ક્વોરાનો પાસવર્ડ યાદ ન હોય તો તેને રીસેટ કેવી રીતે કરવું?

મિત્રો ક્વોરા (Quora) એક સવાલ-જવાબનું એક ખૂબ મોટું પ્લૅટફૉર્મ છે અને આ પ્લૅટફૉર્મને ઘણા લોકો ઉપયોગ કરે છે.

ઘણા લોકો આમાં એકાઉન્ટ બનાવીને પોતાનો પાસવર્ડ ભૂલી જાય છે તો આજે હું તેના માટે સોલ્યુશન લઈને આવ્યો છુ. જો તમને ક્વોરા પરની તમારી ઈમેલ આઈડી યાદ હોય તો તમે તેની મદદથી પોતાના પાસવર્ડને રીસેટ કરી શકો છો.

પાસવર્ડને રીસેટ કરશો તો તમે નવો પાસવર્ડ બનાવીને તેમાં ઉમેરી શકશો અને નવા પાસવર્ડને તમે યાદ કરી રાખજો જેથી તમે ફરી વખત ક્વોરાને કોઈ પણ ડિવાઇસમાં ખોલી શકો.

ચાલો જાણીએ કે ક્વોરાનો પાસવર્ડ તમને યાદ ન હોય તો તેને રીસેટ કરવાની સરળ રીત.

ક્વોરાના પાસવર્ડને રીસેટ કરવાની રીત

ક્વોરાના પાસવર્ડને રીસેટ કરવાની રીત

તમે ક્વોરા પર એકાઉન્ટ બનાવતી વખતે જે ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો તે તમને યાદ હોવો જરૂરી છે કારણ કે તે ઈમેલ આઈડી પર તમને ક્વોરા તરફથી એક લિન્ક મોકલવામાં આવશે જેના પર ક્લિક કરવાથી તમારો ક્વોરા પાસવર્ડ રીસેટ થઈ જશે.

ક્વોરા લૉગ ઇન પેજ ખોલો

  • સૌથી પહેલા quora.com વેબસાઇટ કે તેની એપ ખોલો અને ત્યાં Login સેક્શનમાં ઈમેલ આઈડી ઉમેરો અને Forgot Password પર ક્લિક કરો.

 ક્વોરામાં રીસેટ ઈમેલ આઈડી ઉમેરો

  • હવે અહી તમારું એજ ઈમેલ આઈડી ફરી ઉમેરો અને Captcha ને ભરો અને તમને જે ઓપ્શન ટીક કરવા માટે આપે તે ટીક કરીને Verify કરો.

ક્વોરાના પાસવર્ડને રીસેટ કરવા માટે લિન્ક

  • હવે તમારા ઈમેલનું Inbox ચેક કરો જેમાં ક્વોરા તરફથી ઈમેલ આવ્યો હશે, તેમાં એક રીસેટ લિન્ક આપી હશે તો તેના પર ક્લિક કરો.

 ક્વોરા પર પાસવર્ડને રીસેટ કરો

  • હવે અહી New Password માં તમારો નવો પાસવર્ડ ઉમેરો અને Confirm Password માં પણ તમારો એજ નવો પાસવર્ડ ઉમેરો અને Reset Password પર ક્લિક કરો.

આવી રીતે ક્વોરામાં તમારો જૂનો પાસવર્ડ Reset થઈ જશે અને નવો પાસવર્ડ સેટ થઈ જશે અને તમે તમારી ઇચ્છાથી ક્વોરાને કોઈ પણ ડિવાઇસમાં લૉગ ઇન કરીને ઉપયોગ કરી શકો છો.

આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે અને તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરવાનું ન ભૂલતા.

અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-