ગૂગલ પ્લેસ્ટોરમાં Dark Mode કેવી રીતે ચાલુ કરવું?

મિત્રો, તમને ખબર જ હશે કે ડાર્ક મોડ આપણાં મોબાઇલ માટે કેટલું જરૂરી છે, ડાર્ક મોડથી આપણી આંખો ઓછી ખેંચાય છે અને બેટરીની બચત પણ વધારે થાય છે.

આ પોસ્ટમાં આપણે પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ ચાલુ કરતાં શિખીશુ, પ્લેસ્ટોર તો તમે એપ અને ગેમ ડાઉનલોડ કરવા માટે વાપરતા જ હશો, જો તમે એમાં ડાર્ક મોડ ચાલુ કરશો તો તમને લાંબા ગાળે એમાં ઘણો ફાયદો જોવા મળશે એટલે ચાલો આજે શિખીએ કે ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરાય? જાણીએ સ્ટેપ બાય સ્ટેપ.
 

ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ કેવી રીતે ચાલુ કરવું? - Enable Dark Mode in Gujarati

પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ ચાલુ કરવાની રીત

  1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં Play Store ખોલો.
  2. હવે જમણી બાજુ, ઉપર પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
  3. હવે નીચે Settings પર ક્લિક કરો.
  4. હવે પ્રથમ “General” પર ક્લિક કરો.
  5. હવે નીચે “Theme” પર ક્લિક કરો.
  6. હવે “Dark” પર ક્લિક કરો.

આવી રીતે તમારા ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ અથવા ડાર્ક થીમ ચાલુ થઈ જશે. 

આશા છે કે તમને ગૂગલ પ્લેસ્ટોરમાં ડાર્ક મોડ ચાલુ કરતાં આવડી ગયું હશે. તમારો કોઈ સવાલ હોય તો જરૂર નીચે જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું.