ગૂગલ ક્રોમમાં ડાઉનલોડ બાર બદલાશે, જોવો કેવું દેખાશે..!!

ગૂગલ ક્રોમમાં ચાલી રહ્યું છે સ્નેકબારનું ટેસ્ટિંગ

મિત્રો જ્યારે આપણે ગૂગલ ક્રોમમાં કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે આપણને નીચે એક ડાઉનલોડ બાર દેખાય છે જેને Snackbar (સ્નેકબાર) કહેવાય છે.

જ્યારે તમે કોઈ વસ્તુ ડાઉનલોડ કરી લો છો ત્યારે નીચે તમને તે વસ્તુ ખોલવાનો ઓપ્શન મળે છે.

પણ હવે ગૂગલ ક્રોમ આ સ્નેકબારના દેખાવમાં સુધારો કરવા જઈ રહ્યું છે જેની રિપોર્ટ 9to5google પરથી મળી છે.

હવે તમે જ્યારે કોઈ પણ ફાઇલ એન્ડ્રોઇડના ગૂગલ ક્રોમમાં ડાઉનલોડ કરશો તો એક નવો તેનો દેખાવ તમને જોવા મળશે, હવે તમને ઉપર તે ફાઇલ ડાઉનલોડ થાય છે તેની પ્રોગ્રેસ જોવા મળશે.

Google chrome testing new Snackbar at top.

Source:- @9to5Google pic.twitter.com/kcGpH4hULz

— Rushi Patel (@rushi_patel_123) November 16, 2021


તે ફાઇલ ડાઉનલોડ થયા બાદ તમને તે ફાઇલનું ડાઉનલોડ સાઇઝ, તે વેબસાઇટનું ડોમેન નેમ અને તેને ખોલવાનો ઓપ્શન જોવા મળશે.

અત્યાર સુધી તમને ફાઇલ ડાઉનલોડ થઈ છે એમ નીચે દેખાતું હતું પણ હવે તે ઉપર ટોચમાં દેખાશે.

ઘણા લોકોને એક સમસ્યા પણ થાય છે કે આપણે તે ફાઇલને ખોલવા ઉપર ક્લિક કરવું પડે છે અને મોટા ભાગના સ્માર્ટફોન યુઝરની આંગળીઓ નીચે આરામથી પહોચે છે.

હાલ આ ફીચર ટેસ્ટિંગમાં ચાલી રહ્યું છે અને તમને ભવિષ્યમાં ડાઉનલોડ બારનો એક નવો દેખાવ જોવા મળી શકે છે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-