ગૂગલ ન્યૂઝ શું છે? Google News વિશે માહિતી

મિત્રો જો તમને ઇન્ટરનેટ પર અલગ – અલગ સમાચાર વાંચવાનો શોખ હોય અને તમે અલગ – અલગ વેબસાઇટ કે એપ્લિકેશનમાં જઈને સમાચાર વાંચો છો તો આજની આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી થશે,

કારણ કે આજે આપણે એક એવા પ્લૅટફૉર્મ વિશે વાત કરવાના છીએ જ્યાં તમને બધી જ વેબસાઇટના સમાચારો એક જ જગ્યાએથી વાંચવા મળશે, આ પ્લૅટફૉર્મનું નામ છે “ગૂગલ ન્યૂઝ (Google News)

આજે આપણે જાણીશું કે ગૂગલ ન્યૂઝ શું છે અને તેના વિશે અન્ય માહિતી.

Google News વિશે માહિતી

ગૂગલ ન્યૂઝ શું છે? – What is Google News in Gujarati?

ગૂગલ ન્યૂઝ (Google News) એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં તમને એક જ જગ્યાએ જેટલા પણ લોકપ્રિય સમાચાર ચેનલો અથવા પબ્લિશર છે તો તેમના સમાચાર એક જ જગ્યાએ જોવા મળે છે, તમે ગૂગલ ન્યૂઝમાં અલગ-અલગ ટોપિક પર હજારો સમાચાર જોઈ શકો છો.

ગૂગલ ન્યૂઝ એક ગૂગલની “News Aggregator (સમાચાર એકત્રિત)” કરવાવાળી સર્વિસ છે. ગૂગલ ન્યૂઝમાં તમને તમારા રસ પ્રમાણે સમાચારો જોવા મળે છે, તમને એક જ સમાચારના અલગ – અલગ મત જાણવા મળે છે.

ગૂગલ ન્યૂઝને તમે તમારા કમ્પ્યુટર બ્રાઉઝરમાં “news.google.com” વેબસાઇટ પર જઈને એક્સેસ કરી શકો છો અને સ્માર્ટફોનમાં Android અને iOS માટે તમને પ્લેસ્ટોર અને એપસ્ટોરમાં “Google News” એપ્લિકેશન જોવા મળી જશે તો ત્યાથી તમારે તે એપને ઇન્સ્ટોલ કરવાનું રહેશે.

ગૂગલ ન્યૂઝની શોધ કોણે કરી?

Google News Inventor - Krishna Bharat
Source: Krishna Bharat’s LinkedIn Profile
  • ભારતીયો માટે ગર્વની વાત છે કે ગૂગલ ન્યૂઝની શોધ “Krishna Bharat” એ કરી હતી, તેઓ ગૂગલ કંપનીમાં એક ભારતીય રિસર્ચ વૈજ્ઞાનિક છે.
  • તેઓ ગૂગલ કંપનીમાં ગૂગલ ન્યૂઝ પ્લૅટફૉર્મ પર કામ કરતી ટિમના નેતૃત્વ કરનાર હતા, તેમનો જન્મ 7 જાન્યુઆરી 1970માં થયો હતો,
  • તેમણે ગૂગલ ઈન્ડિયાનું રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર પણ ભારતના બેંગલોરમાં ખોલ્યું હતું. 

ગૂગલ ન્યૂઝની શરૂઆત ક્યારે થઈ?

ગૂગલ ન્યૂઝની શરૂઆત સપ્ટેમ્બર 2002માં થઈ હતી, તે સમયે તે માત્ર બીટા વર્ઝનમાં લોન્ચ થયું હતું પણ પછી જાન્યુઆરી 2006માં ગૂગલ ન્યૂઝને મુખ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું.

ગૂગલ ન્યૂઝના ફીચર્સ 

Google News Technology

  • ગૂગલ ન્યૂઝમાં પૂરી દુનિયાની ખબરો જાણવા મળશે.
  • તમારા મનપસંદ પબ્લિશરના ઈવેન્ટ, અલગ – અલગ વિષયોના સમાચાર જાણવા મળશે.
  • તમે આર્ટીકલને બૂકમાર્ક અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શેર પણ કરી શકસો.
  • તમને અલગ – અલગ સેક્શન પણ જોવા મળે છે જેથી તમે અલગ – અલગ રીતે સમાચાર જોઈ શકો.

મિત્રો આશા છે કે તમને આજે ગૂગલ ન્યૂઝ વિશે ઘણી માહિતી મળી હશે, અમે મળીશું તમને નવી પોસ્ટ સાથે, ત્યાં સુધી તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: