ગૂગલ ડ્રાઈવ એટલે શું? – Google Drive વિશે માહિતી

જેમ કમ્પ્યુટરમાં સ્ટોરેજ માટે હાર્ડ ડિસ્ક હોય છે તેમ ઓનલાઇન ડેટાને સ્ટોર કરવા માટે ગૂગલ ડ્રાઈવ પ્લેટફોર્મ બનેલું છે.

જેની અંદર તમે ડેટાને સ્ટોર કરવાની સાથે તેમાં ઘણું બધું ઓનલાઈન કામ પણ કરી શકો છો. જ્યારે ટેકનોલોજીનો વધારે વિકાસ થયો ન હતો ત્યારે આપણે પોતાનો ડેટા માત્ર કમ્પ્યુટરની અંદર સ્ટોર કરીને રાખતા પણ હવે ઈન્ટરનેટ ટેકનોલોજીના વિકાસથી આપણું કામ ઘણું બધું સરળ થઈ ગયું છે.

ગૂગલ ડ્રાઇવ એક ક્લાઉડ સ્ટોરેજનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આજે આપણે ગૂગલ ડ્રાઇવ (Google Drive) વિશે જાણકારી જાણવાનો પ્રયાસ કરીશું.

ગૂગલ ડ્રાઈવ એટલે શું? - Google Drive વિશે માહિતી

ગૂગલ ડ્રાઈવ શુ છે?

ગૂગલ ડ્રાઇવ એક ક્લાઉડ સ્ટોરેજ પ્લૅટફૉર્મ છે જેમાં તમે પોતાના ડેટા ઓનલાઇન સ્ટોર કરી શકો છો અને તેને બધા સાથે શેર પણ કરી શકો છો. ગૂગલ ડ્રાઇવ દ્વારા તમે પોતાના ફોટા, વિડિયો, ઓડિઓ, ડોક્યુમેંટ્સ જેવા વગેરે ફાઇલ ફોર્મેટને અપલોડ કરીને સુરક્ષિત સાચવી શકો છો.

ગૂગલ ડ્રાઇવમાં તમે પોતાનો અલગ-અલગ પ્રકારનો ડેટા અપલોડ કરીને તેને અલગ-અલગ ડિવાઇસમાં પોતાની ગૂગલ આઈડી લૉગિન કરીને ઇન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકો છો.

ગૂગલ ડ્રાઇવમાં તમારા ગૂગલ એકાઉન્ટ સાથે જ તમને ફ્રી સ્ટોરેજ મળે છે જેમાં તમે ફ્રી પ્લાનમાં 15 GB સુધીનો ડેટા મફત સ્ટોર કરી શકો છો.

જો તમારે ગૂગલ ડ્રાઇવમાં વધારે ડેટા સ્ટોર કરવો હોય તો તમે વધારે સ્ટોરેજનો પ્લાન ખરીદી પણ શકો છો.

ગૂગલ ડ્રાઈવની શોધ ક્યારે થઈ?

ગૂગલ ડ્રાઈવની શોધ 24 એપ્રિલ 2012 માં ગૂગલ દ્વારા થઈ હતી. 2018ના ડેટા મુજબ ગૂગલ ડ્રાઇવના 1 અબજથી પણ વધારે વપરાશકર્તા થયા હતા.

ગૂગલ ડ્રાઈવમાં એકાઉન્ટ કેવી રીતે બનાવાય?

ગૂગલ ડ્રાઈવ ગૂગલની જ સર્વિસ છે એટલે તમારી પાસે જો પોતાનું એક જીમેલ આઇડી અને પાસવર્ડ હોય તો તમે ગુગલ ડ્રાઈવની અંદર જઈને તે જ આઇડી અને પાસવર્ડથી લૉગિન કરીને ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરી શકો છો.

ગૂગલ ડ્રાઈવના ફિચર્સ વિશે જાણકારી

 1. ગૂગલ ડ્રાઈવ ફ્રી કલાઉડ સ્ટોરેજ સર્વિસ આપે છે. (15 GB સુધી)
 2. ગૂગલ દ્વારા ડેવલોપ કરેલું હોવાથી સુરક્ષિત અને ઉપયોગ કરવો પણ સરળ છે.
 3. જો તમારી પાસે ઈન્ટરનેટની સુવિધા નથી તો તમે ઓફલાઈન પણ કામ કરી શકો છો.
 4. ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરેલા ડેટાને તમે બીજા લોકો સાથે શેયર કરી શકો છો.
 5. ગૂગલ ડ્રાઈવની સાથે તમે તેની અન્ય સેવા જેમ કે ગૂગલ ડોક્સ, ગૂગલ શીટ, ગૂગલ સ્લાઈડ, ગૂગલ ફોર્મ, ગૂગલ સાઈટ વગેરેને પણ ઉપયોગ કરી શકો છો.
 6. ગૂગલ ડ્રાઈવમાં તમે ફોલ્ડર બનાવી પણ શકો છો અને અપલોડ પણ કરી શકો છો. પોતાના ડેટાને સરળ રીતે મેનેજ કરી શકો છો.
 7. ગૂગલ ડ્રાઈવની અંદર એક સ્કેનર ટૂલ આપ્યું છે જેનો ઉપયોગ તમે કોઈ પણ ફાઈલ કે ડોક્યુમેન્ટને સ્કેન કરીને તમે સીધું જ PDF માં સેવ કરી શકો છો.
 8. તમારા ઇમેઈલની અંદર ઘણા બધા ડોક્યુમેન્ટ કે પછી ફાઈલ આવતી હોય છે તેને તમે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવાની જગ્યાએ તમે સીધું જ ગૂગલ ડ્રાઈવમાં ખોલી શકો છો.
 9. ગૂગલ ડ્રાઈવની અંદર ડેટાને સર્ચ કરવાની પણ સુવિધા હોય છે જેનાથી તમને ઓછા સમયમાં પોતાનો ડેટા ઝડપથી મળી જાય.

ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ ઓફલાઈન કેવી રીતે કરવો?

 • ગૂગલ ડ્રાઈવનો ઓફલાઈન ઉપયોગ કરવા માટે Google Drive ના સેટિંગમાં જવાનું છે.
 • ત્યારબાદ તેમાં Make Recent File Available Offline ઓપ્શન બંધ હશે તેને Enable એટલે કે ચાલુ કરી દેવાનું છે.
 • હવે તમે જેટલી પણ નવી ફાઈલ બનાવશો તેને તમે ઈન્ટરનેટ વગર પણ જોઈ શકશો.

ગૂગલ ડ્રાઈવમાં ડેટાનું બેકઅપ અને રિસ્ટોર કઈ રીતે કરી શકાય?

તમારા કમ્પ્યુટરમાં રહેલા ડેટાને તમે ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી શકો છો જેનાથી ઓનલાઇન તમારા બધા ડેટાનું બેકઅપ જળવાય રહેશે અને પછી જો ડેટા પાછા જરૂર હોય તો ડ્રાઈવમાંથી તે તમે ડાઉનલોડ પણ કરી શકશો.

ગૂગલ ડ્રાઈવના ડેસ્કટોપ એપનો ઉપયોગ કેવી રીતે કરવો?

 • ગૂગલ ડ્રાઈવની ડેસ્કટોપ એપ તમે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકશો. 
 • ડાઉનલોડ થયા પછી તમારે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનું રહેશે.
 • ઈન્સ્ટોલ થયા પછી કમ્પ્યુટરમાં ડ્રાઈવ નામનું આઇકન બની જશે જેમાં તમે કોઈ પણ ફાઈલને અંદર મુકશો તે ઓટોમેટિક ગૂગલ ડ્રાઈવ ઓનલાઈન વેબસાઈટની અંદર અપલોડ થઈ જશે.

કોઈપણ અન્ય વ્યક્તિ શુ તમારી ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર થયેલી ફાઈલને જોઈ શકે છે?

જો તમે તમારી ફાઇલને બીજા લોકો સાથે શેર કરવાની પરવાનગી આપો છો તો તમારી ફાઇલ કોઈ પણ લિન્ક દ્વારા જોઈ શકે છે અને સર્ચ એંજિન દ્વારા પણ ઇંડેક્સ થઈ જાય છે.

ડિફોલ્ટ રીતે તો તમારી ફાઇલની પરમિશન તમારા સુધી જ સીમિત હોય છે એટલે ચિંતા કરવાની જરૂર નથી.

આજે મિત્રો ઈન્ટરનેટ પર ઓનલાઈન ડેટાને સ્ટોર કરવા માટે એક સરસ મજાના પ્લેટફોર્મ વિશે આપણે જાણકારી લીધી. આશા રાખું છું કે તમે Google Drive વિશે ઘણું બધું શીખવા મળ્યું હશે. 

તમારા સવાલ હોય તો જરૂર કમેંટમાં જણાવજો અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો :