ગૂગલમાં “I’m Feeling Lucky” નામનું બટન કેમ આપેલું છે?

તમે જ્યારે ગૂગલ સર્ચ એંજિનનો ઉપયોગ કરો છો ત્યારે તમે તેના સર્ચ બોક્સની નીચે 2 બટનો જરૂર જોયા હશે જેમાં પહેલું “Google Search” અને બીજું   “I’m Feeling Lucky“. આ બંને બટનોમાંથી તમે પહેલા બટનનો ઉપયોગ ઘડીએ-ઘડીએ કરતાં હશો પણ તમને બીજું બટન “I’m Feeling Lucky” વિશે નહીં ખબર હોય કે આનો ઉપયોગ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.

આ પોસ્ટમાં આપણે જાણીશું કે આ ગૂગલનું “I’m Feeling Lucky” વાળા બટનનું શું કામ છે અને તેનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? શું તમને ખબર છે કે આ બટનથી ગૂગલને 110 $ મિલ્યનથી વધારે ડોલરનું નુકસાન પણ થાય છે, તો ચાલો આપણે આના વિશે વધારે માહિતી જાણીએ.

ગૂગલમાં "I'm Feeling Lucky" નામનું બટન કેમ આપેલું છે?

“I’m Feeling Lucky” બટનનો ઉપયોગ

જ્યારે તમે ગૂગલમાં કોઈ શબ્દ લખીને આ I’m Feeling Lucky વાળું બટન દબાવો છો ત્યારે ગૂગલ તમારા પરિણામ પેજને બાયપાસ કરીને તમને ડાઇરેક્ટ પહેલા પેજ પર લઈ જાય છે, એટલે કે જ્યારે તમે કઈક સર્ચ કરો છે ત્યારે તમને જે પરિણામની લિસ્ટ બતાવવામાં આવે છે તેને ગૂગલનું આ બટન બાયપાસ કરી દે છે.

ઉદાહરણ તરીકે માની લો કે તમારે Youtube સર્ચ કરવું છે એટલે તમે ગૂગલ પર યૂટ્યૂબ સર્ચ કરશો અને તમારી સામે પરિણામનું પેજ આવશે.

આ પરિણામ પેજમાં તમને સૌથી પહેલા યૂટ્યૂબની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે અને ત્યારબાદ તમને ઓફિશિયલ વેબસાઇટની નીચે યૂટ્યૂબને લગતા પરિણામ જોવા મળશે.

હવે જો તમે ગૂગલમાં Youtube લખીને I’m Feeling Lucky બટન દબાવશો તો ગૂગલ પર તે સર્ચ કરતાં જે પહેલી વેબસાઇટ આવે તેના પર તમને ગૂગલ આ બટનની મદદથી ડાઇરેક્ટ લઈ જશે.

એટલે આપણે ગૂગલ પર Youtube સર્ચ કરીએ તો પહેલા નંબર પર Youtube ની ઓફિશિયલ વેબસાઇટ આવે છે એટલે ગૂગલ પર તમે Youtube લખીને I’m Feeling Lucky બટન દબાવશો તો ગૂગલ તમને યૂટ્યૂબની ઓફિશિયલ વેબસાઇટ પર ડાઇરેક્ટ લઈ જશે.

આવી રીતે ગૂગલ પર કોઈ પણ શબ્દ લખીને I’am Feeling Button દબાવવાથી ગૂગલ તમને સૌથી પહેલા નંબરના પરિણામ પર ડાઇરેક્ટ લઈ જશે.

I’m Feeling Lucky બટનથી થતું નુકસાન

મિત્રો, શું તમને ખબર છે કે ગૂગલને આ બટનથી નુકસાન પણ થાય છે. આપણે આ બટનથી ડાઇરેક્ટ પહેલા નંબરની વેબસાઇટ પર જઈ શકીએ છે પણ તેનાથી ગૂગલને 110 મિલ્યન ડોલરથી વધારે ડોલરનું નુકસાન દર વર્ષે થાય છે.

2007માં “Sargey Brin” ના એક ઇન્ટરવ્યૂ દ્વારા ખબર પડી હતી કે ગૂગલના 1 % ટકા યુઝર આ બટનનો ઉપયોગ કરે છે. જેમાં દર વર્ષે 110 મિલ્યન ડોલર કે તેનાથી વધારે ડોલરનું નુકસાન થાય છે.

તેનું મુખ્ય કારણ છે કે જ્યારે આપણે ગૂગલ પર સર્ચ કરીએ છે ત્યારે આપણને જાહેરાત બતાવવામાં આવે છે અને જો આપણે I’m Feeling Lucky નો ઉપયોગ કરીએ તો તે પરિણામ પેજ અને જાહેરાતને બાઈપાસ કરીને આપણને ડાઇરેક્ટ પ્રથમ પેજ પર લઈ જાય છે જેથી જાહેરાત ન બતાવવામાં આવે તેનાથી ગૂગલને નુકસાન થાય છે.

આ બટન દ્વારા યુઝર ખૂબ મોટી-મોટી વેબસાઇટને જલ્દી ખોલી શકે છે જેમ કે Youtube, Facebook અને Amazon જેવી વગેરે અન્ય વેબસાઇટ.

આશા છે કે હવે તમને આ રસપ્રદ જાણકારી પસંદ આવી હશે. શું તમે પણ ગૂગલનું “I’m Feeling Lucky” બટનનો ઉપયોગ કરો છો? એ જરૂર કોમેન્ટમાં જણાવજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-