ગૂગલ કીપ ડિજિટલ પ્લેટફોર્મ પર સૂચિ બનાવવા માટે શ્રેષ્ઠ ટૂલ છે, આ ટૂલ ખૂબ સહેલું અને ફાસ્ટ છે જે તમને ઓનલાઇન મોબાઇલ અને કમ્પ્યુટરમાં નોટ્સ બનાવવાની સુવિધા આપે છે.
ગૂગલ કીપની અંદર તમે ઘણી બધી નોટ્સ બનાવી શકો છો પણ તે બનાવેલી નોટ્સનો ડિફોલ્ટ બૅકગ્રાઉન્ડ કલર સફેદ જ હોય છે જેને લીધે જો આપણે એક સાથે ઘણી બધી નોટ્સ બનાવી હોય તો તેમાં કંટાળા જનક લાગે છે.
આજે આપણે નોટ્સની પાછળ રહેલા સફેદ કલરને બદલતા શિખીશું તેનો અર્થ કે આ પોસ્ટમાં તમને ગૂગલ કીપની નોટ્સમાં બેકગ્રાઉંડ કલર કેવી રીતે બદલવો? એના વિશે સ્ટેપ બાય સ્ટેપ જાણવા મળશે.
ગૂગલ કીપમાં નોટ્સના બૅકગ્રાઉન્ડ કલર બદલવાની રીત
હું તમને સૌથી પહેલા ડેસ્કટોપ માટે બતાવીશ એટલે તમે ગૂગલ કીપને પોતાના લેપટોપ કે ડેસ્કટોપ દ્વારા બ્રાઉઝરમાં વાપરો છો તો તેના માટે રીત બતાવીશ અને પછી ગૂગલ કીપની મોબાઇલ એપ માટે પણ રીત બતાવીશ.
ડેસ્કટોપ વર્ઝન માટે (વેબ વર્ઝન)
- સૌપ્રથમ કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલીને URLમાં keeps.google.com લખીને એન્ટર કરો.
- હવે જે નોટ્સમાં કલર બદલવો છે તેના નજીક માઉસનું કર્સર લઈ જાવો અને આર્ટિસ્ટ 🎨 વાળા આઇકન પર ક્લિક કરો. હવે તમારે જે કલર રાખવો હોય એના પર ક્લિક કરી દો એટલે તમારી નોટ્સનો કલર બદલાઈ જશે.
આવી રીતે ઉપરના પગલાઓને અનુસરીને તમે ગૂગલ કીપમાં પોતાના ડેસ્કટોપ દ્વારા નોટ્સના કલરને બદલી શકો છો.
મોબાઇલ એપ માટે
- સૌપ્રથમ Keep Notes એપ ખોલો.
- જે નોટ્સમાં કલર બદલવો છે તેને ખોલો.
- હવે જમણી બાજુ ખૂણામાં 3 ડોટ (આઇકન મૂકો) પર ક્લિક કરો.
- હવે નીચે તમને ઘણા બધા કલર દેખાશે, જે કલર તમને ગમે તો તેના પર ક્લિક કરો.
- હવે Back બટન દબાવીને તમે નોટ્સની બહાર આવી જાવો.
આવી રીતે તમે દરેક નોટ્સમાં તેના કલરને બદલી શકો છો.
આશા છે કે તમને આ પોસ્ટ જરૂર ઉપયોગી થઈ હશે. તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો જે તમને જરૂર કામ લાગી શકે છે.
અમારી અન્ય પોસ્ટ:-
🔗 ક્રોમ બ્રાઉઝરમાં ડિફોલ્ટ સર્ચ એંજિન કેવી રીતે બદલવું?
🔗 ગૂગલ અકાઉંટમાં જન્મ તારીખ કેવી રીતે બદલવી?