જ્યારે આપણાં મગજમાં કોઈ પણ સવાલ આવે ત્યારે આપણે તેને કોઈ પણ સર્ચ એંજિનમાં સર્ચ કરીએ છીએ અને અત્યારે સર્ચ એંજિનનું નામ જ ગૂગલ થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે કોઈના પણ મગજમાં કોઈ સવાલ આવે ત્યારે તે ડાઇરેક્ટ ગૂગલ પર જાય છે.
ગૂગલ તો એક સર્ચ એંજિન છે પણ આજે આપણે એક સવાલ-જવાબની વેબસાઇટ વિશે વાત કરવાના છે જે તમારા બધા જ સવાલોના જવાબો આપે છે. તેનું નામ ક્વોરા (Quora) છે. ક્વોરા પ્લૅટફૉર્મ પૂરું તેના યુઝર પર આધારિત છે.
તો ચાલો આજે આપણે ક્વોરા વિશે પૂરી જાણકારી જાણીશું કે ક્વોરા શું છે? તેની શરૂઆત ક્યારે થઈ? તેનું ભવિષ્ય શું હશે અને આ પ્લૅટફૉર્મના ફાયદા વગેરે વિશે માહિતી જાણીશું.
ક્વોરા શું છે?
ક્વોરા એક સવાલ-જવાબ માટેની એક લોકપ્રિય વેબસાઇટ છે જ્યાં અમુક યુઝર સવાલ પૂછે છે અને તે સવાલનો જવાબ પણ પ્લૅટફૉર્મના જ યુઝર આપે છે. સવાલ પૂછનાર વ્યક્તિ પણ પોતાના સવાલનો જવાબ આપી શકે છે. ક્વોરા એક સવાલ-જવાબ માટે ઘણું મોટું પ્લૅટફૉર્મ છે.
ક્વોરા પર તમને અલગ-અલગ વિષય પણ મળે છે જેને તમે ફોલો કરી શકો છો અને ત્યારબાદ તમારી ફીડમાં તે વિષયને લગતા જવાબો આવવા માંડશે અને તમે તેને વાંચી શકશો. ક્વોરા પર તમને મંચ (Space) પણ જોવા મળે છે જે એક બ્લોગ જેવુ જ હોય છે જેને તમે પોતાના રસ પ્રમાણે ફોલો કરી શકો છો.
ક્વોરા પર જવાબ લખનારને લેખક તરીકે ગણવામાં આવે છે. ક્વોરા પર એવા ઘણા લેખકો છે જે પોતાની ફિલ્ડમાં ખૂબ જ નિષ્ણાંત હોય છે અને તેઓ પણ આ પ્લૅટફૉર્મ પર સવાલોના જવાબ આપે છે જેથી લોકોને કઈક નવું જાણવા મળે છે.
ક્વોરા પર તમે કોઈ પણ યુઝરની પ્રોફાઇલ, મંચ કે વિષયને ફોલો કરી શકો છો. આ એક સોશિયલ પ્લૅટફૉર્મ છે જ્યાં અલગ-અલગ જગ્યાના લોકો એક-બીજા સાથે સવાલ-જવાબ કરે છે અને એક-બીજાને ઓળખે પણ છે.
ક્વોરા દ્વારા તમે સવાલો પૂછીને લોકોના વિચારો કે મંતવ્યો જાણી શકો છો અને જેનાથી તમે બધુ સમજી શકો છો.
ક્વોરાની શરૂઆત
ક્વોરાની શરૂઆત જૂન 2009માં જ થઈ ગઈ હતી પણ જાહેર જનતા માટે આ વેબસાઇટને 21 જૂન 2010 એ ઉપલબ્ધ કરવામાં આવી હતી. ક્વોરાની શોધ 2 ભુતપૂર્વ ફેસબુક કર્મચારી Adam D’ Angelo અને Charlie Cheever એ જૂન 2009માં કરી હતી.
આ પ્લૅટફૉર્મનું નામ Quora છે અને આ નામ પાછળ તેના સ્થાપકોએ ઘણી મહેનત કરી હતી. તેમને જેટલા નામ યાદ આવ્યા અને વિચારો કર્યા અને મિત્રો સાથે વાત-ચિત કરી, જેટલું શક્ય થાય એટલા તેમને આઇડિયા લખ્યા અને તેમાથી ઘણા નામો કાઢ્યા અને તેમાથી 5-6 નામો ફાઇનલ કર્યા અને તેમાથી Quora નામ નક્કી થયું.
આ પ્લૅટફૉર્મ માટે Quora નામ તેમને ફાઇનલ કર્યું પણ શું તમને ખબર કે Quora ની સામેનું સ્પર્ધક નામ Quiver હતું.
ક્વોરાની શરૂઆત થોડી મુશ્કેલ હતી કારણ કે જ્યારે તેમની વેબસાઇટ લોકપ્રિય થતી હતી ત્યારે તેમને વધારે ટ્રાફિક હેન્ડલ કરવું મુશ્કેલ હતું અને તેમની વેબસાઇટ પણ જલ્દી લોડ ન થતી હતી.
ક્વોરાએ ધીમે-ધીમે શરૂઆત કરી અને ક્વોરાએ પોતાના પ્લૅટફૉર્મને અલગ-અલગ ભાષાઓમાં પણ વિભાજિત કર્યું અને ભારતની પણ ઘણી બધી ભાષાઓમાં ક્વોરા ઉપલબ્ધ છે જેમ કે આપણી માતૃભાષા ગુજરાતી અને હિન્દી, મરાઠી, તામિલ જેવી વગેરે ઘણી ભાષાઓમાં ક્વોરા અત્યારે ઉપલબ્ધ છે.
ક્વોરાનો ઉપયોગ કેવી રીતે કરવો?
ક્વોરાની તમે મોબાઇલ એપ ડાઉનલોડ કરી શકો છો જે Android અને iOS બંને ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. તમે કમ્પ્યુટર કે લેપટોપમાં તેમની વેબસાઇટ વેબ બ્રાઉઝરમાં ખોલીને ઉપયોગ કરી શકો છો.
તમે મોબાઇલના પણ વેબ બ્રાઉઝરમાં ક્વોરા ઉપયોગ કરી શકો છો, તેનું મુખ્ય એડ્રેસ https://www.quora.com છે.
ક્વોરાના ફીચર્સ
હવે આપણે ક્વોરાના વિવિધ ફીચર્સ વિશે વાત કરીશું.
- ક્વોરા પર સરસ મજાના ફોટા સાથે, વિડિયો એમ્બેડ કરીને, સ્ત્રોત સાથે તમે જવાબો લખી શકો છો.
- ક્વોરા પર તમે સવાલો પૂછી શકો છો, સાથે તે સવાલ કયા વિષય પર આધારિત છે તે જણાવી શકો જેથી તમારો સવાલ યોગ્ય લોકો સુધી પહોચી શકે અને તે સવાલોની તમે અલગ-અલગ લોકોને વિનંતી પણ મોકલી શકો છો.
- ક્વોરા પર તમે પોતાનું એક મંચ (Space) બનાવી શકો છો અને તેમાં પોસ્ટ લખી શકો છો.
- ક્વોરા પર તમે પોતાની રુચિ પ્રમાણે અલગ-અલગ વિષયોને ફોલો કરી શકો છો અને તે વિષયને લગતું કન્ટેન્ટ વાંચી શકો છો.
- ક્વોરા 24 ભાષાઓમાં ઉપલબ્ધ છે તો તમે ક્વોરાને અલગ-અલગ ભાષાઓમાં ઉપયોગ કરી શકો છો.
- ક્વોરા પર તમે પોતાના મનગમતા લેખકની નોટિફિકેશન ચાલુ કરી શકો છો જેથી તેમના નવા જવાબો અને કન્ટેન્ટની નોટિફિકેશન તમને મળશે.
- ક્વોરા પર તમે એક-બીજાને મેસેજ પણ કરી શકો છો.
- તમે ક્વોરા પર જેટલું લખાણ લખ્યું અને સવાલો પૂછ્યા તે વગેરેના Views તમે Stats દ્વારા જાણી શકો છો.
- ક્વોરા પર તમને 2 પ્રકારની ફીડ જોવા મળે છે, Home ફીડમાં તમારા રસ પ્રમાણે જવાબો વાંચવા મળે છે અને Following ફીડમાં તમને જેમને ફોલો કરો છો એમનું કન્ટેન્ટ તમને વાંચવા મળે છે.
- ક્વોરા પર તમે મંચ બનાવીને પૈસા પણ કમાઈ શકો છો. (હાલ આ ઇંગ્લિશ ક્વોરા પર ઉપલબ્ધ છે.)
- ક્વોરા પર તમને એક સર્ચ એંજિન પણ જોવા મળે છે જેમાં તમે કઈ પણ સવાલ સર્ચ કરી શકો છો.
ક્વોરા પર આવા તમને ઘણા બધા ફીચર્સ મળે છે જે બીજી કોઈ વેબસાઇટથી અલગ હોય છે.
ક્વોરાની વિશેષતાઓ
- તમે અહી ક્વોરા પર સારા-સારા જવાબો લખીને લોકપ્રિય પણ થઈ શકો છો.
- તમે એક-બીજા સાથે નવી-નવી ઓળખાણ અને સારું કનેક્શન બનાવી શકો છો.
- તમે લોકોના વિચારો જાણીને ઘણું બધુ શીખી શકો છો.
- તમને પોતાના રસ પ્રમાણેના ઘણા બધા વિષય મળે છે જેને તમે ફોલો કરી શકો છો અને કન્ટેન્ટ વાંચી શકો છો.
- ક્વોરા દ્વારા તમને પ્રેરણા મળે છે અને સારું માર્ગદર્શન પણ મળે છે.
આવી ઘણી વિશેષતાઓ તમને ક્વોરા પર જોવા મળે છે.
ક્વોરા પર કમાણી કઈ રીતે કરવી?
- ક્વોરા પર તમે મંચ બનાવીને તેમાં Space subscription પ્રોગ્રામ ચાલુ કરીને કમાણી કરી શકો છો.
- ક્વોરા પર તમે મંચમાં Ad revenue sharing પ્રોગ્રામ ચાલુ કરીને પણ કમાણી કરી શકો છો.
- ક્વોરા પર તમે મંચમાં જ Quora+ revenue sharing પ્રોગ્રામ ચાલુ કરીને કમાણી કરી શકો છો.
- ક્વોરા પર તમે સવાલો પૂછીને પણ પૈસા કમાઈ શકો છો જેને Quora Partner Program (QPP) કહેવાય છે પણ આ પ્રોગ્રામમાં જોડાવવાની કોઈ Official જાણકારી નથી મળી.
ક્વોરાનું ભવિષ્ય શું હશે?
પૂરું ક્વોરા તેના યુઝર પર જ આધારિત છે કારણ કે ક્વોરા પર યુઝર જ સવાલ આપે છે અને જવાબ પણ યુઝર આપે છે અને મંચમાં પોસ્ટ પણ યુઝર લખે છે તો આવી રીતે સમજી શકાય કે જો ક્વોરા પર યુઝર ન રહે તો પ્લૅટફૉર્મનું ભવિષ્ય ખરાબ હશે.
જો ક્વોરા તેના પ્લૅટફૉર્મ પર સારું યોગદાન આપતા લોકોને પ્રોત્સાહન આપતું રહેશે અને ખરાબ ગુણવત્તા વાળા કન્ટેન્ટ પર એક્શન લઈને પ્લૅટફૉર્મને સારું બનાવશે તો જરૂર ક્વોરા ભવિષ્યમાં ખૂબ મોટું પ્લૅટફૉર્મ બનશે.
એક બાજુ લોકોને વિડિયો જોવાનું ગમે છે અને બીજી બાજુ લખાણ વાંચવાનું પણ ગમે છે અને જો લોકોને એક-બીજાના વિચારો જાણવાની તક મળે તો ક્વોરા બેસ્ટ પ્લૅટફૉર્મ છે અને આવી રીતે ક્વોરાનું ભવિષ્ય સારું જ હશે.
આશા છે કે આ પોસ્ટમાં તમને ક્વોરા વિશે સરસ મજાની જાણકારી મળી હશે.
તમે આવી જ જાણકારી જાણવા માટે 7600940342 વોટ્સએપ નંબર Hii મેસેજ મોકલીને અમારી સાથે જોડાઈ શકો છો અને મારી નવી પોસ્ટની અપડેટ જલ્દી મેળવી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-