મિત્રો તમે જ્યારે તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ ખોલીને કઈ પણ વસ્તુ સર્ચ કરતાં હોય ત્યારે ગૂગલ તમને ઘણા બધા પરિણામ આપે છે અને ઘણા બધા પરિણામ એક સાથે મળે ત્યારે તમે અલગ-અલગ વેબ પેજને બ્રાઉઝરના નવા-નવા ટેબમાં ખોલો છે.
જો તમે એક જ ટેબમાં ગૂગલના પરિણામ પર ક્લિક કરીને જશો તો તમારે બીજા પરિણામ પર જવા માટે ગૂગલ પર તમારે પાછું આવવું પડે છે તેને લીધે તમે બધા જ પરિણામને નવા ટેબમાં ખોલો છો.
ઘણા લોકો ગૂગલમાં બતાવેલા પરિણામને નવા ટેબમાં ખોલવા માટે તેના પર માઉસ દ્વારા રાઇટ ક્લિક કરીને Open Link in New Tab પર ક્લિક કરે છે, પણ મિત્રો હું તમને જણાવી દઉં કે આ રીત તમારો ઘણો સમય લે છે અને તમારે ઘડીએ-ઘડીએ માઉસનું બટન દબાવવું પડે છે.
આજે આપણે એવી 2 રીત જાણીશું જેની મદદથી તમે ગૂગલ પર કોઈ પણ વસ્તુ સર્ચ કરશો તો બતાવેલા પરિણામને એક જ ક્લિકમાં નવા ટેબમાં ખોલી શકશો.
ગૂગલમાં બતાવેલા પરિણામને નવા ટેબમાં ડાઇરેક્ટ ખોલવાની રીત
રીત નંબર 1
તમે જ્યારે પણ ગૂગલ પર સર્ચ કરો ત્યારે તમને જે પરિણામ દેખાય, તે પરિણામને નવા ટેબમાં ડાઇરેક્ટ ખોલવા માટે તમે કીબોર્ડનું Ctrl બટન અને માઉસનું ડાબું બટન એક સાથે દબાવો.
ટૂંકમાં કહું તો પહેલા Ctrl બટન દબાવો અને હવે તમારે જે પરિણામ નવા ટેબમાં ખોલવું હોય તો તેના પર માઉસનું ડાબું ક્લિક કરો.
આવી રીતે તમારું તે પરિણામ નવા ટેબમાં ખુલશે.
રીત નંબર 2
આ રીતની મદદથી તમે ડાઇરેક્ટ ગૂગલમાં કોઈ પણ પરિણામ પર ક્લિક કરશો તો તે નવા ટેબમાં જ ખુલશે.
ચાલો જાણીએ સરળ રીત
- સૌપ્રથમ google.com વેબસાઇટ ખોલો અને જમણી બાજુ નીચે ખૂણામાં Settings પર ક્લિક કરો.
- હવે Search Settings પર ક્લિક કરો.
- હવે “Where results open” સેક્શનમાં નીચે ટીક કરો અને Save બટન પર ક્લિક કરી દો.
તો મિત્રો આવી રીતે તમે ફરી વખત જ્યારે ગૂગલમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરશો અને તમે જે પણ પરિણામ ખોલશો તે તમારા બ્રાઉઝરના નવા ટેબમાં જ ખુલશે.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે તમે 7600940342 વોટ્સએપ નંબર પર Hi મેસેજ મોકલીને અમારી સાથે જોડાઈ શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
- 2 કમ્પ્યુટર વચ્ચે Ethernet કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા?
- મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું? (સ્ક્રીનશોટ સાથે)
- ટેલિગ્રામ પર કોઈ પણ વ્યક્તિને બ્લોક કેવી રીતે કરવું? (6 પગલાં)
- વોટ્સએપમાં નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કેવી રીતે મોકલવો?
- વેક્સિન લગાવ્યા બાદ મોબાઇલમાં તેનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું?