ગૂગલ ડોક્સ માટે ખૂબ ઉપયોગી શોર્ટકટ કી (Infographics)

મિત્રો હવે બધા જ લોકો લખાણ લખવા અને તેને એડિટ કરવા માટે ગૂગલ ડોક્સનો ઉપયોગ કરે છે. ગૂગલ ડોક્સમાં આપણે જે પણ લખીએ છીએ તે ઓટોમેટિક ક્લાઉડમાં સેવ થઈ જાય છે.

ગૂગલ ડોક્સમાં કામ બધુ ઝડપી થાય છે કારણ કે તેમાં એવા ઘણા ફીચર્સ છે જે આપણાં કામને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

આજે આપણે ગૂગલ ડોક્સની ઘણી એવી ઉપયોગી શોર્ટકટ કી વિશે જાણીશું જે તમે કીબોર્ડ દ્વારા ઉપયોગ કરી શકો છો.

ગૂગલ ડોક્સ માટે ખૂબ ઉપયોગી શોર્ટકટ કી

ગૂગલ ડોક્સ માટે ઉપયોગી શોર્ટકટ કી

શરૂઆતમાં તો હું તમને સરળ-સરળ કીબોર્ડ શોર્ટકટ કી બતાવીશ જે તમે પોતાના ડેસ્કટોપમાં ગૂગલ ડોક્સ ઉપયોગ કરતી વખતે અજમાવી શકો છો.

લખાણને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવા માટે

લખાણને બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવા માટે

જો તમે કોઈ લખાણ લખતા હોય અને તમારે કોઈ શબ્દને હાઇલાઇટ કરવું હોય તો તેના માટે તમારે બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇનનો ઉપયોગ કરવો પડે છે.

તમારે કોઈ પણ શબ્દને શોર્ટકટ કીની મદદથી બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન કરવું હોય તો તે ઘણું સહેલું છે.

  • કોઈ પણ શબ્દને બોલ્ડ કરવા માટે તમારે તે શબ્દને સિલેક્ટ કરવાનો છે અને કીબોર્ડમાં Ctrl + B બટન દબાવવાનું છે. (Ctrl અને B બટન એક સાથે દબાવવાનું છે.)
  • કોઈ પણ શબ્દને ઇટાલિક કરવા માટે તમારે તે શબ્દને સિલેક્ટ કરીને Ctrl + I બટન દબાવવાનું છે. (Ctrl અને I બટન એક સાથે દબાવવાનું છે.)
  • કોઈ પણ શબ્દની નીચે લીટી કરવા માટે તે શબ્દને સિલેક્ટ કરીને Ctrl + U દબાવવાનું છે. (Ctrl અને U બટન એક સાથે દબાવવાનું છે.)

લખાણને  ડાબી બાજુ, વચ્ચે અને ડાબી બાજુ ખસેડવા માટે

લખાણને  ડાબી બાજુ, વચ્ચે અને ડાબી બાજુ ખસેડવા માટે

તમે લખાણને જરૂર આજુ બાજુ ખસેડતા હશો તો તેના માટે પણ શોર્ટકટ કી છે.

  • લખાણને ડાબી બાજુ ખસેડવા માટે લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Shift + L બટન એક સાથે દબાવો.
  • લખાણને વચ્ચે ખસેડવા માટે લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Shift + E બટન એક સાથે દબાવો.
  • લખાણને જમણી બાજુ ખસેડવા માટે લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Shift + R બટન એક સાથે દબાવો.

લખાણને નંબર લિસ્ટમાં ફેરવવા

લખાણને નંબર લિસ્ટમાં ફેરવવા

તમે તમે કોઈ વસ્તુ મુદ્દાસર રીતે લખાણ લખો છો તો તેમાં તમારે નંબર પણ આપવા પડે છે, તમે નંબર પ્રમાણેની લિસ્ટ બનાવી શકો છો.

તેના માટે બસ લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Shift + 7 દબાવો.

લખાણને બુલેટ લિસ્ટમાં ફેરવવા

લખાણને બુલેટ લિસ્ટમાં ફેરવવા

જો તમારે કોઈ પણ લખાણને બુલેટ લિસ્ટમાં ફેરવવું હોય તો તેના માટે તેને સિલેક્ટ કરો અને Ctrl + Shift + 8 દબાવો.

લખાણને ચેકબોક્સ લિસ્ટમાં ફેરવવા માટે

લખાણને ચેકબોક્સ લિસ્ટમાં ફેરવવા માટે

જો તમારે કોઈ પણ લિસ્ટને ચેકબોક્સ લિસ્ટમાં ફેરવવું હોય તો તમે તે લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Shift + 9 દબાવો.

શબ્દોને સર્ચ કરવા માટે

ગૂગલ ડોક્સમાં શબ્દોને સર્ચ કરવા માટે

જો તમારે ડોક્સમાં કઈક શબ્દ કે લખાણ સર્ચ કરવું હોય તો તેના માટે તમારે Ctrl + F દબાવવાની જરૂર છે જેનાથી એક સર્ચ બોક્સ ગૂગલ ડોક્સમાં ખૂલી જશે.

શબ્દોની ફેરબદલ કરવા માટે

ગૂગલ ડોક્સમાં શબ્દોની ફેરબદલ કરવા માટે

જો તમારે કોઈ પણ શબ્દને બીજા શબ્દ સાથે બદલવું (Replace કરવું) હોય તો તમે Ctrl + H દબાવો એટલે એક બોક્સ ખૂલી જશે.

શબ્દમાં લિન્ક 🔗 ઉમેરવા માટે

ગૂગલ ડોક્સમાં શબ્દમાં લિન્ક ઉમેરવા માટે

જો તમારે કોઈ પણ શબ્દમાં એક લિન્ક મૂકવી હોય જે બીજા કોઈ પેજને લિન્ક કરતી હોય તો તેના માટે પણ એક શોર્ટકટ કી છે.

બસ શબ્દને સિલેક્ટ કરો અને Ctrl + K બટન એક સાથે દબાવો એટલે લિન્ક પેસ્ટ કરવાનું બોક્સ ખૂલી જશે.

ટિપ્પણી કરવા માટે

ગૂગલ ડોક્સમાં ટિપ્પણી કરવા માટે

જો તમારે કોઈ પણ લખાણમાં ટિપ્પણી ઉમેરવી હોય તો તમે તે લખાણને સિલેક્ટ કરો અને Ctrl + Alt + M બટન દબાવો.

જો તમે રેગ્યુલર ગૂગલ ડોક્સમાં લખાણ 📝 લખતા હોય તો આ શોર્ટકટ કી તમને ખૂબ જ ઉપયોગી થશે અને ગૂગલ ડોક્સમાં કામ કરતી વખતે તમારી ઝડપ ખૂબ જ વધારશે.

આ શોર્ટકટ કીને લીધે તમારે ઘડીએ-ઘડીએ મેનૂબારમાં જવાની જરૂર નહીં પડે, બસ જો આ શોર્ટકટ કી ગમી હોય તો પોતાના બધા જ ગ્રુપમાં આ પોસ્ટને શેર કરજો.

અમારી દર નવી પોસ્ટ ચૂકી ન જાય તેના માટે અમારી સાથે વોટ્સએપ પર જરૂર જોડાવો, બસ 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ મોકલીને.

પોસ્ટને અંત સુધી વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. 🙏

અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:- 🔽