ગૂગલ બાર્ડ શું છે? માઇક્રોસોફ્ટને લીધે ગૂગલ આવ્યું છે એક્શનમાં! જાણો સરળ ભાષામાં!

જ્યારે તમે ગૂગલમાં કોઈ પણ જાણકારી સર્ચ કરો છો તો ગૂગલ તમને અલગ-અલગ આર્ટીકલની લિન્ક આપે છે.

હવે આમાં તમને તમારી સમસ્યા માટે કયા આર્ટીકલ આપવા એના માટે ગૂગલએ છેલ્લા 10-15 વર્ષોમાં AI નો ખૂબ ઉપયોગ કર્યો છે.

ગૂગલ દર 3-5 વર્ષમાં પોતાના અલગ-અલગ સર્ચ એંજિન અલ્ગોરિધમ બહાર પાડે છે જેનાથી સારા આર્ટીકલ ઉપર આવે છે અને જે લોકો તેના સર્ચ એંજિનને છેડવાનો પ્રયાસ કરે છે તેમના માટે આ જોખમના અલ્ગોરિધમ હોય છે.

ગૂગલના AI સિસ્ટમને લીધે લોકો તેનો ભરપૂર રીતે ઉપયોગ કરતાં આવ્યા છે અને લોકોને ખૂબ મદદ મળે છે.

હવે તો ગૂગલએ પોતાનું “ગૂગલ બાર્ડ (Google Bard)” પણ લોન્ચ કરી દીધું છે જે ChatGPT ને મોટી ટક્કર આપી શકે છે.

ચાલો જાણીએ ગૂગલ બાર્ડ વિશે જાણકારી.

ગૂગલ બાર્ડ શું છે?

ગૂગલ બાર્ડ શું છે? – What is Google Bard?

ગૂગલ બાર્ડ એક ગૂગલનું ભાષા મોડેલ છે જે એક ચેટબોટની જેમ કામ કરે છે અને તેની સાથે તમે સંવાદ કરી શકો છો, જેનો અર્થ કે તમે તેની સાથે ચેટિંગ કરી શકો છો.

ગૂગલ બાર્ડ દ્વારા શબ્દોને (Text Generation) બનાવી શકાય છે. ગૂગલ બાર્ડમાં તમે જેમ કમાન્ડ નાખશો તો એના આધારે તમને તે અલગ-અલગ શબ્દો બનાવીને આપશે.

ઉદાહરણ તરીકે તમે કોઈ સવાલ ગૂગલ બાર્ડમાં પૂછશો તો ગૂગલ બાર્ડ તમારા સવાલના આધારે તમને શબ્દોમાં એક સારો જવાબ આપશે.

જો સરળ શબ્દોમાં હું તમને કહું તો ગૂગલ બાર્ડ એક ચેટબોટ જેવુ છે જે ગૂગલના પોતાના ભાષા મોડેલ “LaMDA (Language Model for Dialogue Applications)” ઉપર આધારિત છે.

ભાષા મોડેલ શું હોય છે? – What is Language Model?

ભાષા મોડેલ એક પ્રકારનું AI મોડેલ હોય છે જેમાં અલગ-અલગ જાણકારી દ્વારા તેને તૈયાર (Train) કરવામાં આવે છે.

હવે આ ભાષા મોડેલમાં એક વખત જાણકારીને ભરવામાં આવે તો તે બધી માહિતીને શીખી જાય છે.

હવે ભાષા મોડેલનું કામ શબ્દોને બનાવવાનું (Text Generation) હોય છે. ભાષા મોડેલ અલગ-અલગ શબ્દોના પેટર્નને ઓળખીને નવા શબ્દોને બનાવે છે.

ઉદાહરણ તરીકે આપણે એક વખત આ ભાષા મોડેલમાં માહિતી ભરી દીધી. હવે જ્યારે તમે કોઈ શબ્દ આ ભાષા મોડેલને આપશો તો આ ભાષા મોડેલ એ શબ્દના તુક્કાઓ (Text Predictions) લગાવશે.

આ ભાષા મોડેલમાં જેટલી માહિતી ભરેલી છે એના આધારે તે નવા શબ્દો બનાવશે.

ભાષા મોડેલ માટેનું ઉદાહરણ – Example for Understanding Language Model

ઉદાહરણ તરીકે techzword.com માં એક કમ્પ્યુટરનું પૂરું આર્ટીકલ છે. હવે આપણે આ આર્ટીકલની જાણકારીને તે ભાષા મોડેલમાં ભરી દઇશું, તેને ટ્રેનીંગ આપીશું, તેને આ જાણકારી દ્વારા શીખવાડીશું તો તે ભાષા મોડેલ શિખશે.

હવે જ્યારે તમે આ ભાષા મોડેલને કોઈ સવાલ પૂછશો તો આ ભાષા મોડેલમાં જે જાણકારી છે એના આધારે જ તે તમને નવા જવાબ બનાવીને આપશે.

ટૂંકમાં આ ભાષા મોડેલ જવાબ આપવા માટે અલગ-અલગ શબ્દોને બનાવે છે અને પછી બધા જ શબ્દોને એકઠા કરીને યુઝરને જવાબ આપે છે.

તો આ ભાષા મોડેલ હોય છે જેને સૌથી પહેલા ડેટા આપીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને કઈક આપણે પૂછીશું તો તે તમને અલગ-અલગ શબ્દોના પેટર્નને પકડીને જવાબ આપશે.

LaMDA શું છે? – What is LaMDA?

LaMDA (લામડા) એક ભાષા મોડેલ છે જેનું પૂરું નામ “Language Model for Dialogue Applications” છે. LaMDA ને ગૂગલ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ ભાષા મોડેલ સંવાદ કરવા માટે છે જેની સાથે તમે વાત-ચિત કરી શકો છો.

LaMDA ને 2021માં ગૂગલ I/O માં જાહેર કરવામાં આવ્યું હતું.

ગૂગલ બાર્ડ કેવું દેખાય છે?

ગૂગલ બાર્ડ નીચે પ્રમાણેનું દેખાય છે જે એક ચેટબોટ જેવુ ઇન્ટરફેસ હશે અને તમે તેને ChatGPT ની જેમ ઉપયોગ કરી શકશો.

Google Bard Interface

ગૂગલ સર્ચમાં નવું AI ફીચર

હવે તમને ગૂગલના સર્ચ એંજિનમાં પણ AI દ્વારા જવાબો મળશે.

ઉદાહરણ તરીકે ગૂગલમાં તમે જાણકારી પ્રાપ્ત કરવા માટે સર્ચ કરો છો અને તમને ગૂગલ અલગ-અલગ આર્ટીકલ પણ આપે છે.

હવે ઘણા સવાલો વધારે ઊંડાણમાં પણ પુછવામાં આવે છે તો તેનો જવાબ તમને ગૂગલ સર્ચ એંજિનમાં AI દ્વારા આપવામાં આવશે.

Google Search AI Answers

તમે ઉપર ફોટામાં જોઈ શકો છો જે ગૂગલએ આપેલો છે. આ પ્રમાણેનો તમને જવાબ મળશે.

ગૂગલ બાર્ડનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે?

ગૂગલ બાર્ડની હજુ માત્ર ઘોષણા જ થઈ છે, તેને હજુ માત્ર અમુક જ લોકો ટેસ્ટિંગ કરી શકે છે. આવતા અમુક અઠવાડિયામાં તમને જલ્દી જ ગૂગલ બાર્ડ જાહેર રીતે જોવા મળી શકે છે.

ગૂગલ બાર્ડ લાવવાની જરૂર કેમ પડી?

ChatGPT

અચાનક ChatGPT નામના ચેટબોટએ માત્ર 5 દિવસમાં જ 10 લાખ યુઝર મેળવી લીધા હતા અને ગૂગલ માટે આ એક જોખમની ઘંટી હતી.

જેમ જેમ ChatGPT આગળ વધતું હતું એમ ગૂગલએ પણ ChatGPT ની જેમ જ એક ચેટબોટ તૈયાર કરવાનું વિચાર્યું.

ગૂગલ પાસે પણ GPT 3 ની જેમ પોતાનું એક ભાષા મોડેલ LaMDA તો હતું.

બસ ગૂગલને પોતાનું ChatGPT જેવુ ચેટબોટ લાવવાની જરૂર હતી. ગૂગલએ જોયું કે લોકો ChatGPT નો ઉપયોગ ખૂબ મોજથી કરી રહ્યા છે અને વપરાશ દિવસેને દિવસે વધી જ રહ્યો છે.

2 મહિનામાં જ માત્ર ChatGPT એ 10 કરોડ યુઝર મેળવ્યા અને ગૂગલએ પણ પોતાનો AI ચેટબોટ “Bard” જાહેર કરી દીધો.

ChatGPT ગૂગલ માટે જોખમ ન બને અને ગૂગલનું માર્કેટ ખાલી ન થાય એ માટે ગૂગલએ પોતાના બાર્ડ દ્વારા માર્કેટમાં પ્રવેશ કર્યો છે.

ગૂગલ તેની શરૂઆતમાં સર્ચ એંજિનના માર્કેટમાં પણ પ્રથમ ન હતી, ગૂગલની પહેલા પણ Yahoo જેવા વિશાળ સર્ચ એંજિન હતા પણ ગૂગલએ બધાને પાછળ છોડી દીધા છે અને કદાચ ચેટબોટની રેસમાં પણ ગૂગલ ChatGPT ને પાછળ છોડી શકે છે.

પૂરી દુનિયામાં ગૂગલ, સર્ચ એંજિન માર્કેટમાં એક મહાનાયક છે. આ કારણે ChatGPT ને ટક્કર આપવા અને પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ગૂગલએ બાર્ડ લોન્ચ કર્યું છે.

માઇક્રોસોફ્ટને લીધે ગૂગલ આવ્યું એક્શનમાં!

New Bing Search Engine

માઇક્રોસોફ્ટએ પણ પોતાના બિંગ સર્ચ એંજિનમાં GPT 4 ને જોડ્યુ છે જેના દ્વારા તેઓ ગૂગલ સર્ચ એંજિનને એક મોટી કાંટાની ટક્કર આપવા જઈ રહ્યા છે.

પણ હવે ગૂગલ પણ પોતાના સર્ચ એંજિનમાં ઘણા સવાલોના જવાબ AI દ્વારા આપશે. AI દ્વારા ગૂગલ ઘણા એવા ઊંડાણવાળા સવાલોના જવાબ આપશે જેનાથી યુઝરને સારો જવાબ મળશે.

મિત્રો આશા છે કે તમને આજે ગૂગલ બાર્ડ વિશે ઘણું નવું જાણવા મળ્યું હશે. બધા સુધી આ જાણકારી પહોચાડો કારણ કે આપણે બધા જ AI ના સૌથી મોટા વળાંકના સાક્ષી છીએ.

આપણી સામે AI ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. તમારો આભાર.

તમે અમારા techzword.com વેબસાઇટના હોમપેજ પરથી અમારી ટેક્નોલોજી મેગેઝિનને ફ્રીમાં ડાઉનલોડ કરીને વાંચી શકો છો.

અમારી અન્ય પોસ્ટ: