ક્વોરામાં હવે અનામી રીતે તમે જવાબ નહીં લખી શકો

ક્વોરામાં હવે અનામી રીતે તમે જવાબ નહીં લખી શકો

ક્વોરા (Quora) એક સવાલ-જવાબની મોટી વેબસાઇટ છે જ્યાં તમે પ્રોફાઇલ બનાવીને સવાલ-જવાબ લખી શકો છો.

પહેલા તમે ક્વોરામાં અનામી રીતે સવાલ અને જવાબ બંને પૂછી શકતા હતા, તેનો અર્થ કે તમે અનામી રીતે સવાલ-જવાબ કરો તો તમારું નામ તે કન્ટેન્ટ સાથે જોડાયેલુ નહીં હોય, તે અનામી રહેશે

ક્વોરાએ પહેલા તો અનામી રીતે સવાલ લખવાનું ફીચર બંધ કરી દીધું અને હવે તેઓ અનામી રીતે જવાબ લખવાનું ફીચર પણ બંધ કરી રહ્યા છે. આના વિશે તેમની ક્વોરા પોસ્ટ દ્વારા જાણવા મળ્યું.

હવે યુઝર અજાણી રીતે ક્વોરામાં જવાબો નહીં લખી શકે, તમે ક્વોરામાં એક બીજું એકાઉન્ટ બનાવીને તેમાં પોતાની ઓળખ બતાવ્યા વગર સવાલ-જવાબ કરી શકો છો.

ક્વોરાએ જણાવ્યુ છે કે અઠવાડિયામાં આ નિયમ લાગુ થઈ જશે, અનામી રીતે જે યુઝરએ જવાબ લખ્યા હતા તેમને એક લિન્ક પણ મળતી હતી જેના દ્વારા તેઓ અનામી જવાબોને એડિટ કરી શકતા હતા.

આ નિયમ લાગુ થયા બાદ તમે તે લિન્ક દ્વારા પણ જવાબને એડિટ નહીં કરી શકો, ક્વોરાએ જણાવ્યુ છે કે આનાથી જે જવાબો નિયમોને તોડતા હતા તેને રોકવું સહેલું પડશે.

જો તમે ક્વોરાનો ઉપયોગ કરો છો તો તમને આ ફીચર વિશે જરૂર ખ્યાલ હશે, તમારા શું વિચારો છે એ જરૂર જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-