ક્લાઉડ સ્ટોરેજ એટલે શું? – Cloud Storage વિશે પૂરી જાણકારી

અત્યારના સમયમાં બધા જ કામ ઓનલાઇન ઇન્ટરનેટ દ્વારા થવા માંડ્યા છે જેમાં આપણે ઇન્ટરનેટ પરથી ઘણો બધો ડેટા ડાઉનલોડ કરતાં હોઈએ છીએ જેમાં તમારા ઓફિસનો ડેટા કે સ્કૂલ કે કોલેજ વગેરેનું મટિરિયલ હોય છે.

હવે ઘણી વખત તમે ઘણું બધુ વોટ્સએપ, ઈમેલ, ટેલિગ્રામ વગેરે પરથી ડાઉનલોડ કરતાં હોવ છો અને તમારું સ્ટોરેજ પૂરું ભરાઈ જાય છે તો આ સ્ટોરેજને પછી આપડે ખાલી કરવું પડે છે અને જૂનો ડેટા ડિલીટ કરીને નવો ડેટા સ્ટોર કરવો હોય છે પણ શું તમને ખબર છે કે હવે ક્લાઉડ સ્ટોરેજને કારણે તમને કોઈ દિવસ સ્ટોરેજ ભરાઈ જવાની પ્રોબ્લેમ નથી રહેતી.

આજે આપણે ક્લાઉડ સ્ટોરેજ (Cloud Storage) વિશે જાણીશું કે ક્લાઉડ સ્ટોરેજ શું છે? ક્લાઉડ સ્ટોરેજના પ્રકાર જેવી વગેરે ક્લાઉડ સ્ટોરેજ વિશે જાણકારી જાણીશું.

ક્લાઉડ સ્ટોરેજ એટલે શું?

ક્લાઉડ સ્ટોરેજ એટલે શું? – What is Cloud Storage in Gujarati?

ક્લાઉડ સ્ટોરેજ ક્લાઉડ કમ્પ્યૂટિંગનું એક મોડેલ હોય છે જેમાં તમે તમારો ડેટા ક્લાઉડ (ઇન્ટરનેટ) દ્વારા કોઈ રિમોટ સર્વર પર સ્ટોર કરો છો અને તે સર્વર ક્લાઉડ સ્ટોરેજ સેવા આપતી કંપનીઓ પ્રદાન કરે છે અને આપણે જે ડેટા તેમના સર્વરમાં સ્ટોર કરીએ છે તો તેને સાચવવાની જવાબદારી તે ક્લાઉડ સ્ટોરેજ સેવા આપતી કંપનીઓની હોય છે.

અત્યારે ક્લાઉડ સ્ટોરેજ સેવા આપતી કંપનીનું ઉદાહરણ લઈએ તો તેમાં ગૂગલ ડ્રાઇવ (Google Drive), મીડિયાફાયર (Mediafire) અને વનડ્રાઇવ (Onedrive) જેવી વગેરે સર્વિસ છે.

જેમ આપણે પોતાના મેમરી કાર્ડ કે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર કરીએ છીએ તેવી જ રીતે આપણે ઇન્ટરનેટ દ્વારા તેમના સર્વરમાં આપણાં ડેટાને સ્ટોર કરવા માટે તે ડેટાને અપલોડ કરવા પડે છે અને જ્યારે તે ડેટાની જરૂર પડે ત્યારે આપણે તેને એક્સેસ અને ડાઉનલોડ કરી શકીએ છીએ.

હવે તમને ખબર પડી ગઈ હશે કે ક્લાઉડ સ્ટોરેજ શું હોય છે.

વ્યક્તિગત ઉપયોગ માટે સૌથી સારા ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મ

ક્લાઉડ સ્ટોરેજ માટે ઘણા બધા પ્લૅટફૉર્મ છે જેમાં તમે અમુક પ્લૅટફૉર્મને મફત પણ ઉપયોગ કરી શકો છો અને અમુક પ્લૅટફૉર્મ માટે તમારે ચાર્જ પણ આપવો પડે છે.

સર્વિસનું નામ:

મફત પ્લાન મુખ્ય વેબસાઇટ

ગૂગલ ડ્રાઇવ (Google Drive)

15 GB સ્ટોરેજ

drive.google.com

વન ડ્રાઇવ (Onedrive)

5 GB સ્ટોરેજ

onedrive.com

મીડિયાફાયર (Mediafire)

10 GB સ્ટોરેજ

www.mediafire.com

ડ્રોપબોક્સ (Dropbox)

2 GB સ્ટોરેજ

www.dropbox.com

ઉપર જેટલી પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે તેને તમે તેમની મુખ્ય વેબસાઇટ પરથી વપરાશ કરી શકો છો અને તમારી પાસે જે ડિવાઇસ છે તેને અનુરૂપ તેમની એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

જો તમારે વધારે સ્ટોરેજની જરૂર હોય તો ઉપર જણાવેલી સર્વિસ દ્વારા તમે પૈસા આપીને પણ વધારે સ્ટોરેજ ખરીદી શકો છો અને તમને વધારે સારી સર્વિસ આપવામાં આવે છે.

ક્લાઉડ સ્ટોરેજ સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો?

ક્લાઉડ સ્ટોરેજ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે સારી ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મને શોધવું પડશે અને તેમાં અકાઉંટ બનાવીને તમે તેમની વેબસાઇટ દ્વારા પોતાની કોઈ પણ ફાઈલો અપલોડ કરી શકો છો અને તેને એક્સેસ પણ કરી શકો છો.

તમારે તે વેબસાઇટના પ્લાન અને પોલિસી પણ ચેક કરવી જોઈએ જેથી તમને પાછળથી કોઈ નુકસાન ન થાય. જો તમારે પોતાની કંપની માટે ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ જોઈએ તો તેમના ધંધા માટેના પણ પ્લાન હોય છે.

ક્લાઉડ સ્ટોરેજના પ્રકાર – Types of Cloud Storage in Gujarati

ક્લાઉડ સ્ટોરેજના 4 પ્રકાર છે જે નીચે પ્રમાણે છે:

 1. પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ
 2. પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ
 3. પ્રાઇવેટ ક્લાઉડ સ્ટોરેજ
 4. હાઇબ્રિડ ક્લાઉડ સ્ટોરેજ

પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ (Personal Cloud)

પર્સનલ ક્લાઉડ સ્ટોરેજ પબ્લિક ક્લાઉડ સ્ટોરેજનો જ એક ભાગ હોય છે જેમાં યુઝરને તેનો એક્સેસ એક આઈડી અને પાસવર્ડ દ્વારા મળે છે અને તેમાં અમુક લિમિટ સુધી મફત ડેટા સ્ટોર કરી શકાય છે. તેમાં વધારે સ્ટોરેજ ખરીદી પણ શકાય છે અને ડેટાને સિંક પણ કરી શકાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ગૂગલ ડ્રાઇવ કહી શકાય છે.

પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ (Public Cloud)

પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ સામાન્ય યુઝર માટે નથી હોતું, પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ મોટી-મોટી કંપનીઓ કે સંસ્થાઓ માટે હોય છે જે ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડર પાસેથી સર્વિસને ખરીદે છે અને તે કંપનીનો ડેટા ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડર જ મેનેજ અને સુરક્ષિત રાખે છે.

પ્રાઇવેટ ક્લાઉડ સ્ટોરેજ (Private Cloud)

પ્રાઇવેટ ક્લાઉડ સ્ટોરેજમાં ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે જેમાં તે ડેટાને જે કંપની કે સંસ્થા સર્વિસને ખરીદે છે તો તેના જ ડેટા સેન્ટરમાં તે ડેટા સ્ટોર કરવામાં આવે છે પણ તેને મેનેજ કરવાનું કામ ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડરનું હોય છે.

હાઇબ્રિડ ક્લાઉડ સ્ટોરેજ (Hybrid Cloud)

હાઇબ્રિડ ક્લાઉડ સ્ટોરેજ પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડ સ્ટોરેજનું મિશ્રણ હોય છે જેમાં એક બાજુ કંપનીનું લોકલ સ્ટોરેજ હોય છે અને બીજી બાજુ ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડરનું રિમોટ સ્ટોરેજ હોય છે તો એ બંને જોડાયેલા હોય છે.

ક્લાઉડ સ્ટોરેજના ફાયદા અને નુકસાન

ક્લાઉડ સ્ટોરેજના ફાયદા

 • ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર કરેલા ડેટા સરળતાથી એક્સેસ કરી શકાય છે.
 • આ ડેટા દુનિયાના કોઈ પણ ખૂણેથી એક્સેસ થાય છે.
 • ક્લાઉડ સ્ટોરેજમાં જે વ્યક્તિ કે કોઈ કંપનીને જેટલી સ્ટોરેજ જોઈએ તો તેને તેના આધારે એટલા જ પૈસા ખર્ચવાના હોય છે.
 • કંપનીઓ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરે તો તેમણે ડેટા સેન્ટરને ચાલુ રાખવા માટે 24 કલાક વીજળીની જરૂર પડતી નથી તેથી વીજળીનો ખર્ચો બચી જાય છે.
 • આમાં ડેટાને સુરક્ષિત અને મેનેજ કરવાની જવાબદારી ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડરની હોય છે.
 • ક્લાઉડ સ્ટોરેજમાં સ્ટોર કરેલા ડેટાની અલગ-અલગ કોપી હોય છે તેને લીધે તે ડેટા રિકવર કરી શકાય છે.
 • ક્લાઉડ સ્ટોરેજમાં ડેટા દુનિયાના અલગ-અલગ ડેટા સેન્ટરમાં કોપીના સ્વરૂપમાં સ્ટોર હોય છે જેથી એક ડેટા સેન્ટરને નુકસાન થાય તો પણ તમારો ડેટા સુરક્ષિત હોય છે.
 • ક્લાઉડ સ્ટોરેજને તમે તમારા મોબાઇલથી લઈને કમ્પ્યુટર સુધી બધા ડિવાઇસમાં ઉપયોગ કરી શકો છો.

ક્લાઉડ સ્ટોરેજના નુકસાન

 • જો તમારી પાસે સારું ઇન્ટરનેટ કનેક્શન છે તો જ તમે ક્લાઉડ સ્ટોરેજ સેવાનો સરખો લાભ લઈ શકો છો.
 • જો તમે સારી ક્લાઉડ સ્ટોરેજ સેવાનો ઉપયોગ ન કરો તો તમારો ડેટા અસુરક્ષિત હોય છે.

તો મિત્રો આજે આપણે ક્લાઉડ સ્ટોરેજ વિશે જાણ્યું અને તમને જરૂર આજે કઈક નવું જાણવાની મજા આવી હશે. તમારા વિચાર જરૂર જણાવો અને તમારા મિત્રો સાથે પણ આ જાણકારી શેર કરો જેથી તેમને પણ ક્લાઉડ સ્ટોરેજ વિશે  તમારી જેમ કઈક નવું જાણવા મળે.

FAQ

ક્લાઉડ સ્ટોરેજ કેમ લોકપ્રિય છે?

કારણ કે ક્લાઉડ સ્ટોરેજ દ્વારા તમે તમારા ડેટાને કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકો છો અને તેને ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડર સુરક્ષિત રાખે છે અને તમારા ડિવાઇસમાં અલગથી મેમરી કાર્ડ કે હાર્ડ ડિસ્ક લગાવવાની જરૂર હોતી નથી.

ક્લાઉડ સ્ટોરેજ અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં શું ફરક છે?

ક્લાઉડ સ્ટોરેજમાં તમે ક્લાઉડ દ્વારા કોઈ સર્વરનો ઉપયોગ સ્ટોરેજ માટે કરો છો અને ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં તમે કોઈ સર્વરનો રિસોર્સ, નેટવર્ક સ્પીડ અને તેની પાવર વગેરે ઉપયોગ કરો છો.

અમારી અન્ય પોસ્ટ: