Mesh)
  5. ટ્રી (Tree)
  6. હાઇબ્રિડ (Hybrid)

તો મિત્રો આજે આપણે કમ્પ્યુટર નેટવર્ક અને તેના પ્રકારો વિશે સંપૂર્ણ જાણકારી લીધી. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો બીજા લોકો સાથે શેર કરજો.

ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટર કનેક્ટ થતા જોયા હશે અને ડેટા ટ્રાન્સફર થતા તમે જોયો હશે પણ એ નથી ખબર હોતી કે આ બધું કેમ થાય તો આશા રાખું છું કે આજની આ જાણકારીથી તમને સમજાય ગયું હશે કે આ બધું કેમ થાય જો હજી પણ તમને મનમાં સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો.

  • અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-