ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું? [સ્ક્રીનશોટ સાથે]

શું તમને ખબર છે કે તમે ક્રોમ બ્રાઉઝરમાં પોતાનું ડિફોલ્ટ સર્ચ એંજિન પણ બદલી શકો છો. આજે આપણે ક્રોમમાં ડિફોલ્ટ સર્ચ એંજિન બદલતા શિખીશું.

ગૂગલ (Google), બિંગ (Bing), યાહૂ (Yahoo), ડકડકગો (DuckDuckGo) અને ઇકોસિયા (Ecosia) એ સર્ચ એંજિનના ઉદાહરણ છે અને તમે પોતાના ક્રોમ બ્રાઉઝરમાં જે પણ સર્ચ કરો છો તે આ સર્ચ એંજિન દ્વારા જ સર્ચ થાય છે. જો તમારું ડિફોલ્ટ સર્ચ એંજિન ગૂગલ છે તો તમે તેની જગ્યાએ તમે બિંગ કે ઇકોસિયાને પણ ડિફોલ્ટ સેટ કરી શકો છો.

તમે જે પણ ક્રોમમાં સર્ચ કરશો તે ડિફોલ્ટ સેટ કરેલા સર્ચ એંજિન દ્વારા જ સર્ચ થશે જેમ કે ગૂગલ, યાહૂ અને ડકડકગો જેવામાં, એટલે ચાલો આપણે આજે જાણીએ કે ગૂગલ ક્રોમમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલાય? સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.

ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું?

ગૂગલ ક્રોમમાં ડિફોલ્ટ સર્ચ એંજિન બદલવાની રીત


મોબાઇલ માટે

 1. મોબાઇલમાં Chrome ખોલો અને જમણી બાજુ ઉપર આવેલા ፧ 3 ડોટ પર ક્લિક કરો.
  મોબાઇલમાં Chrome ખોલો અને જમણી બાજુ ઉપર આવેલા ፧ 3 ડોટ પર ક્લિક કરો.

 2. હવે થોડું નીચે Settings પર જઈને Basicsની નીચે Search engine પર ક્લિક કરો.
  હવે થોડું નીચે Settings પર જઈને Basicsની નીચે Search engine પર ક્લિક કરો.

 3. હવે પોતાના મનપસંદ સર્ચ એંજિન પર ક્લિક કરો અને તે સેટ થઈ જશે.
  હવે પોતાના મનપસંદ સર્ચ એંજિન પર ક્લિક કરો અને તે સેટ થઈ જશે.

હવે તમે જ્યારે મોબાઇલમાં ક્રોમ દ્વારા કઈ પણ સર્ચ કરશો તો તે ડિફોલ્ટ સેટ કરેલા સર્ચ એંજિન દ્વારા સર્ચ થશે.


🔗 ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?

🔗 ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવવો?


ડેસ્કટોપ માટે

 1. સૌપ્રથમ Chrome બ્રાઉઝર ખોલો અને જમણી બાજુ આવેલા ፧ 3 ડોટ પર ક્લિક કરીને Settings પર ક્લિક કરો.
  સૌપ્રથમ Chrome બ્રાઉઝર ખોલો અને જમણી બાજુ આવેલા ፧ 3 ડોટ પર ક્લિક કરીને Settings પર ક્લિક કરો.

 2. ડાબી બાજુ Search engine પર ક્લિક કરો અને Search engine સેક્શનમાં પહેલા ઓપ્શનમાં જ તમને સર્ચ એંજિન બદલવાનું ડ્રોપ ડાઉન મેનૂ મળશે.
  ડાબી બાજુ Search engine પર ક્લિક કરો અને Search engine સેક્શનમાં પહેલા ઓપ્શનમાં જ તમને સર્ચ એંજિન બદલવાનું ડ્રોપ ડાઉન મેનૂ મળશે.

 3. તમે Manage search engines પર ક્લિક કરીને અન્ય સર્ચ એંજિન પણ ઉમેરી શકો છો.
  તમે Manage search engines પર ક્લિક કરીને અન્ય સર્ચ એંજિન પણ ઉમેરી શકો છો.

 4. હવે તમે પોતાનું મનપસંદ સર્ચ એંજિન સિલેક્ટ કરી શકો છો.
  હવે તમે પોતાનું મનપસંદ સર્ચ એંજિન સિલેક્ટ કરી શકો છો.

સર્ચ એંજિન ડ્રોપ ડાઉન મેનૂ દ્વારા સિલેક્ટ કર્યા બાદ આવી રીતે તમારું ડિફોલ્ટ સર્ચ એંજિન બદલાઈ જશે અને તમે પોતાના ક્રોમ બ્રાઉઝરમાં જે પણ સર્ચ કરશો તે સેટ કરેલા ડિફોલ્ટ સર્ચ એંજિન દ્વારા સર્ચ થશે.

આશા છે કે હવે તમને મોબાઇલ અને ડેસ્કટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન બદલતા આવડી ગયું હશે. તમને આ પોસ્ટ ગમી હોય તો તમે અમારી નીચેની અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 કમ્પ્યુટર એટલે શું?

🔗 WWW એટલે શું?

🔗 ઈનપુટ ડિવાઇસ એટલે શુ?

🔗 ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું?