કમ્પ્યુટર વિશે 16 એવી અનોખી જાણવા જેવી જાણકારી જે તમારે જાણવી જોઈએ

પાછળના 50 વર્ષોમાં કમ્પ્યુટરએ પૂરી દુનિયા જ બદલી નાખી છે અને બધાની રહેણી-કરણીમાં પણ ફેરફાર લાવી દીધો છે, ક્યારેય ન વિચાર્યું હતું કે કોઈ દિવસ ઘરેથી પણ નોકરી કરી શકાશે અને કમ્પ્યુટરની મદદથી આ શક્ય બન્યું છે.

મિત્રો આજે આપણે કમ્પ્યુટર વિશે ઘણી જાણવા જેવી જાણકારી જાણીશું જે તમને કદાચ નહીં ખબર હોય અને તમને જાણીને પણ ઘણી મજા આવશે.

કમ્પ્યુટર વિશે જાણવા જેવી જાણકારી

કમ્પ્યુટર વિશે 12 એવી જાણવા જેવી જાણકારી

  • એમ તો બધા Computer ને “કમ્પ્યુટર” અથવા “કોમ્પ્યુટર” કહેતા હોય છે પણ તેનું સાચું ગુજરાતી નામ “સંગણક” છે.
  • સૌથી પહેલું કમ્પ્યુટરનું માઉસ લાકડાનું બનાવવામાં આવ્યું હતું જે “Douglas Engelbart” દ્વારા 1964માં આવ્યું હતું.
  • સૌથી પહેલું મિકેનિકલ કમ્પ્યુટર “ચાર્લ્સ બેબેજએ” બનાવ્યું હતું અને તેને કારણે ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા પણ કહેવામાં આવે છે.
  • દુનિયાની સૌથી પહેલી હાર્ડ ડિસ્ક માત્ર 5 MB ડેટા જ સ્ટોર કરી શક્તી હતી.

  • કીબોર્ડમાં “TYPEWRITER” એક એવો શબ્દ છે જે કીબોર્ડની પ્રથમ એક જ Row દ્વારા લખવામાં આવતો સૌથી મોટો શબ્દ છે. (તમે પણ કીબોર્ડમાં આ શબ્દ લખી જોવો અને તમને દેખાશે કે આ શબ્દ કીબોર્ડની એક જ Row દ્વારા લખાય છે.)
  • આજના સમયમાં પણ 86% ટકા જેટલા લોકો USBને કમ્પ્યુટરના પોર્ટમાં ઊંધું લગાવવાનો પ્રયન્ત કરે છે અને ફરી વખત તેને સરખું લગાવે છે.
  • દુનિયાનું સૌથી પહેલું ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું નામ ENIAC હતું જેને 15 ફેબ્રુઆરી 1946એ રજૂ કરવામાં આવ્યું હતું.
  • એક સામાન્ય માણસ 1 મિનિટમાં 20 વખત તેની આંખ ઝપકાવે છે પણ જે વ્યક્તિ કમ્પ્યુટર વાપરતો હોય અથવા તેની સામે બેઠો હોય તો તે સામાન્ય રીતે 1 મિનિટમાં 7 વખત તેની આંખો ઝપકાવે છે.
  • દર મહિને 6 હજારથી પણ વધારે કમ્પ્યુટર વાઇરસ બનાવવામાં આવે છે.
  • એવું અનુમાન લગાવવામાં આવે છે કોઈ વ્યક્તિ દરરોજ ટાઈપિંગ કરે તો તેની આંગળીઓ 20 કિલોમીટર સુધી ચાલતી હોય છે.
  • જ્યારે Windows નું પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ લાગુ ન થયું હતું ત્યાં સુધી તેનું નામ “Interface Manager” હતું ત્યારબાદ તેને Windows નામ આપવામાં આવ્યું હતું.
  • 1 TBની સૌપ્રથમ હાર્ડડિસ્ક બનાવનાર કંપનીનું નામ “Hitachi” હતું જે હાર્ડડિસ્ક 2007માં બનાવવામાં આવી હતી.

  • શું તમને ખબર છે કે કમ્પ્યુટર સૂચનો દ્વારા કામ કરે છે, જેવા સૂચનો હશે તેવી જ રીતે કમ્પ્યુટર પણ કામ કરશે, તેને તમે અલ્ગોરિધમ પણ કહી શકો છો. જો કમ્પ્યુટરમાં સેટ કરેલા અલ્ગોરિધમમાં થોડી પણ ભૂલ હશે તો કમ્પ્યુટર કોઈ પણ ટાસ્ક પણ નથી પૂરું કરી શકતું.
  • આપણે બધા જ લોકો કમ્પ્યુટરથી ઘેરાઈ ગયા છે, દરરોજ સવારે-રાત્રે તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ વગેરે કમ્પ્યુટરના જ ઉદાહરણ છે.
  • શું તમને ખબર છે કે RAM કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે, જો કમ્પ્યુટરમાં RAM નહિ હોય તો કમ્પ્યુટર ચાલી નહિ શકે.
  • તમે આજે એપલના કમ્પ્યુટર જોયા હશે પણ શું તમને ખબર છે કે એપલનું પહેલું કમ્પ્યુટર એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા જુના ભાગો ભેગા કરીને બનાવવામાં આવ્યું હતું.

તો મિત્રો આશા છે કે તમને આજે કમ્પ્યુટર વિશે ઘણી અનોખી જાણવા જેવી જાણકારી જાણવા મળી હશે, તમારો વિચાર જરૂર જણાવો અને તમારા મિત્રો સાથે પણ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આ નવી જાણકારી જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવી વાતો

🔗 ગૂગલ પર આ 8 વસ્તુઓ સર્ચ કરો અને પછી જોવો કમાલ

🔗 વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

🔗 ઇન્સ્ટાગ્રામ વિશે આ 10 રસપ્રદ વાતો તમારે જરૂર જાણવી જોઈએ

 🔗 સૌથી મોટી પ્રોફેશનલ સોશિયલ મીડિયા વેબસાઇટ Linkedin વિશે જાણવા જેવી વાતો