કમ્પ્યુટર 0 અને 1 બાઈનરી ભાષા કેવી રીતે સમજે છે?

ડેસ્કટોપ પીસી, લેપટોપ, ટેબલેટ, મોબાઇલ આપણે આવા ઘણા બધા ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ અને આ બધા જ કમ્પ્યુટર છે.

કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક્સ મશીન છે જે આપણાં ઇચ્છિત કાર્યો કરે છે પણ તમને ખબર છે? કે કમ્પ્યુટર ઇંગ્લિશ ભાષા નથી સમજતું.

કમ્પ્યુટર 0 અને 1 બાઈનરી ભાષા સમજે છે અને કમ્પ્યુટરમાં જે પણ કાર્યો થાય છે તે પણ 0 અને 1 બાઈનરી ભાષામાં જ થાય છે.

આજે હું તમને સરળ રીતે આ 0 અને 1 વિશે જણાવીશ કે કમ્પ્યુટર કેવી રીતે 0 અને 1 બાઈનરી ભાષાને સમજે છે.

કમ્પ્યુટર 0 અને 1 બાઈનરી ભાષા કેવી રીતે સમજે છે?

કમ્પ્યુટર 0 અને 1 બાઈનરી ભાષા કેવી રીતે સમજે છે?

0 અને 1 દ્વારા કમ્પ્યુટર આપણાં કોઈ પણ આદેશને સમજે છે, 0 અને 1 દ્વારા કમ્પ્યુટર પોતાના સ્ટોરેજમાં કોઈ પણ ડેટા સ્ટોર કરે છે, 0 અને 1 દ્વારા કમ્પ્યુટર કોઈ પ્રોસેસ પૂરી કરે છે.

આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કમ્પ્યુટરમાં બધુ ઇંગ્લિશમાં આપણને દેખાય છે પણ તે બધુ જ 0 અને 1 દ્વારા જ કમ્પ્યુટર સમજે છે.

જ્યારે આપણે માઉસ દ્વારા કમ્પ્યુટરમાં ક્લિક કરીએ છીએ ત્યારે પણ કમ્પ્યુટર 0 અને 1 દ્વારા તે કમાન્ડને સમજે છે.

કમ્પ્યુટરના પ્રોસેસરમાં ઘણા બધા નાના-નાના ટ્રાન્ઝિસ્ટર હોય છે જે ચાલુ અને બંધ થતાં હોય છે.

પ્રોસેસરમાં આવા અબજો ટ્રાન્ઝિસ્ટર આવેલા હોય છે જે ખૂબ જ નાના-નાના હોય છે, તે ડિજિટલ સિગ્નલને સમજે છે.

ડિજિટલ સિગ્નલ બંધ અથવા ચાલુ હોય છે, કમ્પ્યુટરની 2 સ્થિતિ છે જેમાં તેને પાવર મળે છે અને બીજામાં પાવર નથી મળતો એટલે ચાલુ અને બંધ.

ડિજિટલ સિગ્નલ

જ્યારે કમ્પ્યુટરમાં ચાલુ અને બંધ જ્યારે વારંવાર થાય છે ત્યારે તે એક ડિજિટલ સિગ્નલ બને છે જે તમે ઉપર જોઈ શકો છો. ચાલુ સ્થિતિ એટલે 1 અને બંધ સ્થિતિ એટલે 0.

હવે જ્યારે તમે માઉસ દ્વારા કોઈ કમાન્ડ આપશો ત્યારે તમારો એક ડિજિટલ સિગ્નલ પ્રોસેસરમાં જશે અને પ્રોસેસર તેને 0 અને 1 દ્વારા સમજશે અને તેના પર પ્રોસેસ કરશે.

ઉદાહરણ તરીકે તમે કમ્પ્યુટરમાં તમારું નામ લખ્યું તો તમારું નામ કમ્પ્યુટરને “01010110” આવી રીતે સમજાશે.

કમ્પ્યુટરના દરેક કાર્ય, તેના દરેક ડેટાના અલગ-અલગ બાઈનરી નંબર હોય છે જેમ કે 0 અને 1.

જ્યારે આપણે કમ્પ્યુટરમાં જે પણ કાર્ય કરે છે તો કમ્પ્યુટરના પ્રોસેસરને ડાઇરેક્ટ 0 અને 1 નો ડિજિટલ સિગ્નલ મળે છે અને જેવો સિગ્નલ હશે તે પ્રમાણે યુઝરને આઉટપુટ મળે છે.

કમ્પ્યુટરમાં ઓડિઓ, વિડિયો, ગેમ્સ, ફાઈલો વગેરે બધુ જ 0 અને 1 ના સ્વરૂપમાં સ્ટોર થાય છે. આ બધા ડેટાના અલગ-અલગ બાઈનરી નંબર હોય છે અને તે બધા અલગ-અલગ હોય છે અને આના દ્વારા કમ્પ્યુટર બધુ 0 અને 1 દ્વારા સમજે છે.

ઉદાહરણ તરીકે…

તમે ઘણી વખત ટ્રેનના હોર્ન સાંભડયા હશે અને બધા જ હોર્નનો ઉપયોગ અલગ-અલગ પરિસ્થિતિએ થાય છે અને તે અલગ-અલગ હોર્નના અવાજોના પણ અલગ-અલગ અર્થ છે.

તેવી જ રીતે બાઈનરી નંબરોની જોડ અને તે કેટલી સંખ્યામાં 0 અને 1 છે તે પ્રમાણે કમ્પ્યુટર 0 અને 1 ને સમજે છે. 

આશા છે કે તમને આજે કમ્પ્યુટરમાં 0 અને 1 બાઈનરી ભાષા વિશે બરાબર રીતે જાણવા મળ્યું, જો તમને કોઈ મૂંઝવણ હોય તો જરૂર કમેંટ કરીને પુછો, અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પૂરો પ્રયત્ન કરીશું.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: