ગૂગલનું મલ્ટી-સર્ચ, પ્લેસ્ટોરમાં જૂની એપ્સ, વોટ્સએપમાં પોલ, ગૂગલ મીટ, ટ્વિટર અનમેન્શન

 

ટોપ ટેક્નોલૉજી સમાચાર: 9/4/2022

ટોપ ટેક્નોલૉજી સમાચાર: 9/4/2022

ગૂગલનું મલ્ટી-સર્ચ ફીચર

ગૂગલએ પોતાના લેન્સ પ્લૅટફૉર્મમાં મલ્ટી-સર્ચનો ઓપ્શન ઉમેર્યો છે, જ્યારે તમે ગૂગલ લેન્સમાં ફોટો કેપ્ચર કરીને તેને સર્ચ કરો છો તો હવે તમે ફોટો સર્ચ કર્યા બાદ તેની સાથે જ કઈક બીજું લખીને સર્ચ કરી શકો છો. 

ઉદાહરણ: તમે એક કપડાંનો ફોટો ગૂગલ લેન્સમાં સર્ચ કર્યો અને હવે તે કપડું કાળા કલરનું છે અને તમારે લીલા કલરના કપડાં જોઈએ તો તમે તે ફોટાની સાથે કલર લખશો તો તમને લીલા કલરના કપડાં જોવા મળશે.

ગૂગલ પ્લેસ્ટોરમાં જૂની એપ્સ

ગૂગલ હવે પોતાના પ્લેસ્ટોરમાં જૂની ઘણી બધી એપ્લિકેશનને કાઢી રહી છે જે કેટલાય વર્ષોથી અપડેટ નથી થઈ, તેમાં કઈક નવું નથી આવ્યું અને જે યુઝરની પ્રાઈવસીને પણ નુકસાન પહોચાડી શકે છે.

આનાથી યુઝરને પ્લેસ્ટોરમાં એપ શોધવામાં સરળતા રહેશે, તેમણે સારી એપ વધારે જોવા મળશે જે રેગ્યુલર અપડેટ થાય છે.

વોટ્સએપમાં Poll નું ટેસ્ટિંગ

વોટ્સએપ iOS પ્લૅટફૉર્મમાં Poll ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર આપણને ટેલિગ્રામમાં પણ જોવા મળે છે, કદાચ વોટ્સએપ પણ આ ફીચર લાવી શકે છે.

ગૂગલ ડિસ્કવરમાં લાઈકની ગણતરીનું ટેસ્ટિંગ

ગૂગલ હવે પોતાના Discover ફીચરમાં આપણને જેટલા આર્ટીકલ દેખાય છે તેમાં કેટલા લાઈક થયા તેની ગણતરી બતાવવા માટેનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, આનાથી યુઝરને ફાયદો થશે કે કયું આર્ટીકલ સારું છે એ જાણવામાં.

ગૂગલ મીટનું નવું ફીચર

ગૂગલ મીટમાં હવે એક નવું ફીચર આવશે જેમાં જ્યારે તમે કોઈ મિટિંગમાં હોવ અને મિટિંગ બૅકગ્રાઉન્ડમાં ચાલતી હોય અને મિટિંગ પત્યા બાદ બધા જ લોકો નિકડી જાય અને તમે એક જ મિટિંગમાં હોવ તો ગૂગલ તમને 5 મિનિટ પછી એક રિમાઇન્ડર આપશે કે તમારે મિટિંગમાં રહેવું છે કે નહીં?

જો તમે જવાબ નહીં આપો તો 2 મિનિટ પછી ગૂગલ મીટમાથી તમે ઓટોમેટિક નિકડી જશો, આ ફિચર ડિફોલ્ટ રીતે ચાલુ જ રહેશે પણ તમે તેને કંટ્રોલ કરી શકો છો Settings > General માં જઈને.

હાલ આ ફીચર ગૂગલ મીટ ડેસ્કટોપ અને iOS માટે હશે.

ટ્વિટરનું અનમેન્શન ફીચર

જ્યારે તમે ટ્વિટરમાં કોઈ ચર્ચામાં હોવ અને લોકો તમને મેન્શન કરીને રિપ્લાઇ કરતાં હોવ તો તેની એક ચેન બને છે અને તમને ટેગ કરતાં હોય તો તેના કારણે તમને ઘણી નોટિફિકેશન પણ આવતી હોય છે,

પણ ટ્વિટર એક ફીચર ટેસ્ટ કરી રહ્યું છે જેમાં તમે પોતાને તે ટ્વિટર ચર્ચામાથી અન-મેન્શન કરી શકો છો જેનાથી લોકો તમને મેન્શન કરશે પણ તે મેન્શન થશે નહીં અને તમને નોટિફિકેશન પણ નહીં આવે.