ગૂગલ પ્લેસ્ટોર એન્ડ્રોઇડ એપનો ખજાનો છે જેમાં તમને લાખોની સંખ્યામાં એપ જોવા મળે છે, ઘણી વખત આપણે ગૂગલ પ્લેસ્ટોર પર અમુક એપ સર્ચ કરતાં હોઈએ છીએ અને તે એપ પ્લેસ્ટોરમાં સર્ચ કરીએ તો પણ આપણને તે એપ નથી જોવા મળતી અને જ્યારે આપણે તે એપનું નામ બીજા ફોનના પ્લેસ્ટોરમાં સર્ચ કરીએ તો તે આપણને જોવા મળી જાય છે.
તો આવું કેમ થાય છે કે ગૂગલ પ્લેસ્ટોર પર તમે એપ સર્ચ કરો અને તમને તે ન દેખાય પણ તે એપનું નામ બીજાના ફોનના પ્લેસ્ટોરમાં સર્ચ કરો તો તમને તે એપ દેખાય છે તો તેનું આજે તમને કારણ જાણવા મળશે અને તે એપને તમે કેવી રીતે શોધી શકશો એ પણ જાણવા મળશે.
ગૂગલ પ્લેસ્ટોર પર અમુક એપ સર્ચ કરતાં આપણને તે એપ નથી દેખાતી પણ બીજાના ફોનમાં દેખાય છે તો તેનું શું કારણ છે?
મિત્રો આના 2 કારણ હોય શકે કે તે એપ તમારા એરિયા અથવા દેશમાં બ્લોક કરવામાં આવી છે અથવા તે એપ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસને સપોર્ટ નથી કરતી. ઘણી વખત અમુક એપ જે-તે દેશના નિયમોને તોડતી હોય છે તેને લીધે તે એપને અમુક દેશ માટે બ્લોક કરવામાં આવે છે એટલે તે એપ તે દેશમાં સર્ચ કરવામાં આવે તો પણ તે એપ નહીં દેખાતી.
જો તમારા એન્ડ્રોઇડ ડિવાઇસનું વર્ઝન જૂનું હોય અને તે એપ એન્ડ્રોઇડના નવા વર્ઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય તો તે ચોક્કસ તમારા જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં કામ નહીં કરે અને તેને લીધે તે એપને તમે ગૂગલ પ્લેસ્ટોર પર સર્ચ કરો તો પણ તમને નહીં દેખાય અને બીજા ફોનમાં દેખાય છે એનું કારણ એ છે કે તે ફોન તે એપના વર્ઝનને સપોર્ટ કરે છે.
ઘણી વખત અમુક એપ ગૂગલ પ્લેસ્ટોર પર તમે જ્યારે પહેલા સર્ચ કરતાં હતા ત્યારે દેખાતી હતી પણ 1-2 વર્ષ પછી જ્યારે તમે સર્ચ કરો તો તે તમને નથી દેખાતી અને તેનું કારણ પણ સિમ્પલ છે કે તે એપએ પોતાની એપનો સપોર્ટ જૂના એન્ડ્રોઇડ વર્ઝન માટે બંધ કરી દીધો હોય છે જેથી તે એપ નવા એન્ડ્રોઇડ વર્ઝનમાં જ કામ કરે છે અને જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં કામ નથી કરતી.
હવે આનું સોલ્યુશન તો નથી પણ તમે તે એપને ખાલી જોઈ શકો છો.
તમે ગૂગલ સર્ચ એંજિનમાં તે એપને સર્ચ કરો અને ત્યાં તમને તે એપની પ્લેસ્ટોર લિન્ક મળશે તો તેના પર ક્લિક કરશો તો તમે ગૂગલ પ્લેસ્ટોર પર આવી જશો અને તમને ત્યાં કારણ પણ જોવા મળશે કે તે એપ તમને કેમ નથી દેખાતી.
તે એપ તમારા ડિવાઇસમાં સપોર્ટ નહીં કરતી હોય અથવા તમારા દેશમાં તે એપ બ્લોક કરવામાં આવી હોય છે જેથી તે એપ તે દેશના યુઝર માટે ઉપલબ્ધ નથી.
આશા છે મિત્રો તમને આ પોસ્ટમાં ખૂબ ઉપયોગી અને જરૂરી માહિતી મળી હશે, તમારા મિત્રો સાથે આ પોસ્ટ શેર કરીને અમારો ઉત્સાહ જરૂર વધારજો.
અમારી અન્ય પોસ્ટ:-
🔗 ગૂગલ પ્લેસ્ટોરમાં એપ અપડેટ ન થાય તો શું કરવું?
🔗 ગૂગલ પ્લેસ્ટોરમાં Dark Mode કેવી રીતે ચાલુ કરવું?