આજે ડાર્ક મોડ બધા જ ડિવાઇસ અને મોબાઇલ એપમાં આવવા માંડી છે અને ગૂગલે પણ તેના સર્ચ એંજિનમાં ડાર્ક મોડ ચાલુ કર્યો છે એટ્લે આજે આપણે જાણીશું કે ગૂગલમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? આનાથી તમે ગૂગલ પર રાત્રે પણ સર્ચ કરશો તો તમારી આંખને ઓછું નુકસાન થશે અને તમારી બેટરી પણ બચશે.
ગૂગલમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય?
હું તમને સૌથી પહેલા કમ્પ્યુટરના બ્રાઉજરમાં તમે જે ગૂગલ વાપરો છો એમાં ડાર્ક મોડ ચાલુ કરવાના સ્ટેપ બતાવીશ અને ત્યાર બાદ ગૂગલની મોબાઇલ પર ડાર્ક મોડ ચાલુ કરવાની રીત બતાવીશ. હજુ ડાર્ક મોડ ફીચર બધા જ ગૂગલ યુઝર પાસે નથી આવ્યું એટલે જો તમને આ ફીચર ન મળ્યું હોય તો તમારે અત્યારે રાહ જોવી પડશે.
કમ્પ્યુટર વાળા ગૂગલમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત
- સૌથી પહેલા કમ્પ્યુટરમાં કોઈ બ્રાઉઝર ખોલો.
- પછી google.com વેબસાઇટ ખોલો.
- પછી જમણી બાજુ નીચે Setting પર ક્લિક કરો.
- પછી Search Setting પર ક્લિક કરો.
- પછી નીચે Appearance વાળા સેક્શનમાં જાવો.
- પછી Dark Theme પર ક્લિક કરો.
- નીચે ભૂરા કલરનું Save બટન દબાવો.
હવે કમ્પ્યુટરમાં ગૂગલ સર્ચ એંજિન કાળા કલરનું થઈ જશે એટલે ડાર્ક મોડ ચાલુ થઈ જશે.
ગૂગલ એપમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત:-
- સૌપ્રથમ Google એપને અપડેટ કરો.
- પછી ગૂગલ એપ ખોલો.
- ત્યાં નીચે More પર ક્લિક કરો.
- પછી Setting પર ક્લિક કરો.
- પછી General પર ક્લિક કરો.
- પછી થોડા નીચે જાવો અને Theme પર ક્લિક કરો.
- પછી Dark પર ક્લિક કરો.
હવે ગૂગલની એપમાં પણ ડાર્ક મોડ ફીચર ચાલુ થઈ જશે. જો તમને હજુ પણ આ ડાર્ક મોડ ફીચર ન મળ્યો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હજુ આ ફીચર બધા ને નથી મળ્યો એટલે ધીરે-ધીરે તમને પણ આ ફીચર મળી જશે.
આશા છે કે ગૂગલમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? એ તમને આવડી ગયું હશે અને કમ્પ્યુટર અને ગૂગલની મોબાઇલ એપમાં આ ફીચર ખૂબ સારું કામ કરશે એટ્લે જો તમારો કોઈ હજુ સવાલ હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો.