ઘણી વખત ગૂગલ અકાઉંટ(Google Account) બનાવતી વખતે આપણી જન્મ તારીખ(Date of birth) ખોટી સેટ થઈ જાય છે અને તેને કારણે આપણે તેને બદલવી પડે છે, આ પોસ્ટમાં આપણે જાણીશું કે ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ કેવી રીતે બદલવી? તમારું જીમેલ અકાઉંટ અને ગૂગલ અકાઉંટ બંને એક જ હોય છે એટલે આ જ પોસ્ટમાં તમને રીત મળી જશે.
ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ બદલવાની રીત
હું તમને સૌપ્રથમ મોબાઇલ માટેની રીત બતાવીશ અને ત્યાર બાદ કમ્પ્યુટર માટે પણ રીત બતાવીશ.
મોબાઇલ માટે
- સૌપ્રથમ મોબાઇલમાં ગૂગલ એપ ખોલો.
- જમણી બાજુ ઉપર પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે જે ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ બદલવાની છે તેને પસંદ કરો.
- હવે “Manage Your Google Account” પર ક્લિક કરો.
- હવે Home ટેબની જમણી બાજુમાં “Personal Info” પર ક્લિક કરો.
- થોડું નીચે જાવો અને Birthday પર ક્લિક કરો.
- અહી જન્મ તારીખ બદલો અને Save બટન દબાવો.
- હવે Confirm બટન પણ દબાવજો.
- હવે ગૂગલ અકાઉંટમાં તમારી જન્મ તારીખ અપડેટ થઈ જશે.
મોબાઇલમાં આ રીત તમને ખૂબ સરળ અને સહેલી લાગશે.
કમ્પ્યુટર માટે
- તમારા બ્રાઉઝરમાં google.com વેબસાઇટ પર આવો.
- હવે જમણી બાજુ ખૂણામાં પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે જે અકાઉંટમાં જન્મ તારીખ બદલવાની છે એ સિલેક્ટ કરો.
- હવે “Manage Your Google Account” પર ક્લિક કરો.
- હવે ડાબી બાજુ Personal Info ટેબ પર ક્લિક કરો.
- હવે નીચે Birthday પર ક્લિક કરો.
- હવે તમારી જન્મ તારીખ બદલો અને Save બટન દબાવીને Confirm બટન દબાવવું.
હવે ગૂગલ અકાઉંટમાં તમારી જન્મ તારીખ ગૂગલના બધા જ પ્રોડક્ટમાં અપડેટ થઈ જશે.
આશા છે કે તમને ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ બદલતા આવડી ગયું હશે અને તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-
મારી જન્મ તારીખ 1986 છે
વાહ સરસ, સ્વાગત છે આપનું.!