શું એવું શક્ય છે કે આપણે મોબાઇલમાં જે વિડિયો જોઈએ છીએ તે આપણને ટીવીમાં દેખાય? આજે આપણે જાણીશું ગૂગલ ક્રોમકાસ્ટ વિશે જેના દ્વારા આ શક્ય છે.
ગૂગલ ક્રોમકાસ્ટ દ્વારા તમે પોતાના મોબાઇલમાં આવતા કન્ટેન્ટને ટીવીમાં સ્ટ્રીમ કરી શકો છો. તો ચાલો જાણીએ ગૂગલ ક્રોમકાસ્ટ (Google Chromecast) વિશે.
Image Source: Flicker |
ગૂગલ ક્રોમકાસ્ટ શું છે?
ગૂગલ ક્રોમકાસ્ટ એક ડીવાઈસ છે જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એક સ્ટ્રીમિંગ મીડિયા એડાપ્ટર છે. તમે મોબાઇલ દ્વારા વિડિયો અને ઓડિઓને ટીવીમાં ચલાવી શકો છો. તમારા ટીવીમાં HDMI સપોર્ટ હોવો જરૂરી છે.
ગૂગલ ક્રોમકાસ્ટની પ્રાઈઝ કેટલી હોય છે?
ગૂગલ ક્રોમ કાસ્ટની પ્રાઈઝ અત્યારે એમેઝોન પર 2999 Rs છે પણ એમાં ગ્રાહક માટે ડિસ્કાઉન્ટ આપેલું છે. જેથી પ્રાઈઝ 1399 Rs છે. ગૂગલ ક્રોમ કાસ્ટના અલગ અલગ વર્ઝન માર્કેટમાં મળે છે તો તે ડિવાઇસની પ્રાઈઝ જે તે મોડેલ પ્રમાણે અલગ હોય શકે છે.
ગૂગલ ક્રોમકાસ્ટથી તમે કયા કયા કામ કરી શકો છો?
ગૂગલ ક્રોમ કાસ્ટથી તમે ટીવી સાથે સ્માર્ટફોન, કમ્પ્યુટર, ટેબલેટ જેવા ગેજેટને કનેક્ટ કરીને યુટ્યૂબ, સ્પોટીફાય, નેટફ્લિક્સ વગેરે સ્ક્રીન પર ચલાવી શકો છો.
ગૂગલ ક્રોમકાસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન જેવી વેબસાઈટમાંથી ગૂગલ ક્રોમકાસ્ટ ડિવાઇસને ખરીદવાનું છે.
સ્ટેપ 2: હવે ગૂગલ ક્રોમકાસ્ટમાં તમને એક ગોળ બ્લેક કલરની ડબ્બી જેવું દેખાશે. તેમાંથી એક વાયર નીકળતો હશે જેને તમારે ટીવીના HDMI પોર્ટમાં લગાવો પડશે. હવે ગૂગલ ક્રોમ કાસ્ટની સાથે એક ચાર્જર આવશે, તેની પિન ગૂગલ ક્રોમકાસ્ટમાં લગાવી દેવાની છે જેથી તેને પાવર મળી શકે.
સ્ટેપ 3: હવે તમારા મોબાઈલની અંદર પ્લેસ્ટોરમાં જઈને ગૂગલ હોમ (Google Home) એપને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની છે.
સ્ટેપ 4: હવે તમારે ઘરના ટીવીને પણ ચાલુ કરવાની છે.
સ્ટેપ 5: હવે તમારે ગૂગલ હોમ એપ ચાલુ કરવાની છે અને તેમાં તમારે જીમેલના આઈડીથી લૉગિન કરવાનું છે.
સ્ટેપ 6: ગૂગલ હોમ આગળ આગળ પ્રોસેસ કરાવતું રહેશે એટલે કે વાઈફાઈ અને બ્લ્યુટુથ ચાલું કરવાનું કહે ત્યારે તમારે ચાલુ કરવાનું છે.
સ્ટેપ 7: હવે તમને ટીવીમાં એક કોડ દેખાશે ત્યારબાદ તમે એપમાં આગળ વધશો એટલે કનેક્શનની પ્રોસેસ થશે પછી એ કોડ તમારા મોબાઈલની અંદર ગૂગલ હોમ એપમાં દેખાવા લાગશે. તમારે ત્યારબાદ Yes પર ક્લિક કરવાનું છે એટલે તમારો મોબાઈલ ગૂગલ ક્રોમકાસ્ટ સાથે કનેક્ટ થઈ જશે.
સ્ટેપ 8: હવે તમારે મોબાઈલમાં યુટ્યૂબ ચાલુ કરવાનું છે અને તેમાં કોઈ પણ એક વિડિઓ ચાલુ કરવાનો છે. વિડિઓની ઉપર કાસ્ટનું આઇકન આપેલું હશે. તેના પર ક્લિક કરશો એટલે તમારો યુટ્યૂબનો વિડિઓ ટીવીની અંદર પ્લે થઈ જશે.
આ રીતે મિત્રો તમે યુટ્યૂબના વિડિઓ, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરે જેવી એપના કન્ટેન્ટને ટીવીમાં ચલાવી શકો છો.
તો મિત્રો આજની આ જાણકારીમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. આશા છે કે તમે આ રીતે પોતાના મોબાઇલના ઇન્ટરનેટ કન્ટેન્ટને પોતાના ટીવી પર સ્ટ્રીમ કરી શકો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: