જ્યારે પણ આપણે ઓનલાઇન સ્ટોરેજની વાત કરીએ તો એમાં ગૂગલ ડ્રાઇવ તો આવેજ કારણ કે ગૂગલ ડ્રાઇવ એક ગૂગલ ની સર્વિસ છે જેમાં તમે કોઈ પણ વસ્તુ જેમ કે ફોટા, વિડિયો, મ્યુજિક વગેરે વસ્તુઓ ઓનલાઇન અપલોડ કરી શકો છો અને કોઈ પણ ડિવાઇસમાથી તેને એક્સેસ કરી શકો છો. આજે આપણે વાત કરીશું કે ગૂગલ ડ્રાઇવ કેવી રીતે કામ કરે છે? અને તમને આ પોસ્ટમાં ઘણું બધુ શીખવા મળશે.
ગૂગલ ડ્રાઇવ કેવી રીતે કામ કરે છે?
ગૂગલ ડ્રાઇવ ગૂગલનું એક ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ છે જે ગૂગલે 24 એપ્રિલ 2012માં લોન્ચ કર્યું હતું. ગૂગલ ડ્રાઇવને તમે ગૂગલ અકાઉંટની મદદથી ચલાવી શકો છો અને તેમાં પોતાના ડેટા અપલોડ કરી શકો છો. તેમાં તમને 15 GB ફ્રી સ્ટોરેજ આપવામાં આવે છે.
હવે વાત કરીએ કે આ કામ કેવી રીતે કરે છે.
ગૂગલ ખૂબ મોટું સર્ચ એંજિન છે અને તેની પાસે ખૂબ મોટા અને ઘણા બધા ડેટા સેંટર છે. ડેટા સેંટરમાં સર્વર હોય છે અને સર્વરમાં કોઈ પણ ફાઇલ કે મ્યુજિક, વિડિયો કે અન્ય વસ્તુઓ સ્ટોર કરી શકાય છે.
ગૂગલએ હવે એક 2012માં એક સર્વિસ લોન્ચ કરી જેનું નામ ગૂગલ ડ્રાઇવ છે. ગૂગલએ પોતાના સર્વર સાથે ગૂગલ ડ્રાઇવ જોડી દીધું અને હવે કોઈ પણ વ્યક્તિ ગૂગલ ડ્રાઇવમાં જે પણ અપલોડ કરે તે ગૂગલના સર્વરમાં તે વસ્તુ ઓનલાઇન સ્ટોર થાય છે.
એક ગૂગલ અકાઉન્ટમાં 15 GB ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ મળે છે જેમાં કોઈ પણ વ્યક્તિ 15 GB સુધીની ફાઈલો ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરી શકે છે. ગૂગલ પોતાના સર્વરમાથી 15 GB જગ્યા બધા જ ગૂગલ અકાઉંટ વાળાને આપે છે જેમાં કોઈ પણ વસ્તુઓ સ્ટોર કરી શકાય છે.
હવે માની લો કે કોઈ મોટી કંપની હોય અને તેને પોતાની કંપનીના ડેટા ઓનલાઇન સ્ટોર કરવા હોય તો તેને પોતાનું સર્વર બનાવવું પડે અને સર્વર બનાવવા માટે ખૂબ ખર્ચો થાય છે તેને કારણે મોટી-મોટી કંપનીઓ ગૂગલ ડ્રાઇવની સર્વિસ વાપરે છે જેમાં કંપનીઓ 100 GB અને 1 TB જેટલી સ્ટોરેજ ખરીદે છે. 15 GBથી વધારે સ્ટોરેજ જોવતું હોય તો તેના માટે ગૂગલને પૈસા આપવા પડે છે.
આવી રીતે ગૂગલ ડ્રાઇવ પૈસા પણ કમાવે છે અને બધાને મફત સ્ટોરેજ પણ આપે છે. ગૂગલ ડ્રાઇવ સાથે જીમેલ, ગૂગલ ફોર્મ્સ, ગૂગલ સ્લાઇડ, ગૂગલ ડોક્સ વગેરેના ડેટા ગૂગલ ડ્રાઇવમાં જ સ્ટોર થાય છે.
આવી રીતે ગૂગલ ડ્રાઇવ કામ કરે છે. આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે અને તમારો કોઈ સવાલ હોય તો અમને જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીએ.