કેનવા (Canva) એક ગ્રાફિક ડિઝાઇન ટૂલ છે જેમાં તમે સરસ-સરસ ચિત્રો બનાવી શકો છો, સોશિયલ મીડિયા માટે પોસ્ટ, પોસ્ટર, ડોક્યુમેંટ્સ, પ્રેજેંટેશન, ઈ-બૂક માટે કવર, બેનર, લોગો, કાર્ડ વગેરે જેવી અનેક વસ્તુને તમે કેનવામાં સરસ રીતે ડિઝાઇન અથવા એડિટ કરીને બનાવી શકો છો.
કેનવાને તમે મોબાઇલ એપ દ્વારા અથવા તેની વેબસાઇટ દ્વારા ડેસ્કટોપમાં ઉપયોગ કરી શકો છો. કેનવામાં ઘણા બધા પહેલાથી બનેલા ટેમ્પ્લેટ મળે છે જેના લીધે કોઈ પણ નવી વસ્તુ બનાવવી સરળ થઈ જાય છે.
આજે આપણે Canva વિશે ઘણી જાણવા જેવી જાણકારી જાણીશું જેને તમારે પણ જરૂર જાણવી જોઈએ અને જો તમે કેનવાનો ઉપયોગ કરો છો તો તમને જરૂર મજા આવશે.
કેનવા વિશે રસપ્રદ જાણકારી
- Canva ની શરૂઆત 2013માં થઈ હતી અને આ કંપની ઓસ્ટ્રેલિયાની છે જેનું હેડક્વોર્ટર હાલ સિડની, ઓસ્ટ્રેલિયામાં આવેલું છે.
- Canva નો ઉપયોગ તમે મફત પણ કરી શકો છો અને Canva સબ્સ્ક્રિપ્શન સર્વિસ પણ આપે છે જેમાં તમને વધારાના ફીચર્સ અને ઓપ્શન જોવા મળે છે જેના દ્વારા તમે વધારે સરસ કઈક નવું બનાવી શકો છો.
- કેનવાની શોધ ઓસ્ટ્રેલિયાના પર્થ (Perth) શહેરમાં થઈ હતી અને શું તમને ખબર છે કે જ્યારે કેનવા લોન્ચ થયું હતું ત્યારે તેના પ્રથમ વર્ષમાં જ 7.5 લાખ જેટલા યુઝર તેનો ઉપયોગ કરતાં હતા.
- ડિસેમ્બર 2019માં કેનવાએ એક એજ્યુકેશન પ્લાન (Canva for Education) પણ લોન્ચ કર્યો હતો જે વિધ્યાર્થી અને શિક્ષકો માટે હોય છે જેમાં વિધ્યાર્થી અને શિક્ષકો એક સાથે મળીને કામ કરી શકે અને તેમને વધારેના મટિરિયલ પણ આપવામાં આવે છે જે પ્લાન મફત છે.
- મે 2019માં કેનવાના 139 મિલ્યન યુઝરના ડેટા હેક થઈ ગયા હતા અને તેને કારણે કેનવાની બદનામી પણ થઈ હતી પણ તેમ છતાં કેનવાએ આ પરિસ્થિતીને સારી રીતે સંભાળી હતી.
- પ્રેજેંટેશન માર્કેટમાં પગ મૂકવા માટે કેનવાએ 2018માં એક પ્રેજેંટેશન સ્ટાર્ટઅપ Zeetings ને પણ ખરીદી લીધી હતી.
- મે 2019માં કેનવાએ Pexels.com અને Pixabay.com નામની ખૂબ મોટી સ્ટોક ફોટોગ્રાફી કંપનીઓને પણ ખરીદી લીધી હતી જેના કારણે કેનવા આ બંને વેબસાઇટ પરથી મફત ફોટા પોતાના પ્લૅટફૉર્મ પર લાવી શકે છે.
- કેનવાની શરૂઆત 3 લોકોએ કરી હતી જેમનું નામ છે : Melanie Perkins. Cameron Adams અને Cliff Obrecht
- એવું જાણવા મળ્યું છે કે કેનવાના પ્લૅટફૉર્મ પર દર એક સેકન્ડએ 50 જેટલી ડિઝાઇન બને છે.
- કેનવાને 2019માં ઓસ્ટ્રેલિયામાં Great Place to Work award પણ મળ્યો છે.
- કેનવાના દર મહિનાના 6 કરોડથી પણ વધારે વપરાશકર્તા છે અને અત્યાર સુધી 7 અબજથી વધારે ડિઝાઇન કેનવા પર બની ચૂકી છે.
- કેનવા હાલ 190 થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે અને 100 જેટલી ભાષાઓમાં સેવા આપે છે.
- કેનવામાં 2000 થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.
- કેનવાને 2019માં ગૂગલ પ્લે ઍવોર્ડ પણ મળી ગયો છે.
આજે આપણે કેનવા વિશે ઘણું જાણ્યું, જે લોકો ડિઝાઇન કરવામાં નવા છે તેમના માટે કેનવા સૌથી સારું પ્લૅટફૉર્મ છે કારણ કે અહી સરળ ઇન્ટરફેસ આપણને જોવા મળે છે.
કેનવા અત્યારે મોટા ભાગે બધા જ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે તેને કારણે તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
તમારા મિત્રો સાથે આ માહિતી શેર નહીં કરો? સારી માહિતી લાગે તો જરૂર શેર કરો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો :