જ્યારે તમે પ્રથમ વખત Android ફોન વાપરો છો તો તમને એમાં ગૂગલ પ્લેસ્ટોરમાં એપ અપડેટ કરવામાં મુશ્કેલી થતી હોય છે કારણ કે તમારી માટે નવો સ્માર્ટફોન હોય એટલે તેમાં શું કરવું અને કેવી રીતે કરવું એની રીત તમને ખબર હોતી નથી.
આજે અમે નવા Android યુઝર અને જૂના યુઝર પણ જેમને ગૂગલ પ્લેસ્ટોરમાં એપ અપડેટ કરતાં નથી આવડતું તો તેના વિશે તમને આ પોસ્ટમાં જાણવા મળશે કે ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ એપ્લિકેશન અપડેટ કેવી રીતે કરવી? તો ચાલો આપણે રીત જાણીએ.
ગૂગલ પ્લેસ્ટોરમાં કોઈ પણ એપ અપડેટ કરવાની રીત
- સૌપ્રથમ મોબાઇલમાં Play Store ખોલો.
- જમણી બાજુ ઉપર પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
- હવે Manage apps & device પર ક્લિક કરો.
- હવે Manage ટેબ પર જાવો અને Updates available પર ક્લિક કરો જેથી જેટલી એપમાં નવું અપડેટ આવ્યું હશે તે તમારી સામે આવશે.
- હવે Update પર ક્લિક કરો જેથી તમારી કોઈ પણ એપ આવી રીતે અપડેટ થવા માંડશે અને ઓટોમેટિક તેમાં અપડેટ ઇન્સ્ટોલ થઈ જશે.
મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે, આવી રીતે તમે પોતાના Android ફોનમાં Play Store દ્વારા કોઈ પણ એપને અપડેટ કરી શકો છો.
- અમારી અન્ય પોસ્ટ:-
🔗 મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ કેવી રીતે કરવું?
🔗 ભૂલી ગયેલા કમ્પ્યુટર પાસવર્ડને રીસેટ કેવી રીતે કરવું?
🔗 મોબાઇલને કમ્પ્યુટરમાં માઉસ તરીકે કેવી રીતે વાપરવું?