ગૂગલ ક્રોમ શું છે? | Google Chrome in Gujarati

અત્યારે કોઈ પણ ડિવાઇસ હોય જેમાં તમને ઇન્ટરનેટ પર આવેલી વેબસાઇટને એક્સેસ કરવા માટે ગૂગલ ક્રોમ (Google Chrome) તો જરૂર જોવા મળશે કારણ કે આ ગૂગલનું એક પાવરફુલ વેબ બ્રાઉઝર છે જેનાથી આપણે ઇન્ટરનેટની દુનિયાને પોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં ખૂબ સરળતાથી એક્સેસ કરી શકીએ છે.

આજે આપણે ગૂગલના ક્રોમ બ્રાઉઝર વિશે માહિતી જાણવાના છીએ કે ગૂગલ ક્રોમ શું છે? ગૂગલ ક્રોમના સ્માર્ટ ફીચર્સ વિશે પણ આપણે વાત કરીશું.

જાણો Chrome વિશે જાણકારી - Google Chrome Information in Gujarati

ગૂગલ ક્રોમ શું છે?

ગૂગલ ક્રોમ એક ફ્રી ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર છે જેની મદદથી તમે ઇન્ટરનેટ પર રહેલી વેબસાઇટને પોતાના કમ્પ્યુટર, મોબાઇલ, લેપટોપ કે ટેબલેટ જેવા ડિવાઇસમાં એક્સેસ કરી શકો છો. ગૂગલ ક્રોમ સૌપ્રથમ 2 સપ્ટેમ્બર 2008માં બીટા વર્ઝનમાં લોન્ચ થયું હતું ત્યારબાદ 11 ડિસેમ્બર 2008માં પબ્લિક માટે સ્ટેબલ વર્ઝનમાં લોન્ચ થયું હતું.

સૌપ્રથમ ગૂગલ ક્રોમ માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે લોન્ચ થયું હતું અને ત્યારબાદ બીજા OSમાં પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગૂગલ ક્રોમ ક્રોસ પ્લેટફોર્મ વેબ બ્રાઉઝર છે જેને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બ્રાઉઝર દુનિયામાં સૌથી વધારે વપરાતું લોકપ્રિય બ્રાઉઝર છે જેનો ઉપયોગ એકદમ સરળ અને ઝડપી છે. 

એપ્રિલ 2021 Statcounterના પ્રમાણે આપણે જોઈએ તો પૂરી દુનિયામાં ગૂગલ ક્રોમનો 64.47% માર્કેટ શેર છે અને આ ટકાવારી બદલાયા કરે છે. આ દર્શાવે છે કે પૂરી દુનિયામાં ક્રોમ બ્રાઉઝરનો સૌથી વધારે વપરાશ થાય છે.

કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ડાઉનલોડ કેવી રીતે કરવું?

ચાલો હવે આપણે ગૂગલ ક્રોમને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની રીત જાણીશું.

  • તમે કોઈ પણ તમારા ડિફોલ્ટ બ્રાઉઝરના ઉપયોગથી ગૂગલ ક્રોમને ડાઉનલોડ કરી શકો છો.
  • ગૂગલ પર “chrome download” સર્ચ કરશો તો તેની મુખ્ય વેબસાઇટ પરથી તમે ક્રોમ બ્રાઉઝરને પોતાના કોઈ પણ OS માટે ડાઉનલોડ કરી શકો છો.
  • તેને ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસ પણ સરળ છે, ડાઉનલોડ કરેલા સેટ-અપને ચલાવો અને જેમ ઓપ્શન આવે તેમ આગળ જાવો અને તમે તેને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકશો.

મોબાઇલમાં ગૂગલ ક્રોમ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મોબાઇલમાં તમે ગૂગલ ક્રોમને ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડના Play Store અને iOSમાં App Storeનો ઉપયોગ કરી શકો છો. ત્યાં બસ Google Chrome સર્ચ કરો અને મેન એપને ડાઉનલોડ અથવા અપડેટ કરી લો,

એન્ડ્રોઇડ ફોનમાં તો તમને Chrome પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલું જોવા મળે છે એટલે તમે તેને અપડેટ પણ કરી શકો છો.

ગૂગલ ક્રોમના ફીચર્સ શું છે?

ઝડપી (Fast)

ગૂગલ ક્રોમ બીજા બ્રાઉઝર કરતાં ઘણું ઝડપી હોય છે અને આમાં તમે જે પણ વેબસાઇટ પર જાવો છો તે ક્રોમમાં સરળતાથી લોડ થઈ જાય છે.

સર્ચ બાર (Search Bar)

જેમ તમે ગૂગલના સર્ચ બારમાં કઈ પણ શબ્દ લખો તો તેની નીચે સજેશન ક્વેરી અથવા સજેશન કીવર્ડ પણ આવતી હોય છે અને તેવી જ રીતે ક્રોમના URL બારમાં તમે જે પણ સર્ચ કરો એને લગતા તમને સજેશન બતાવવામાં આવે છે અને જો તમારે કઈક ગણતરી કરવી હોય તો તમે તેના URL બાર દ્વારા પણ કરી શકો છો.

જેમ કે ક્રોમના URL બારમાં 5*5 લખશો તો તરત જ સર્ચ કર્યા વગર જ તમને તેની ગણતરી જોવા મળશે.

સુરક્ષિત (Security)

આ બ્રાઉઝર ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે તેને કારણે તેની સુરક્ષા પણ એટલી જ મજબૂત હોવાની છે, તેમાં તમને સેફટી ચેક કરવાનું પણ ફીચર મળે છે જેની મદદથી તમે તમારા બ્રાઉઝરની સુરક્ષાનું ચેકિંગ કરી શકો છો.

સરળ ઇન્ટરફેસ (Easy Interface)

ગૂગલ ક્રોમમાં તમને ખૂબ સરળ અને સહેલું ઇન્ટરફેસ જોવા મળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ નવું ક્રોમ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરે છે તેને વાપરવા માટે તેને વધારે મુશ્કેલી નથી પડતી.

ભાષાઓ (Languages)

તમને ગૂગલ ક્રોમમાં ઘણી બધી ભાષાઓનો સપોર્ટ મળે છે જેનો ઉપયોગ કરી તમે ગૂગલ ક્રોમને હિન્દી અથવા ગુજરાતી ભાષામાં પણ ઉપયોગ કરી શકો છો જેથી તમને આ બ્રાઉઝરને વાપરવામાં ખૂબ સરળતા રહે છે.

એક્સટેન્શન (Extensions)

ગૂગલ ક્રોમના વેબ સ્ટોરમાં તમને 1 લાખ 50 હજારથી પણ વધારે એક્સટેન્શન જોવા મળે છે જેનો ઉપયોગ કરી તમે પોતાના બ્રાઉઝરની ક્ષમતા વધારી શકો છો અને તેને વધારે પાવરફુલ બનાવી શકો છો.

થીમ (Themes)

ગૂગલ ક્રોમમાં તમને ખૂબ વધારે માત્રામાં થીમ જોવા મળે છે જેને તમે ઇન્સ્ટોલ કરીને લગાવી શકો છો જેથી તમારું ઇન્ટરફેસ તમારા પસંદનું થઈ જશે અને તમે ક્રોમનો ઉપયોગ વધુ સરળતાથી કરી શકશો.

તમે એવી ડાર્ક થીમનો ઉપયોગ કરીને પોતાના ક્રોમમાં જ ડાર્ક મોડ જેવો આનંદ પણ લઈ શકો છો.

મિત્રો આવા અનેક ફીચર્સ તમને ગૂગલ ક્રોમમાં જોવા મળે છે અને આશા રાખું છુ કે તમને ગૂગલ ક્રોમ વિશે સરળ જાણકારી મળી હશે. પોતાના મિત્રો સાથે પણ આ જાણકારીને શેર કરો જેથી તેમને પણ ગૂગલ ક્રોમ વિશે આવી માહિતી જાણવા મળે.

  • તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો.

કમ્પ્યુટર નેટવર્ક એટલે શું?

આઉટપુટ ડિવાઇસ એટલે શું?

ગ્રાફિક કાર્ડ એટલે શું?

ઈનપુટ ડિવાઇસ એટલે શું?

ફંક્શન કી શું હોય છે?