અત્યારે તમે ગૂગલની ઘણી સર્વિસનો ઉપયોગ કરો છો જેમ કે Youtube, Google Search, Google News, Play Store વગેરે પણ તમે ગૂગલ એલર્ટ્સ (Google Alerts) વિશે નહીં સાંભળ્યુ હોય. ગૂગલ એલર્ટ્સ ખૂબ જ કામનું એક ટૂલ છે જે એકદમ મફત છે અને જો તમે એક વાંચક છો અને ઇન્ટરનેટ પરથી અલગ-અલગ સામગ્રી વાંચવાનું પસંદ કરો છો તો આ Google Alerts તમને ખૂબ કામ લાગશે.
આજે આપણે ગૂગલ એલર્ટ્સ વિશે જાણીશું કે આ Google Alerts શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેવી વગેરે જાણકારી જાણીશું.
ગૂગલ એલર્ટ્સ શું છે?
ગૂગલ એલર્ટ્સ એક નોટિફિકેશન સર્વિસ છે જેમાં તમે અલગ-અલગ એલર્ટ બનાવી શકો છો અને તમે જે વિષય પર એલર્ટ બનાવ્યો હશે એ વિષયને લગતી સામગ્રી તમને ગૂગલ સર્ચ પરથી ઈમેલ દ્વારા પ્રાપ્ત થાય છે. ઈમેલમાં તમને તમારી જરૂરિયાત મુજબની સામગ્રી મળે છે જેના પર ક્લિક કરીને તમે તે વાંચી શકો છો.
ઉદાહરણ તરીકે તમે કોઈ પરિક્ષાની તૈયારી કરો છો અને તમારે તે પરિક્ષાને લગતી સામગ્રી જોઈએ છે જેમાં સમાચાર, બ્લોગ, વિડિયો વગેરે જોવું હોય તો તમે ગૂગલ એલર્ટ્સમાં જઈને તે પરીક્ષાનું એલર્ટ બનાવી શકો છો અને તે પરિક્ષાને લગતી સામગ્રી ઈમેલ દ્વારા પ્રાપ્ત કરી શકો છો.
જો તમને દરરોજ કોઈ અમુક ચોક્કસ વિષયના સમાચાર વાંચવા પસંદ છે તો તમે ગૂગલ એલર્ટ્સમાં તે ચોક્કસ વિષયને લગતું એલર્ટ બનાવી શકો છો. જો તમે ખૂબ લોકપ્રિય વ્યક્તિ છો તો તમે પોતાનું પણ એલર્ટ બનાવી શકો છો અને દરરોજ જાણી શકશો કે તમારા નામના કેટલા સમાચાર નવા આવી રહ્યા છે.
ટૂંકમાં જણાવું તો ગૂગલ સર્ચ એંજિનમાં તમારા પસંદના વિષય પર નવા કેટલા પરિણામ આવે છે તો તે યાદી તમને ઈમેલ દ્વારા મળે છે.
તો આવી રીતે ગૂગલ એલર્ટ્સ છે અને તે કામ કરે છે.
ગૂગલ એલર્ટ્સની શરૂઆત ક્યારે થઈ હતી?
ગૂગલ એલર્ટ્સની શરૂઆત 6 ઓગસ્ટ 2003માં થઈ હતી.
ગૂગલ એલર્ટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો?
ગૂગલ એલર્ટ્સનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમે બ્રાઉઝરમાં google.com/alerts એડ્રેસ બારમાં URL એડ્રેસ નાખીને વેબસાઇટ ખોલી શકો છો.
ગૂગલ એલર્ટ્સમાં Alert કેવી રીતે બનાવવું?
તમારે જે વિષય પર Alert બનાવવું છે એ વિષયનું નામ સર્ચ બટનમાં લખો અને એન્ટર દબાવો અને પછી Create Alert બટન પર ક્લિક કરો.
Show options 🔽 પર ક્લિક કરીને તમે તમારા એલર્ટને વધારે સારી રીતે બનાવી શકો છો, જેમ કે તમને એલર્ટ ક્યારે મળવું જોઈએ? એલર્ટ કયા સ્ત્રોત પરથી મળવું જોઈએ? સામગ્રી કઈ ભાષામાં અને ક્યાથી હોવી જોઈએ વગેરે જેવુ તમે આમાં સેટ કરી શકો છો.
તો મિત્રો આશા છે કે તમને આજની પોસ્ટ પસંદ આવી હશે. ગૂગલનું આ પ્રોડક્ટ ઘણું જૂનું છે પણ તમને કદાચ આજે આ નવું જાણવા મળ્યું હશે. તમે આ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરશો એ જરૂર જણાવજો અને તમારા મિત્રો સાથે આ પોસ્ટ જરૂર શેર કરો જેથી તેમણે પણ આ જાણકારી જાણવા મળે.
અમારી અન્ય પોસ્ટ:-