ક્રોમ બ્રાઉઝરમાં લાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવું?

મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં એક “લાઇટ મોડ (Lite Mode)” નામનું ફીચર આપવામાં આવે છે જે માત્ર Android ડિવાઇસમાં આવતા Chrome બ્રાઉઝરમાં ઉપલબ્ધ હોય છે.

જ્યારે તમે ક્રોમ બ્રાઉઝરમાં આ લાઇટ મોડ ચાલુ કરીને વેબસાઈટોની મુલાકાત લો છો ત્યારે ગૂગલ તે વેબસાઇટને વધારે સરળ બનાવીને તમારા વેબ બ્રાઉઝરમાં જલ્દી ખોલવામાં મદદ કરે છે.

લાઇટ મોડને કારણે સરળતાથી વેબપેજ ખૂલે છે અને તમારા ઇન્ટરનેટ ડેટાની પણ બચત થાય છે, આજે આપણે જાણીશું કે તમે કઈ રીતે ક્રોમ બ્રાઉઝરમાં લાઇટ મોડ ચાલુ કરી શકો છો.

ક્રોમ બ્રાઉઝરમાં લાઈટ મોડ કેવી રીતે ચાલુ કરવું?

ક્રોમ બ્રાઉઝરમાં લાઇટ મોડ ચાલુ કરવાની રીત

સૌપ્રથમ Chrome બ્રાઉઝર ખોલો.

  • સૌપ્રથમ Chrome બ્રાઉઝર ખોલો.

ત્રણ ટપકા પર ક્લિક કરો.

  • હવે ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરો.
Settings પર ક્લિક કરો.
  • હવે Settings પર ક્લિક કરો.

Lite mode પર ક્લિક કરો.

  • હવે Lite mode પર ક્લિક કરો.

Lite mode ના ઓપ્શનને ચાલુ કરો.

  • હવે Lite mode ના ઓપ્શનને ચાલુ કરો.

આ રીતે તમે તમારા ક્રોમ બ્રાઉઝરમાં સરળતાથી લાઇટ મોડને ચાલુ કરી શકો છો. તમે જોઈ પણ શકશો કે ક્રોમ બ્રાઉઝરમાં તમારો કેટલો ઇન્ટરનેટ ડેટા વપરાયેલો છે અને કેટલા ડેટાની બચત થઈ છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: