આજના સમયમાં આપણું ગૂગલ અકાઉંટ આપણાં માટે ખૂબ મહત્વનું છે કારણ કે આપણે તેનો ઉપયોગ ગૂગલની બધી જ સર્વિસ વાપરવા માટે કરીએ છે જેમ કે ગૂગલ સર્ચ એંજિન, યૂટ્યૂબ, પ્લેસ્ટોર, ડ્રાઇવ વગેરે. આ સર્વિસનો લિન્ક આપણાં ગૂગલ અકાઉંટ સાથે હોય છે અને જો આપણું ગૂગલ અકાઉંટ બીજાના પાસે જતું રહે તો આપણાં માટે તે ઘણી મુશ્કેલી ઊભી કરે છે.
ગૂગલ અકાઉંટને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન (Two Step Verification) નો ઉપયોગ થાય છે, જો તમારો પાસવર્ડ બીજા વ્યક્તિને ખબર પડી જાય તો પણ તે તમારા અકાઉંટને એક્સેસ ન કરી શકે.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે આપણે ગૂગલ અકાઉંટમાં Two Step Verification કેવી રીતે ચાલુ કરી શકીએ? તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાની રીત.
ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?
જ્યારે પણ તમે પોતાના ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરશો તો તમને ઘણો ફાયદો થશે જેમ કે જો તમારા ગૂગલ અકાઉંટનો પાસવર્ડ કોઈ બીજા વ્યક્તિ પાસે જતો રહે અને જો એ વ્યક્તિ તમારું અકાઉંટ લોગ ઇન કરવાનો પ્રયન્ત કરે તો તેને એક કોડ અથવા નંબરની જરૂર પડે અને એ નંબર તમારા જ ડિવાઇસમાં આવે છે.
જ્યારે કોઈ તમારા પાસવર્ડની મદદથી ગૂગલ અકાઉંટ લોગ ઇન કરવાનો પ્રયન્ત કરશે તો તમને ખૂબ સરળતાથી ખબર પડી જશે અને તમે તરત જ તે સમયે ગૂગલ અકાઉંટનો પાસવર્ડ બદલી શકો છો.
આવી રીતે ટૂ સ્ટેપ વેરિફિકેશન તમારી મદદ કરશે.
ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાની રીત
હું તમને અહી ડેસ્કટોપ યુઝર અને મોબાઇલ યુઝર બંને માટેની રીત બતાવું છુ એટલે ધ્યાનથી રીતને વાંચો અને ફોલો કરો.
મોબાઇલ યુઝર માટે
- સૌપ્રથમ મોબાઇલમાં જીમેલ (Gmail) એપ ખોલો.
- હવે જમણી બાજુ ઉપર પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે જે આઈડીમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવાનું છે એ સિલેક્ટ કરો અને “Manage Your Google Account” પર ક્લિક કરો.
- હવે પોતાની આંગળીને જમણી બાજુથી ડાબી બાજુ 3 વખત ખસેડો અને ત્યારબાદ “Security” ટેબ આવી જશે.
- Security ટેબમાં થોડું નીચે જાવો અને “2-Step Verification” પર ક્લિક કરો.
- હવે બ્રાઉઝરમાં એક નવું પેજ ખુલશે એમાં નીચે સ્ક્રોલ કરી “GET STARTED” પર ક્લિક કરો.
- હવે પાસવર્ડ ભરવાનો ઓપ્શન આવશે તો પાસવર્ડ ભરીને “Next” દબાવો.
- હવે જેટલા ફોનમાં તમારું ગૂગલ અકાઉંટ લોગ ઇન હશે તેનું નામ બતાવશે અને કોઈ એક ડિવાઇસ પસંદ કરો અને Continue કરો.
- તમે “Show More Option” માં Text Message અને Security Key ની મદદથી પણ આ ટૂ સ્ટેપ ચાલુ કરી શકો છો પણ અહી હું ડિવાઇસ દ્વારા ચાલુ કરવાનો છુ.
- હવે મોબાઇલ નંબર આપવાનો છે અને Text Message અને Phone Call માથી કોઈ એક સિલેક્ટ કરીને SEND પર ક્લિક કરો અને જે OTP આવે તે તેમાં ભરો અને આગળ વધો.
- હવે “Turn On” પર ક્લિક કરો અને ટૂ સ્ટેપ વેરિફિકેશન તમારા ગૂગલ અકાઉંટમાં ચાલુ થઈ જશે.
કમ્પ્યુટર યુઝર માટે
- સૌપ્રથમ તમારા કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો જેમ કે Google Chrome, Firefox, Edge વગેરે.
- હવે URLમાં google.com વેબસાઇટ ખોલો.
- હવે જે ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવું હોય એ અકાઉંટ આમાં Sign in કરી લો. Sign in નો ઓપ્શન જમણી બાજુ દેખાશે.
- હવે Sign in કર્યા બાદ પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો અને “Manage Your Google Account” પર ક્લિક કરો.
- હવે ડાબી બાજુ પર રહેલા Security ઓપ્શન પર ક્લિક કરવું અને નીચે સ્ક્રોલ કરવું.
- હવે “Sign in to Google” વાળા સેક્શનમાં જાવો અને “2-Step Verification” પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે અને એમાં “GET STARTED” પર ક્લિક કરો.
- હવે તમારી પાસે પાસવર્ડ માંગવામાં આવશે તો પાસવર્ડ ભરીને “Next” બટન પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે અને તેમાં તમારે વેરિફિકેશનનો મેથડ સિલેક્ટ કરવો પડશે. કોઈ નવું વ્યક્તિ ગૂગલ અકાઉંટમાં કેવી રીતે લોગ ઇન કરી શકશે એની રીત તમારે અહી પસંદ કરવાની રહેશે.
- જો તમારે પોતાનો મોબાઇલ રાખવો હોય તો તમે રાખી શકો છો. જ્યારે તમે મોબાઇલ રાખશો તો જ્યારે કોઈ નવું વ્યક્તિ તમારું અકાઉંટ ખોલવાનો પ્રયન્ત કરશે તો તમારા મોબાઇલમાં એક નંબર સિલેક્ટ કરવાનો આવશે એ પ્રોસેસ જો સરખી રીતે થાય તો જ તમે તે અકાઉંટ ખોલી શકશો. આ ખૂબ સહેલી પ્રોસેસ છે.
- તમે “Show More Options” માં Text Message અને Voice Call પણ પસંદ કરી શકો છો અને Security Key પણ પસંદ કરી શકો છો પણ એમાં તમારે એક security key ને ખરીદવી પડે છે અને તેને મોબાઇલ સાથે કનેક્ટ કરવી પડે છે.
- હું મોબાઇલ વાળો ઓપ્શન પસંદ કરીશ તેના માટે તમે “Continue” પર ક્લિક કરો.
- હવે જે મોબાઇલ સિલેક્ટ કર્યો તેમાં “Yes” બટન દબાવવું પડશે અને પછી મોબાઇલ નંબર આપવાનો રહેશે.
- મોબાઇલ નંબરમાં તમે “Text Message” અથવા “Phone Call” બંનેમાથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી શકશો. જો Text Message સિલેક્ટ કરશો તો એ મોબાઇલ નંબર પર એક OTP આવશે અને જો Phone Call સિલેક્ટ કરશો તો તે નંબર પર ફોન કોલ આવશે એમાં OTP નંબર બોલવામાં આવશે.
- હવે Send બટન દબાવો અને OTP તેમાં ભરો ત્યાર બાદ આગળ વધો.
- હવે Turn On પર ક્લિક કરો.
- હવે તમારું ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ થઈ જશે.
જો તમે પોતાના ગૂગલ આઈડીમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરી દેશો તો કોઈને તમારો પાસવર્ડ મળી જાય અને જો તે લોગ ઇન કરે તો તમારા મોબાઇલ વગર તે લોગ ઇન નહીં કરી શકે એટલે આ ખૂબ ફાયદાકારક છે.
આશા છે કે તમને ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરતાં ફાવી ગયું હશે અને તમારો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું.