આપણે આજથી 30 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ સમયમાં કીપેડ વાળા મોબાઈલ હતા અને આપણે મોબાઇલનો ઉપયોગ બીજા લોકો સાથે સંપર્ક કરવા માટે કરતાં હતા અને કોઈ પણ વસ્તુને લખીને રાખવા માટે આપણે કાગળનો ઉપયોગ કરતા હતા અને અત્યારે પણ કરીએ છે.
હવે 2021ના વર્ષમાં તમે પાછા આવી જાવ. અત્યારે બધા પાસે મોબાઈલ, ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજી છે જેના દ્વારા આપણે વિવિધ કામ કરતાં હોઈએ છીએ.
ગૂગલ આ જરૂરિયાતને ધ્યાનમાં લઈને 2013માં એક સર્વિસ લઈને આવ્યું હતું અને તેનું નામ ગૂગલ કીપ (google keep) છે. તો મિત્રો આજે આપણે ગૂગલ કીપ એટલે શું? ગૂગલ કીપ વિશે જાણકારી જાણીશું.
ગૂગલ કીપ એટલે શું?
ગૂગલ કીપ એક ગૂગલની સર્વિસ છે જેનો ઉપયોગ કરીને તમે પોતાના મોબાઇલમાં નોટ્સ બનાવી શકો છો. ગૂગલ કીપને 20 માર્ચ 2013માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન જાવા પ્રોગ્રામિંગ ભાષામાં બનાવેલ છે.
આપણે જેમ કાગળમાં કોઈ પણ વસ્તુની સૂચિ બનાવીએ તેવી સૂચિ તમે ગૂગલ નોટ્સમાં બનાવી શકો છો.
ગૂગલ કીપ વેબ એપ તરીકે પણ ઉપલબ્ધ છે અને તેને તમે Android અને iOS ડિવાઇસમાં પણ ઉપયોગ કરી શકો છો.
તમારે પોતાના દિવસમાં શું કામ કરવું છે તેની લિસ્ટ, કોઈ રેસીપી બનાવવા માટે શું સામગ્રી જરૂરી છે તેની લિસ્ટ જેવી વગેરે લિસ્ટ બનાવી શકો છો. તમારે કયા-કયા ટાસ્ક પૂરા કરવાના છે એની પણ સૂચિ બનાવી શકો છો.
ગૂગલ કીપમાં તમે સૂચિ બનાવતી વખતે ફોટા ઉમેરવા, લિન્ક ઉમેરવી, નોટ્સને કલર કરવો, લેબલ લગાવવા, ઈમેલ આઈડી દ્વારા બીજા યુઝરને નોટ્સમાં ઉમેરવા, નોટ્સ સાથે Reminder સેટ કરવું, નોટ્સને પિન કરવી જેવા વગેરે કામ કરી શકો છો.
ગૂગલ કીપનો ઉપયોગ તમે ઓફિસના કામ કરવા અને પોતાની કાર્યક્ષમતા વધારવા માટે પણ કરી શકો છો.
🔗 પોતાના મોબાઇલમાં કેટલા GB રેમ છે એ કઈ રીતે ચેક કરવું?
ગૂગલ કીપનું ઇન્ટરફેસ કેવું છે?
- તમને મોબાઇલ સ્ક્રીન પર ➕ નું આઇકોન જોવા મળશે તેના પર ક્લિક કરીને તમે નવી પોસ્ટ અથવા નોટસને બનાવી શકો છો.
- જો તમે નોટ્સમાં કોઈ લિસ્ટ બનાવી છે તો તમે તે લિસ્ટના બોક્સ પર ક્લિક કરીને ટીક કરી શકો છો.
- હવે તમને એક આવો આઇકન 🖌️ જોવા મળશે. આનો મતલબ એ થાય છે કે જો તમારે નોટસની અંદર ચિત્રો બનાવવા છે અથવા તો તમારે એમા ચિત્રો દુર કરવા છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો.
- તમને નોટસ ટાઈપ કરીને લખવાનો કંટાળો આવતો હોય તો તમે વોઇસ સુવિધાનો ઉપયોગ કરીને બોલીને બધું લખી શકો છો. આના માટે તમારા મોબાઈલની અંદર વોઇસ ફીચર્સ ચાલુ હોવું જોઈએ.
- તમને એક ગેલેરીનું આઇકન જોવા મળશે જેની અંદર તમે કોઈ પણ ફોટો અથવા તેમા કેમેરાનું ઓપ્શન પણ આપેલ છે જેનો ઉપયોગ કરીને તમે ફોટો નોટસની અંદર મૂકી શકો છો.
🔗 ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું?
ગૂગલ કીપમાં કામ કરવા માટેની ટિપ્સ
- બેકગ્રાઉન્ડ કલર: તમે કોઈ પણ નોટસ લખેલી છે તેમા બેકગ્રાઉન્ડ કલર તમારે જે રાખવો હોય તે સિલેક્ટ કરીને તમે રાખી શકો છો.
- કેટેગરી પ્રમાણે લેબલનું સેટિંગ: તમારી પાસે ઘણી બધી નોટસ લખેલી છે હવે તમારે આને અલગ અલગ કેટેગરીમાં સેટ કરવું છે તો તમે લેબલ દ્વારા નામ રાખી શકો છો.
- લિંક્સ: તમે ઈન્ટરનેટ ઉપર કોઈપણ વેબસાઈટમાંથી માહિતી લઈને તમે નોટસ બનાવી છે તો જો તમારે તે નોટસની અંદર વેબસાઈટ ની લિંક મુકવી હોય તો તમે આસાની થી મૂકી શકો છો.
- તેનો મોટો ફાયદો એ છે કે જો તમારે ગમે ત્યારે વેબસાઈટની જરૂર પડે ત્યારે તમે લિંક્સની મદદથી વેબસાઇટ પર જઈ શકો છો.
- શેયર: જો તમારે નોટસને બીજા લોકો સાથે શેયર કરવી હોય તો તમે આનો ઉપયોગ કરીને કરી શકો છો
- રીમાઇન્ડર સેટ (Set Reminders for yourself): જો તમારે મીટિંગમાં જવાનું હોય તો તમે તેનું નોટસમાં લખીને તારીખ અને સમય સેટ કરશો એટલે તમને તે સમયે એલર્ટ નોટિફિકેશન આવશે કે તમારે મીટીંગ છે.
- વોઇસ નોટસ (Record Voice Notes): જો તમારે ધારો કે કોઈ ગીત નોટ્સમાં અવાજના રૂપમાં સેવ કરીને રાખવું છે તો તમે વોઇસ નોટસનો ઉપયોગ કરી શકો છો.
🔗 ગૂગલ અકાઉંટમાં ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે ચાલુ કરવું?
🔗 વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ
ગૂગલ કીપ નો ઉપયોગ કેવી રીતે થાય છે?
ગૂગલ કીપનો ઉપયોગ તમે જેમ નોટબુકમાં કોઈપણ માહિતી લખો છો તેવી માહિતી ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અને ગુગલ કીપની સર્વિસ દ્વારા સીધા જ તેની વેબસાઈટ અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
આ માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલીને તમે ગુગલ કીપ સર્ચ કરશો એટલે તમારી સામે આવી જશે તેની વેબસાઈટ.
તમે એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ તમે નોટસ લખી શકો છો. તમે તેને આઇફોનમાં વાપરી શકો છો.
ગૂગલ કીપનો ઉપયોગ કરવો સરળ છે. ઉપર જણાવેલા બધા ઇન્ટરફેસને સમજી જશો તો google keepનો ઉપયોગ કરવો એકદમ સરળ બની જશે.
ગુગલ કીપ કેટલું સેફ છે?
ગૂગલ કીપએ ગૂગલની જ સર્વિસ છે હવે આપણે બધા જાણીએ છીએ કે ગૂગલ એની સિક્યુરિટી માટે ઘણું લોકપ્રિય રહીયું છે.
સમયની સાથે જે અપડેટ આવે છે તેના પરથી આપણે કહી શકીએ છીએ કે ગૂગલ કીપનો ઉપયોગ કરવો સેફ છે. તમે રાખેલી બધી માહિતી ગૂગલ કીપમાં સેફ છે.
ગૂગલ કીપની લિમિટેશન કેટલી છે?
ગૂગલ કીપની અંદર તમે નોટ્સનું ટાઇટલ 999 શબ્દોમાં લખી શકો છો. ગૂગલ કીપમાં તમે ટેક્સ્ટ, ફોટો, વોઇસ આ બધું ભેગુ કરીને 19,999 શબ્દોમાં એક નોટસ લખી શકો છો.
🔗 ઈ-કોમર્સનું ફુલ ફોર્મ અને તેનો અર્થ
🔗 DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ
ગૂગલ કીપ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી?
તમે ગૂગલના પ્લેસ્ટોરમાં જઈને Google Keep એપ ડાઉનલોડ કરી શકો છો અને આઇફોનમાં તમે એપસ્ટોરમાં જઈને તેને ઇન્સ્ટોલ કરી શકો છો.
તમે અમારી આ પોસ્ટ વાંચી શકો છો જેમાં અમે જણાવ્યુ છે કે તમે ગૂગલ પ્લેસ્ટોર પરથી કોઈ પણ એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકો.
તો મિત્રો આજે આપણે ગૂગલ કીપ વિશે માહિતી લીધી. આશા રાખું છું કે આ જાણકારીથી હવે તમે લોકો ડાયરીની જગ્યાએ આ ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગૂગલ કીપની સર્વિસનો ઉપયોગ કરશો.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો શેયર કરવાનું ના ભુલતા. ગૂગલ કીપને લગતો તમારો કોઈ સવાલ હોય તો જરૂર જણાવજો. તમે નીચે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો.
અમારી અન્ય પોસ્ટ:-