ગૂગલ પ્લેસ્ટોર વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી

જ્યારે એન્ડ્રોઇડ ફોનમાં એપ ડાઉનલોડ કરવાની વાત આવે તો સૌથી પહેલા આપણે ગૂગલ પ્લેસ્ટોર ખોલીએ છે કારણ કે ગૂગલ પ્લેસ્ટોર એન્ડ્રોઇડ ડિવાઇસ માટે મુખ્ય એપસ્ટોર છે અને તેમાં એન્ડ્રોઇડ માટે એપ્લિકેશનનો ભંડાર હોય છે અને તેમાં મોટા ભાગે એપ્સ મફત હોય છે અને અમુક પૈસા વાળી એપ્સ પણ હોય છે જેના માટે આપણે ચાર્જ ચૂકવવો પડે છે.

આજે આપણે ગૂગલ પ્લેસ્ટોર વિશે કઈક નવી જાણવા જેવી જાણકારી જાણીશું જે તમને કદાચ ખબર પણ નહીં હોય તો ચાલો આપણે જાણીએ.

ગૂગલ પ્લેસ્ટોરના તથ્યો – Google Play Store Facts Gujarati

  • ગૂગલ પ્લેસ્ટોરને 22 ઓક્ટોમ્બર 2008માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • ગૂગલ પ્લે (Google Play)ને ગૂગલ પ્લેસ્ટોર (Google Play Store) પણ કહેવાય છે અને તેનું જૂનું નામ એન્ડ્રોઇડ માર્કેટ (Android Market) હતું.
  • માર્ચ 2012માં એન્ડ્રોઇડ માર્કેટનું નામ ગૂગલ પ્લે દ્વારા બદલાઈ ગયું હતું.
  • ગૂગલ પ્લેસ્ટોર એક ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ છે જેનું કામ ડિજિટલ માધ્યમ દ્વારા ઇ-બૂક, ફિલ્મ, ગેમ્સ, એપ્સ વગેરેનું વિતરણ કરવાનું છે.
  • 2016માં ગૂગલ પ્લેસ્ટોર પર 82 બિલ્યન ટોટલ એપ ડાઉનલોડ્સ પૂરા થયા હતા.
  • 2017માં ગૂગલ પ્લેસ્ટોર પર 3.5 મિલ્યન જેટલી એપ પબ્લીશ થઈ ગઈ હતી અને ત્યારબાદ આ આંકડો ફરી 3 મિલ્યન સુધી પહોચી ગયો હતો તેનું મુખ્ય કારણ એ છે કે ગૂગલ પોતાના એપસ્ટોર પરથી નુકસાન કરે એવી એપ્સને સતત કાઢી નાખે છે અને યુઝરને ફાયદો થાય એનું ધ્યાન રાખે છે.
  • ગૂગલ પ્લેસ્ટોર આલ્ફા ટેસ્ટ અને બીટા ટેસ્ટના રૂપે એપ ડેવલોપરને તેમની એપનું અર્લિ વર્ઝન (Early Version) અમુક યુઝર માટે લોન્ચ કરવાની પણ પરવાનગી આપે છે.
  • યુઝર ગૂગલ પ્લેસ્ટોર પર કોઈ એપ કે ગેમ માટે પ્રિ-રજીસ્ટર પણ કરી શકે છે અને જ્યારે તે ગેમ કે એપ લોન્ચ થાય તો તેમને જાણ થઈ જાય છે.
  • 2013ની Google I/O ડેવલોપર કોન્ફરન્સમાં ગૂગલ પ્લે ગેમ્સનો પરિચય આપવામાં આવ્યો હતો જે એન્ડ્રોઇડ માટે ઓનલાઇન ગેમિંગ સર્વિસ હશે જેમાં ક્લાઉડ સેવ પણ થઈ શકશે જેવી વગેરે સુવિધા રજૂ કરવામાં આવી હતી.
  • 2020માં ગૂગલ પ્લેસ્ટોર પર નાના બાળકોને ધ્યાનમાં રાખીને Kids નામનું નવું સેક્શન આપવામાં આવ્યું હતું જેમાં બધી જ એપ્સ શિક્ષકો દ્વારા ભણવા માટે અથવા કઈક નવું શીખવા માટે મંજૂર કરવામાં આવે છે.
  • 2016માં ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમમાં ગૂગલ પ્લેસ્ટોર સાથે બધી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ લાવવામાં આવી હતી.

નિષ્કર્ષ

આજે આપણે ગૂગલ પ્લેસ્ટોર વિશે ઘણી અનોખી જાણકારી જાણી છે અને તેમાં અમુક કદાચ તમને ખબર પણ નહીં હોય, તમને શું નવું જાણવા મળ્યું એ જણાવવાનું ના ભૂલતા અને પોતાના વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં પણ પોસ્ટ શેર કરજો જેથી વધારે લોકોને પણ નવું જાણવા મળે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: