તમે કમ્પ્યુટર અથવા મોબાઇલ માટે ઘણા વર્ડ પ્રોસેસર સોફ્ટવેર જોયા હશે જેમાં તમે કોઈ પણ લખાણ લખી શકો છો, તે લખાણમાં ફોટા ઉમેરી શકો છો, તેને સારી રીતે ફોર્મેટ કરી શકો છો અને પ્રિન્ટ કરી શકો છો.
તમે માઇક્રોસોફ્ટ વર્ડનું નામ સાંભળ્યુ હશે, તમે WPS Office, OpenOffice અને LibreOffice વગેરે સોફ્ટવેર જોયા હશે જેમાં તમે વર્ડ પ્રોસેસરનો ઉપયોગ કર્યો હશે.
આજે આપણે એવા જ એક સરસ વર્ડ પ્રોસેસર ગૂગલ ડોક્સ (Google Docs) વિશે જાણીશું જેનો તમને ઘણો લાભ મળશે. તો ચાલો જાણીએ.
ગૂગલ ડોક્સ એટલે શું?
ગૂગલ ડોક્સ એક વર્ડ પ્રોસેસર પ્લૅટફૉર્મ છે જ્યાં તમે સરળ રીતે પોતાના ડોકયુમેંટને એડિટ અને પબ્લિશ કરી શકો છો, ગૂગલ ડોક્સ ક્લાઉડ પ્લૅટફૉર્મ દ્વારા કામ કરે છે અને તમારા ગૂગલ એકાઉન્ટ સાથે લિન્ક હોય છે.
ગૂગલ ડોક્સ દ્વારા તમે અલગ-અલગ પ્રકારના ડોકયુમેંટ બનાવી શકો છો, તમે તેને સરળતાથી પ્રિન્ટ કરી શકો છો, તમને ગૂગલ ડોક્સમાં અલગ-અલગ પ્રકારની ઘણી સુવિધા મળે છે જેના દ્વારા તમે ખૂબ સારી રીતે લખાણનું કામ કરી શકો છો.
એક ગૂગલ ડોક્સ ફાઇલમાં એક સાથે ઘણા બધા લોકો રિયલ ટાઇમ ડોકયુમેંટને એડિટ કરી શકે છે, આ પ્લૅટફૉર્મને તમે બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકો છો અને મોબાઇલ એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.
તમે ગૂગલ ડોક્સને વ્યક્તિગત ઉપયોગ માટે અને પોતાનાં બિઝનેસ માટે પણ લઈ શકો છો, ગૂગલ ડોક્સનો લાભ તમે મફત લઈ શકો છો, તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા માટે તમારે પોતાના કમ્પ્યુટરમાં તેનું કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી પડતી, બધુ જ ઓનલાઇન શક્ય થાય છે.
ગૂગલ ડોક્સની શરૂઆત
ગૂગલ ડોક્સની શરૂઆત 2 અલગ-અલગ પ્રોડક્ટ દ્વારા થઈ છે જેમાં એક Writely અને બીજું XL2Web.
Writely એક વેબ આધારિત વર્ડ પ્રોસેસર હતું જેને એક સોફ્ટવેર કંપની “Upstartie” દ્વારા ઓગસ્ટ 2005માં લોન્ચ કરવામાં આવ્યું હતું,
વેબ આધારિત વર્ડ પ્રોસેસર એટલે કે આ વર્ડ પ્રોસેસરનો યુઝર બ્રાઉઝરમાં કરી શકે છે.
ગૂગલએ ત્યારબાદ માર્ચ 9, 2006માં “Upstartie” ને ખરીદી લીધું હતું.
માર્ચ 2010માં ગૂગલએ “DocVerse” નામની ઓનલાઇન ડોકયુમેંટ કોલબરેશન કંપનીને ખરીદી લીધું હતું, DocVerse એ માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ મલ્ટીપલ કોલબરેશનને લાવ્યું છે અને માઇક્રોસોફ્ટના બાકીના પ્રોડક્ટ જેમ કે Excel અને PowerPoint.
ઓક્ટોમ્બર 2012માં ગૂગલએ પોતાના ડ્રાઇવ પ્રોડક્ટના નામ બદલ્યા હતા જેમાં તેમણે “Google Documents” ને બદલે “Google Docs” નામ રાખ્યું હતું.
આવા ઘણા ફેરફાર થતાં ગયા અને આજે તમે ગૂગલ ડોક્સને જોઈ શકો છો જે એક વેબ એપ્લિકેશન તરીકે કામ કરે છે.
ગૂગલ ડોક્સમાં મળતી સુવિધાઓ વિશે માહિતી
- ગૂગલ ડોક્સની અંદર તમે નવા ડોક્યુમેન્ટ બનાવી શકો છો અને આ ડોક્યુમેન્ટને તમે એડિટ, ડિલીટ, ડાઉનલોડ, શેયર, ઈમ્પોર્ટ પણ કરી શકો છો.
- ગૂગલ ડોક્સની અંદર તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન ઑટોમેટિક સેવ થઈ જાય છે.
- ગૂગલ ડોક્સની અંદર તમે ડોક્યુમેન્ટને ઓનલાઈન અને ઓફલાઈન બને રીતે એક્સેસ કરી શકો છો.
- ગૂગલ ડોક્સનો ઉપયોગ તમે ફ્રીમાં કરી શકો છો.
- ગૂગલ ડોક્સની એન્ડ્રોઇડ એપ પણ છે અને વેબસાઈટ પણ છે જેમાં તમે સરળતાથી કામ કરી શકો છો અને એ પણ ગમે ત્યારે.
- ગૂગલ ડોક્સમાં તમે જે ડોકયુમેંટમાં કરો છો, જો તમે આ ડોકયુમેંટને બીજા વ્યક્તિ સાથે શેર કર્યું હોય અને જો તે બીજો વ્યક્તિ તમારું ડોકયુમેંટ ખોલીને બેઠો હોય તો તમને એ પણ ખબર પડશે કે તે વ્યક્તિ કોણ છે અને તમારા ડોકયુમેંટમાં કયા ફેરફાર કરી રહ્યો છે.
- ગૂગલ ડોક્સની અંદર તમે ડોક્યુમેન્ટને કોઈ પણ ભાષામાં લખી શકો છો અને એડિટ પણ કરી શકો છો.
- તમારા ડોક્યુમેન્ટની અંદર કેટલા શબ્દો લખેલા છે તેની ગણતરી પણ કરી શકો છો.
- તમે ડોક્યુમેન્ટની અંદર ફોર્મ્યુલા પણ ઉમેરીને કામને સરળ પણ બનાવી શકો છો.
- કોઈ પણ ફાઈલને સર્ચ પણ કરી શકો છો.
- કોઇ પણ શબ્દ અથવા વાક્યને શોધી શકો છો અને જો તમારે કોઈ શબ્દ અથવા વાક્ય બદલવો હોય તો બદલી પણ શકો છો.
- ગૂગલ ડોક્સમાં તમે વોટર માર્ક પણ લગાવી શકો છો જેથી તમારા ડોક્યુમેન્ટની કોઈ બીજી જગ્યાએ ડુપ્લીકેટ ફાઈલના બને અથવા તો ઉપયોગ ન થાય.
- ગૂગલ ડોક્સમાં તમે માઇક્રોફોનનો ઉપયોગ કરીને બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો જેને વોઇસ ટાઈપિંગ કહેવાય છે.
- ગૂગલ ડોક્સમાં ડોક્યુમેન્ટ બનાવવા માટે તમે તૈયાર ટેમ્પ્લેટનો ઉપયોગ કરી શકો છો.
ગૂગલ ડોક્સ સુરક્ષિત છે કે નહિ?
ડોક્યુમેન્ટ હંમેશા કામના હોવાથી આપણને શંકા રહે છે કે મારા ડોક્સના આ બધા ડેટા લીક થશે, પણ મિત્રો એવું નથી ગૂગલે તેની બધી પ્રોડક્ટને લોન્ચ કર્યા પછી એની સુરક્ષા કેવી રીતે રાખવી તેમાં ઘણું ધ્યાન આપ્યું હોય છે તો ગૂગલ ડોક્સ પર ડોક્યુમેન્ટ રાખવા એ સુરક્ષિત છે.
જો તમને હજુ શંકા હોય તો તમે બીજું કોઈ માધ્યમ શોધી શકો છો જે તમારા માટે એકદમ સુરક્ષિત હોય છે.
મિત્રો આશા રાખું છું કે આજની આ જાણકારીમાંથી તમને કઈક નવું શીખવા મળ્યું હશે. જો તમારા મનમાં સવાલ હોય તો કમેન્ટ જરૂરથી જણાવજો અને આ માહિત ને બીજા લોકો સુધી શેયર કરજો જેનાથી બીજા લોકોનું પણ નોલેજ વધે.
અમારી અન્ય પોસ્ટ:-