સવાલ-જવાબની વેબસાઇટ ક્વોરામાં આપણે પોતાનો ઘણો સમય સરસ-સરસ જવાબો વાંચવામાં પસાર કરતાં હોઈએ છીએ. તમને ઘણી વખત સારા જવાબો મળતા હોય છે પણ તમારે તે જવાબો સેવ અથવા સ્ક્રીનશોટ લેવા હોય છે જેનાથી તમે તે જવાબોને પછી પાછળથી વાંચી શકો.
પણ ક્વોરામાં તમે કોઈ પણ જવાબને બૂકમાર્ક (Bookmark) પણ કરી શકો છો. તમે જે જવાબને બૂકમાર્ક કરશો પછી એ જવાબ તમારા ક્વોરા એકાઉન્ટની બૂકમાર્ક લિસ્ટમાં સેવ થઈ જશે અને તમે પછી પાછળથી તે બૂકમાર્ક કરેલા જવાબોને વાંચી શકો છો.
તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે ક્વોરાના જવાબોને બૂકમાર્ક કરી શકો.

ક્વોરાની મોબાઇલ એપમાં જવાબો બૂકમાર્ક કરવાની રીત
Step 1: સૌપ્રથમ Quora એપ ખોલો અને હવે કોઈ પણ જવાબની બાજુમાં આવેલા ત્રણ ટપકા પર ક્લિક કરો.
Step 2: હવે બૂકમાર્ક પર ક્લિક કરો.
આ રીતે તમારો તે જવાબ બૂકમાર્ક લિસ્ટમાં શામેલ થઈ જશે.
ક્વોરા વેબસાઇટમાં જવાબો બૂકમાર્ક કેવી રીતે કરવા?
કોઈ પણ જવાબની બાજુમાં આપેલા 3 ટપકા પર ક્લિક કરો અને બૂકમાર્ક બટન પર ક્લિક કરો.
આ રીતે તમારો તે જવાબ ડેસ્કટોપ ક્વોરામાં પણ બૂકમાર્ક થઈ જશે.
બૂકમાર્ક લિસ્ટ જોવા માટે શું કરવું?
મોબાઇલ એપમાં

તમારે પોતાના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરવાનું છે અને બૂકમાર્ક્સ પર ક્લિક કરવાનું છે. આનાથી તમને તમારા બૂકમાર્ક કરેલા બધા જ જવાબો મળી જશે.
ડેસ્કટોપ માટે
તમારે ક્વોરાની ડેસ્કટોપ વર્ઝન વેબસાઇટમાં પણ પોતાના પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને બૂકમાર્ક્સ પર ક્લિક કરવાનું છે અને બૂકમાર્ક કરેલા જવાબો આવી જશે.
આશા છે કે આ જવાબ તમને ઉપયોગી થશે અને હવે તમે ક્વોરા પર ઉપયોગી જવાબોને સાચવી શકશો.
અન્ય પોસ્ટ પણ વાંચો: