ગૂગલના ક્લાઉડ સ્ટોરેજમાં 5 TBનો નવો પ્લાન આવ્યો..!!

ગૂગલએ સ્ટોરેજ માટે રજૂ કર્યો નવો પ્લાન
  • અત્યાર સુધી આપણે Google Photos માં અનલિમિટેડ ફોટા અપલોડ કરી શકતા હતા પણ ગૂગલએ હવે જૂન મહિનામાં તેની લિમિટ 15 GB કરી અને હવે તે સ્ટોરેજ આપણું Gmail અને અન્ય ગૂગલ સર્વિસ સાથેનું હોય છે.
  • જેથી આપણું 15 GB જલ્દી ભરાય છે. આપણે વધારે સ્ટોરેજ લેવા માટે Google One નું સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે અને તેમાં અત્યાર સુધી મુખ્ય 3 પ્લાન છે.
  • Google One માં સ્ટોરેજ માટે મુખ્ય 3 પ્લાન છે જેમાં Basic, Standard અને Premium.
  • Basic પ્લાનમાં તમારે 100 GB સ્ટોરેજ માટે 130 રૂપિયા દર મહિને આપવા પડે છે.
  • Standard પ્લાનમાં 200 GB સ્ટોરેજ માટે 210 રૂપિયા દર મહિને આપવા પડે છે.
  • Premium પ્લાનમાં 2 TB સ્ટોરેજ માટે 650 રૂપિયા દર મહિને આપવા પડે છે.
  • હવે 2 TB પછી ડાઇરેક્ટ 10 TB નો પ્લાન છે અને 2 TB અને 10 TB વચ્ચે ઘણો ફરક હોવાથી ગૂગલએ હવે 5 TB નો નવો પ્લાન રજૂ કર્યો છે.
  • 5 TB માટે તમારે 1649 રૂપિયા દર મહિને આપવા પડે છે અને તેમાં ગૂગલ એક્સપર્ટનો એક્સેસ મળે છે, તમે તમારા પરિવારના સભ્યોને ઉમેરી શકો, Android માટે VPN પણ મળે છે.
  • તો ગૂગલએ આવી રીતે 5 TB નો નવો પ્લાન ઉમેરીને લોકોને રાહત આપી છે કારણ કે જેને 2 TB થી વધારે સ્ટોરેજ જોઈએ તેઓ આ 5 TB નો પ્લાન લઈ શકે અને તેમને 10 TB નો પ્લાન ન લેવો પડે.
  • જેમને 10 TB થી ઓછો પ્લાન જોઈએ તેવો 5 TB નો પ્લાન લઈ શકે અને તેમને 2 TB પ્લાન ન લેવો પડે.

આશા છે કે તમને આ ટેક સમાચાર પસંદ આવ્યા હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-