ગૂગલએ આઈફોનના એપસ્ટોરમાં લોન્ચ કરી “Switch to Android” એપ

 

Switch to Android app

મિત્રો ઘણા બધા લોકો આઈફોનનો ઉપયોગ કરે છે અને તેમાંથી ઘણા લોકોને Android ફોનનો ઉપયોગ કરવો હોય છે અને તે માટે તેઓને પોતાના આઈફોનના ડેટાને એન્ડ્રોઇડ ફોનમાં ટ્રાન્સફર કરવાની જરૂર હોય છે.

આઈફોનમાં તેમના ફોટા, વિડિઓ, ઓડિયો, ડોક્યુમેન્ટ્સ જેવા વગેરે ડેટા હોય છે અને પહેલા આઈફોનના ડેટાને એન્ડ્રોઇડ ફોનમાં લઇ જવું થોડું મુશ્કેલ હતું અને તમારે કેબલનો ઉપયોગ કરવો પડતો હતો.

હવે ગૂગલએ પોતાની એક “Switch to Android” નામની એપ iOS ના એપસ્ટોરમાં લોન્ચ કરી છે. આનાથી તમે કોઈ પણ કેબલ વગર વાયરલેસ પોતાના ડેટાને આઈફોનમાંથી એન્ડ્રોઇડમાં ટ્રાન્સફર કરી શકો છો.