ગૂગલની ઘણી બધી સર્વિસ ઉપલબ્ધ છે જેમ કે યૂટ્યૂબ, જીમેલ જેવી અનેક સર્વિસ છે અને આ બધી સર્વિસને વાપરવા માટે તેમાં આપણે ગૂગલ અકાઉંટ (Google Account)ની મદદથી સાઇન ઇન કરવું પડે છે, ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ નામ અને પ્રોફાઇલ ફોટો બરાબર રીતે સેટ હોય તો અકાઉંટની વિશ્વસનિયતા વધી જાય છે.
આ પોસ્ટમાં આપણે જાણીશું કે આપણે ગૂગલ અકાઉંટમાં કેવી રીતે પ્રોફાઇલ ફોટો લગાવી શકીએ? તમને અહી ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો (Profile Photo) લગાવવાની સરળ રીત જાણવા મળશે એટલે પોસ્ટને અંત સુધી વાંચતાં રહો.
ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો કેવી રીતે લગાવવો?
ડેસ્કટોપ યુઝર માટે (કમ્પ્યુટર અને લેપટોપ બંને માટે)
- સૌપ્રથમ તમારા ડેસ્કટોપમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો જેમ કે Google Chrome, Firefox, Edge વગેરે..
- બ્રાઉઝર ખોલ્યા બાદ તેના URLમાં google.com લખી ગૂગલની વેબસાઇટ ખોલો.
- હવે જો તમે ગૂગલમાં સાઇન ઇન ન કર્યું હોય તો જમણી બાજુમાં સાઇન ઇન બટન પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવું.
- જો તમે સાઇન ઇન કરેલું છે તો જમણી બાજુ એક પ્રોફાઇલ આઇકન દેખાશે તો ત્યાં ક્લિક કરો અને જે ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો સેટ કરવાનું છે તેને સિલેક્ટ કરો.
- હવે ગૂગલ અકાઉંટ સિલેક્ટ કર્યા બાદ “Manage Your Google Account” ની ઉપર એક પ્રોફાઇલ ફોટો દેખાશે તેની જોડે એક કેમેરો દેખાશે તો તે કેમેરા પર ક્લિક કરો.
- હવે અહી તમારા કમ્પ્યુટરમાંથી પ્રોફાઇલ ફોટો પસંદ કરી અપલોડ કરો અને તેને સરખી રીતે Crop કરો અને હવે Set as profile photo પર ક્લિક કરો.
- હવે પ્રોફાઇલ ફોટો તમારા ગૂગલ અકાઉંટમાં આવી જશે.
હવે ચાલો મોબાઇલમાં આ રીત જાણીએ.
મોબાઇલ યુઝર માટે
મોબાઇલ દ્વારા ગૂગલ અકાઉંટમાં ફોટો સેટ કરવા માટે થોડા સરળ સ્ટેપ છે એને તમે ફોલો કરો.
- તમારા ફોનમાં તે ગૂગલ અકાઉંટ સાઇન ઇન કરેલું હોવું જોઈએ.
- હવે Gmail એપ ખોલો.
- હવે જમણી બાજુ ઉપર પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે “Manage Your Google Account” પર ક્લિક કરો.
- હવે Home ની બાજુમાં “Personal Info” ટેબ પર ક્લિક કરો.
- હવે Basic Info માં પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો અને Set Profile Photo પર ક્લિક કરો.
- હવે ફોટો પાડવા માટે Take Photo પર ક્લિક કરો અને ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કરવા માટે Choose Photo પર ક્લિક કરો.
- હવે ગેલેરી ખૂલ્યા બાદ જે ફોટો ગમે એ સિલેક્ટ કરો તેને સેટ કરીને Accept દબાવો.
- હવે એની જાતે રિફ્રેશ થશે અને થોડી વારમાં તમારા ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો સેટ થઈ જશે.
આજ રીતથી તમે પ્રોફાઇલ ફોટો બદલી પણ શકો છો. આશા છે કે ગૂગલ અકાઉંટમાં પ્રોફાઇલ ફોટો બદલવાની આ રીત તમને ખૂબ સરળ લાગી હશે, તમારો કોઈ સવાલ હોય તો અમને જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-