કેવી રીતે જાણવું કે કોઈ ઈમેલ આઈડી સાચી છે કે ખોટી?

મિત્રો ઘણી વખત તમારી પાસે ઘણી બધી ઈમેલ આઈડી હોય છે અને તમારે જાણવું હોય છે કે શું તે ઈમેલ આઈડી સાચી છે કે ખોટી? આજે આપણે એક ટૂલનો ઉપયોગ કરીને જાણીશું કે કોઈ ઈમેલ આઈડી સાચી છે કે ખોટી.

જો તમને પહેલાથી જ ખબર પડશે કે કોઈ ઈમેલ આઈડી સાચી છે કે ખોટી તો તમને આઇડિયા પણ આવી જશે કે તમારે તે ઈમેલ આઈડી પર ઈમેલ કરવો જોઈએ કે નહીં અને આનાથી તમારો ટાઈમ પણ બચશે.

જો તમે કોઈ ખોટી ઈમેલ આઈડી પર ઈમેલ કર્યો હોય અને તમે તે ઈમેલના રિસ્પોન્સની રાહ જોતાં હોવ તો તમારો સમય ઘણો બરબાદ થઈ જાય છે.

તો ચાલો આજે આપણે સરળ રીત જાણીએ.

મોબાઇલમાં ઈમેલ આઈડી સાચી છે કે ખોટી તે કઈ રીતે જાણવું?

કોઈ ઈમેલ આઈડી સાચી છે કે ખોટી તે જાણવાની રીત

તમારા સ્માર્ટફોનમાં ગૂગલ એપ ખોલો.

  • સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં ગૂગલ એપ ખોલો.


ગૂગલમાં "email verify tutorialspoint" સર્ચ કરો

  • હવે ગૂગલમાં “email verify tutorialspoint” સર્ચ કરો અને પ્રથમ લિન્ક પર ક્લિક કરો.


 

  બોક્સમાં તમારો કોઈ ઈમેલ આઈડી ઉમેરો

  • હવે અહી બોક્સમાં તમારો કોઈ ઈમેલ આઈડી ઉમેરો અને “GO” પર ક્લિક કરો.


 

 જાણવા મળશે કે તે ઈમેલ આઈડી બરાબર છે કે નહીં

  • હવે તમને જાણવા મળશે કે તે ઈમેલ આઈડી બરાબર છે કે નહીં.
  • જો તમને જવાબમાં “exist” મેસેજ મળે તો એનો મતલબ તે ઈમેલ આઈડી ચાલુ છે અને તમે તેમાં ઈમેલ મોકલી શકો છો, પણ જો તેમાં “but do not exist” મેસેજ મળે તો તે ઈમેલ આઈડી કામ નથી કરતી.

આવી રીતે તમે કોઈ પણ ઈમેલ આઈડી વિશે જાણી શકો છો કે તે સાચી છે કે ખોટી, આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થઈ હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: