ક્લબહાઉસ એપ શું છે? કેવી રીતે કામ કરે છે? – જાણો Clubhouse વિશે પૂરી જાણકારી

મિત્રો, આપણે અત્યાર સુધી ઇન્ટરનેટ પર ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોયા જેમાં ફોટો શેરિંગ માટે ઇન્સ્ટાગ્રામ, દુનિયાના ખૂણા-ખૂણાના લોકો સાથે જોડાવા માટે ફેસબુક, વિડિયો જોવા માટે યૂટ્યૂબ, પોતાના વિચારોને શેર કરવા માટે ટ્વિટર તેવી જ રીતે આજે આપણે એક નવા પ્લેટફોર્મ વિશે વાત કરવાના છીએ જે ઓડિઓ ઉપર કામ કરે છે.

આજે આપણે ઓડિઓ બેસ્ડ એપ ક્લબહાઉસ (Clubhouse) વિશે વાત કરવાના છીએ જેના વિશે ઘણા લોકોને નથી ખબર તો આજે આપણે જાણીશું કે આ ક્લબહાઉસ એપ શું છે? ક્લબહાઉસ કેવી રીતે કામ કરે છે? તેના વિશે વગેરે માહિતી તમને જાણવા મળશે.

ક્લબહાઉસ વિશે પૂરી જાણકારી


ક્લબહાઉસ એપ શું છે? – What is Clubhouse app in gujarati?

ક્લબહાઉસ ( Clubhouse) એક ઓડિઓ બેસ્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેમાં ઘણા બધા યુઝર એક સાથે વોઇસ દ્વારા વાત-ચિત કરી શકે છે. જેવી રીતે આપણે 10 મિત્રો ભેગા મળીને વાતો કરીએ છે તેવી જ રીતે અહી લોકો ક્લબહાઉસ દ્વારા પોતાના અવાજ દ્વારા એક બીજા સાથે કમ્યુનિકેશન કરી શકે છે.

ક્લબહાઉસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણે ખાલી પોતાના અવાજ દ્વારા જ વાત-ચિત કરી શકીએ છીએ જેના માટે અહી Roomની સુવિધા આપવામાં આવે છે.

સૌપ્રથમ ક્લબહાઉસ એપ Alpha Exploration Co. ના Paul Davison અને Rohan Seth દ્વારા iOS માટે લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ ક્લબહાઉસ એપ Android માટે પણ ઉપલબ્ધ છે.

ક્લબહાઉસ એપ અત્યારે Invite Only એપ છે એટલે કે તેનો ઉપયોગ આપણે આમંત્રણ મળે ત્યારે જ કરી શકીશું, જો તમારો મિત્ર ક્લબહાઉસ એપ વાપરતો હોય તો તમે તેને ક્લબહાઉસ એપનું આમંત્રણ મોકલવાનું કહી શકો છો અથવા તમે જાતે એપ ઇન્સ્ટોલ કરીને તેમાં રજીસ્ટર કરી શકો છો જેથી તમને થોડા જ સમયમાં અકાઉંટ બની ગયા બાદ એપ વાપરવા જરૂર મળશે.


ક્લબહાઉસ કેવી રીતે કામ કરે છે?

જેવી રીતે આપણે વોટ્સએપમાં વોઇસ મેસેજ મોકલીએ છે તેવી જ રીતે આપણે ક્લબહાઉસમાં વોઇસ દ્વારા વાત-ચિત કરી શકીએ છે, વોટ્સએપમાં આપણે વોઇસ ચેટને પહેલા રિકોર્ડ કરવું પડે છે અને પછી મોકલવું પડે છે પણ ક્લબહાઉસમાં તમે લાઈવ પોતાના મિત્રો સાથે વોઇસ દ્વારા વાત-ચિત કરી શકો છો.

અહી વોટ્સએપની જેમ વોઇસને રિકોર્ડ નથી કરવો પડતો, બસ રૂમમાં જોડાવાનું હોય છે અને ડાઇરેક્ટ લાઈવ વાત કરવાની હોય છે.

જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વિડિયો કોલમાં વાત કરીએ છે તેવી જ રીતે અહી આપણે એક રૂમ બનાવીને લાઈવ બધાને આમંત્રણ આપીને વોઇસ દ્વારા વાત-ચિત કરી શકીએ છે, આમાં ખાલી એક બીજાને તમારી પ્રોફાઇલ ફોટો જ દેખાશે બાકી બીજા લોકો તમારો અવાજ સાંભળી શકે છે.

Clubhouse app homescreen

ક્લબહાઉસ એપની હોમ સ્ક્રીનમાં તમને ઘણા બધા રૂમ દેખાય છે અને એ રૂમમાં લોકો ભાગ લઈને એક બીજા સાથે વોઇસ દ્વારા વાત-ચિત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું રૂમ બનાવી શકે છે અને તેને પ્રાઇવેટ અથવા પબ્લિક કરી શકે છે. તમે બીજાના રૂમમાં પણ જોડાઈ શકો છો જે તમને હોમસ્ક્રીનમાં દેખાય છે.

ક્લબહાઉસમાં એક બીજાને ફોલો કરવાનું પણ ઓપ્શન આવે છે જેનાથી લોકો પોતાના ફેવરેટ વ્યક્તિને ફોલો કરી શકે છે.

આશા છે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે આ ક્લબહાઉસ એપ કામ કેવી રીતે કરે છે.


ક્લબહાઉસમાં અકાઉંટ કેવી રીતે બનાવવું?

તમે ક્લબહાઉસ એપને એન્ડ્રોઇડના પ્લેસ્ટોરથી અને આઇફોનના એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. તમારે ખાલી clubhouse સર્ચ કરવાનું છે અને તે એપને ઇન્સ્ટોલ કરવાની છે.

તેના પર અકાઉંટ બનાવવાની રીત ખૂબ સિમ્પલ છે.

Get Your Username પર ક્લિક કરો.

 • સૌપ્રથમ એપ ખોલો અને Get Your Username પર ક્લિક કરો.


હવે મોબાઇલ નંબર લખો અને Next દબાવો.

 • હવે મોબાઇલ નંબર લખો અને Next દબાવો.


OTP કોડ

 • હવે OTP કોડ લખો જે તમને તમારા મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવશે. પછી Next દબાવો.


તમારું પૂરું નામ લખો

 • હવે તમારું પૂરું નામ લખો, પહેલામાં તમારું નામ અને પાછળ તમારી અટક લખો ત્યારબાદ Next દબાવો.


હવે સૌથી અલગ યુઝરનેમ લખો અને Next દબાવો.

 • હવે સૌથી અલગ યુઝરનેમ લખો અને Next દબાવો.


અકાઉંટ તૈયાર થાય ત્યારે તમને ટેક્સ્ટ મોકલવામાં આવશે.

 • હવે તમારી સામે સ્ક્રીન આવશે જેમાં બતાવવામાં આવશે કે તમારું અકાઉંટ તૈયાર થાય ત્યારે તમને ટેક્સ્ટ મોકલવામાં આવશે.

મે જ્યારે અકાઉંટ બનાવ્યું ત્યારે મારી સામે પણ આવું જ આવ્યું હતું અને મે ઘડીએ-ઘડીએ તેમાં સાઇન ઇન કર્યું ત્યારે કદાચ તેમને મારૂ અકાઉંટ તૈયાર કરી દીધું હશે અને મે 15 મિનિટ પછી એપ ખોલી તો મને પ્રોફાઇલ સેટ-અપ કરવાનો ઓપ્શન આવી ગયો હતો અને મે પ્રોફાઇલ સેટ-અપ કર્યા વગર આગળ વધ્યો અને બધુ Skip કરી દીધું અને પાછળથી મે પ્રોફાઇલ સેટ-અપ કરી દીધી હતી.


ક્લબહાઉસના ટોપ ફીચર્સ

ક્લબહાઉસમાં તમને ખૂબ મસ્ત-મસ્ત ફીચર્સ મળે છે જેના વિશે હું તમને નીચે જણાવું છુ જે તમને જરૂર ખૂબ પસંદ આવશે.

 • ક્લબહાઉસના એક રૂમમાં 5000 જેટલા વ્યક્તિઓ આવી શકે છે.
 • ક્લબહાઉસમાં તમે પોતાની પ્રોફાઇલ સેટ-અપ કરી શકો છો.
 • ક્લબહાઉસમાં તમે અલગ-અલગ પબ્લિક રૂમમાં જોડાઈ શકો છો અને તેમાં વાર્તાલાપ પણ કરી શકો છો.
 • ક્લબહાઉસમાં તમે પોતાના પ્રિય વ્યક્તિઓને સર્ચ કરી શકો છો અને તેમને ફોલો કરી શકો છો અને જો તેઓ પોતાના ફોલોવર્સ માટે રૂમ બનાવે તો તમે તેમાં ભાગ લઈ શકો છો.
 • ક્લબહાઉસમાં તમે કોઈ રૂમના મોડરેટર પણ બની શકો છો અને બીજા લોકોને ધ્યાનમાં રાખી શકો છો.
 • ક્લબહાઉસમાં તમારે અન્ય રૂમમાં બોલવું હોય તો તમે તેમાં હાથનું બટન દબાવીને બોલવાની પરવાનગી પણ માંગી શકો છો, હાથ બટન પર ક્લિક કરવું તેનો અર્થ એ થાય કે તમે એ રૂમમાં બોલવા માટે હાથ ઊંચો કર્યો.
 • તમે અહી જાહેર લોકો માટે, પોતાના ફોલોવર્સ માટે અને પ્રાઇવેટ રૂમ જેમાં તમે જેને આમંત્રણ આપો એ જ લોકો રૂમમાં આવી શકે તેવા રૂમ બનાવી શકો છો.
 • ક્લબહાઉસમાં તમને હોમસ્ક્રીનમાં રૂમ બનાવવાનો ઓપ્શન મળે છે જેનાથી તમે રૂમ બનાવી શકો છો.


ક્લબહાઉસમાં રૂમ કેવી રીતે બનાવવું?

+Start a room પર ક્લિક કરો.

 • ક્લબહાઉસમાં રૂમ બનાવવા માટે +Start a room પર ક્લિક કરો.


Select Room Type

 • હવે તમારે કોના માટે ગ્રુપ બનાવવું છે તે પસંદ કરો જેમાં Open એટલે જાહેર લોકો માટે જેમાં બધા જ લોકો જોડાઈ શકે છે, Social એટલે તમારા ફોલોવર્સ માટે અને Closed એટલે તમે જેને આમંત્રણ આપો એ જ લોકો જોડાઈ શકે છે. આ પસંદ કરો અને તમે Closedની ઉપર Add Topic પર ક્લિક કરીને રૂમનું નામ પણ રાખી શકો છો.


જેને આમંત્રણ મોકલવું છે તેમને પસંદ કરો અને Done પર ક્લિક કરો.

 • હવે તમારે જેને આમંત્રણ મોકલવું છે તેમને પસંદ કરો અને Done પર ક્લિક કરો.


Let's go પર ક્લિક કરો અને તમારું રૂમ બની જશે.
 • હવે Let’s go પર ક્લિક કરો અને તમારું રૂમ બની જશે.


Clubhouse room in gujarati

 • હવે અહીથી તમે અન્ય લોકોના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને તેમને મ્યુટ કે અનમ્યુટ કરી શકો છો, તેમને મોડરેટર અથવા ઓડીઅન્સ બનાવી શકો છો. તમે પોતાના માઇકને પણ મ્યુટ કે અનમ્યુટ કરી શકો છો.

મિત્રો, આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, તમે તમારા મિત્રો સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તેમને પણ આ જાણકારી જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?

મોબાઇલમાં રિવર્સ ચાર્જિંગ શું હોય છે?

મોબાઇલ હેંગ થવાના કારણો અને તેના ઉપાયો

ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શું છે?

એડ્રેસ બાર શું છે?