મિત્રો જો તમે બિઝનેસ કરો છો તો આજે હું તમને એક એવી માહિતી આપવાનો છું જેનો ઉપયોગ કરીને તમે તમારા બિઝનેસને ખૂબ ઝડપથી આગળ વધારી શકશો. અત્યારે ઇન્ટરનેટનો સમય છે તેને લીધે બધા જ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરતાં હોય છે.
હવે ગ્રાહકો પોતાની જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે ઇન્ટરનેટ દ્વારા ગૂગલ પર કઈકને કઈક શોધતા હોય છે અને તેમને કોઈને કોઈ દુકાન કે તેમના નજીકના જ બિઝનેસ વિશે માહિતી, એડ્રેસ સાથે બધુ જ ગૂગલ પર મળી જાય છે.
શું તમે કોઈ દિવસ વિચાર્યું કે ગૂગલ આપણાં નજીકના જ વિસ્તારની દુકાનો અને બિઝનેસ વિશેની માહિતી ક્યાથી લાવે છે? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેનો સીધો જવાબ Google My Business છે. ગૂગલનું આ એક મફત ટૂલ છે જે તમારા ધંધાને ઓનલાઇન લાવવા માટે મદદ કરે છે.
તો આજે આપણે આ Google My Business વિશે માહિતી જાણીશું અને તમારા મનમાં જે પણ મૂંઝવણ હશે એ દૂર કરવાનો પ્રયન્ત કરીશું જેથી તમે તમારા ઓફલાઇન ધંધાને ઓનલાઇન ગૂગલ દ્વારા મફત રીતે પ્રચાર કરી શકો તો ચાલો જાણી લઈએ ગૂગલ માય બિઝનેસ એટલે શું? Google My Business વિશે સંપૂર્ણ જાણકારી
ગૂગલ માય બિઝનેસ એટલે શું? – Google My Business in Gujarati
ગૂગલ માય બિઝનેસ એટલે તમે તમારા બિઝનેસ વિશેની માહિતીને ઈન્ટરનેટ પર ગૂગલ સર્ચ એન્જીન અને ગૂગલ મેપ્સ દ્વારા પ્રચાર કરી શકો છો. જો તમારા બિઝનેસની કોઈ પણ વેબસાઈટ બનાવેલી છે તો તે પણ તમે પ્રોફાઈલની સાથે પ્રચાર કરી શકો છો.
જો તમારું ગૂગલ માય બિઝનેસમાં એકાઉન્ટ છે તો તમે તમારા ગ્રાહક સાથે સરળતાથી જોડાયી શકો છો. તમારી બિઝનેસ પ્રોફાઈલમાં તમે અપડેટ પોસ્ટ પણ કરી શકો છો. ગૂગલ માય બિઝનેસ દ્વારા તમે એ પણ જાણી શકો છો કે તમારા બિઝનેસ સાથે કેટલા ગ્રાહક જોડાય છે અને તેની પ્રતિક્રિયા કેવી છે.
Google My Business એક ગૂગલનું પ્રોડક્ટ છે જેમાં તમે તમારા બિઝનેસની પ્રોફાઇલ બનાવી શકો છો અને એક વખત તમારી બિઝનેસ પ્રોફાઇલ ગૂગલ દ્વારા વેરિફાય થઈ જાય તો તમારી બિઝનેસ પ્રોફાઇલ ગૂગલ પર દેખાવા માંડે છે.
Google My Business પર તમારી પ્રોફાઇલ વેરિફાય થયા બાદ જ્યારે કોઈ તમારો ગ્રાહક તમારા ધંધાનું નામ કે તમારા ધંધાને લગતી સમસ્યા ગૂગલ પર સર્ચ કરશે તો તેને ગૂગલ તમારી બિઝનેસ પ્રોફાઇલ પણ બતાવશે અને તે ગ્રાહક તમને ડાઇરેક્ટ કોલ (Call), મેસેજ, ઈમેલ અને વિડિયો કોલ પણ કરી શકશે.
જો તમારી કોઈ વેબસાઇટ નથી તો પણ તમે Google My Business માં એક સામાન્ય વેબસાઇટ બનાવીને તેમાં તમારા બિઝનેસને લગતી માહિતી મૂકી શકો છો જેથી ગૂગલ પર સર્ચ કરતાં ગ્રાહકો ડાઇરેક્ટ તમારી વેબસાઇટ દ્વારા પણ તમારા ધંધા વિશે માહિતી લઈ શકશે.
Google My Business પ્રોફાઇલ પર તમારા ગ્રાહકો તમારી બિઝનેસ પ્રોફાઇલને રેટિંગ અને રિવ્યૂ પણ આપી શકશે જેથી તમે તમારા કસ્ટમર પાસેથી ડાઇરેક્ટ અભિપ્રાય લઈ શકશો અને તમારા ધંધાને વધારે સુધારી શકશો.
ગૂગલ માય બિઝનેસનો ઇતિહાસ
ગૂગલ માય બિઝનેસની શરૂઆત ગૂગલે જુન 2014 ના વર્ષમાં કરી હતી. ગૂગલ માય બિઝનેસની શોધ એટલા માટે કરવામાં આવી કે ગ્રાહક અને વેપારી કોઈ પણ જગ્યાએથી એક-બીજા સાથે જોડાઈને એક બીજા સાથે મિત્ર બનીને બંનેની જરૂરિયાતને પુરી કરે.
જ્યારે ગૂગલ માય બિઝનેસ ન હતું ત્યારે ગ્રાહકને જોઈતી વસ્તુ જેતે સમયે અને જગ્યા પર ઝડપથી નહોતું મળી શકતું. પણ આજે ગૂગલ માય બિઝનેસની સર્વિસ મળ્યા પછી ગ્રાહક અને વેપારીનું કામ ઘણું સરળ બની ગયું છે.
ગૂગલ માય બિઝનેસમાં બિઝનેસ પ્રોફાઈલ શું હોય છે?
બિઝનેસ પ્રોફાઈલ એટલે એમાં તમારા ધંધાને લગતી તમામ માહિતી આવશે જેમ કે તમારા “ધંધાનું નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ આઈડી, વેબસાઈટ હોય તો તેનું URL એડ્રેસ, ધંધાનું સરનામું, દુકાન અથવા ઓફીસના ફોટા, બિઝનેસ કેટેગરી, તમારી શોપ કે સ્ટોર હોય તો તે કેટલા વાગે અને કયા-કયા દિવસ ખુલ્લુ રહે, તમારો બિઝનેસ કયા-કયા એરિયામાં સર્વિસ આપે છે, તમારું નવું પ્રોડક્ટ શું છે, તમારો બિઝનેસ ચાલુ છે કે બંધ છે” તેવી વગેરે માહિતી તમારી બિઝનેસ પ્રોફાઇલમાં હોય છે અને આમાંથી અમુક માહિતી ઓપ્શનલ પણ છે એટલે કે જો તમારી પાસે તે માહિતી ન હોય તો પણ ચાલી જાય છે.
ગૂગલ માય બિઝનેસ વાપરવાનો ખર્ચો કેટલો છે?
Google My Business એક મફત સર્વિસ છે. આ સર્વિસની મદદથી તમે તમારા બિઝનેસ અને પ્રોડક્ટને ગ્રાહક સુધી સરળતાથી પહોચાડી શકો છો. આ સર્વિસનો ઉપયોગ ડિજિટલ માર્કેટિંગ માટે થાય છે.
ડિજિટલ માર્કેટિંગ એટલે “ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસનો ઓનલાઇન પ્રચાર કરવો” તો આવી રીતે Google My Business પણ ડિજિટલ માર્કેટિંગનો જ એક ભાગ છે.
ગૂગલ માય બિઝનેસ દ્વારા વધારે ગ્રાહક સુધી કેવી રીતે પહોચી શકાય?
જ્યારે કોઈ ગ્રાહક તમારા બિઝનેસને લગતું પ્રોડક્ટ ગૂગલ પર સર્ચ કરશે ત્યારે તમારી ગૂગલ માય બિઝનેસ પ્રોફાઈલ ગ્રાહકને જોવા મળશે, પ્રોફાઈલમાં નંબર હોવાથી તે તમારો કોન્ટેક્ટ કરશે.
આ ઉપરાંત જો કોઈ ગ્રાહક તમારા પ્રોડક્ટને ખરીદશે અને તે સંતુષ્ટ થશે તો તે તમારા બિઝનેસ પ્રોફાઇલમાં પ્રોડકટ વિશે ફીડબેક આપશે અને સ્ટાર રેટિંગ પણ આપશે જેનાથી તમારા બિઝનેસનું એકાઉન્ટ ગૂગલમાં પહેલા નંબર પર લિસ્ટ થઈ શકે છે અને વધારેને વધારે ગ્રાહક તમારા સુધી પહોચી શકશો.
જો તમારે પૈસા ખર્ચીને વધારે ગ્રાહકો સુધી પહોચવું હોય તો તમે જાહેરાત પણ ચલાવી શકો છો.
ગૂગલ માય બિઝનેસની સુવિધા ક્યાથી મળી શકે?
આ સર્વિસનો ઉપયોગ કરવા માટે તમે Google My Business ની મુખ્ય વેબસાઇટ google.com/business પર જઈને એકાઉન્ટ બનાવી શકો છો અને મોબાઇલ માટે તમે Android એપ અને iOS એપનો ઉપયોગ પણ કરી શકો છો.
શુ મારી પર્સનલ વેબસાઈટને ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલમાં ઉમેરી શકાય?
જી હા, તમે તમારી પર્સનલ વેબસાઈટને ગૂગલ માય બિઝનેસમાં એકાઉન્ટ બનાવતી વખતે ઉમેરી શકો છો. આ સુવિધા એટલા માટે આપવામાં આવી છે કે ગ્રાહકને જો તમારા બિઝનેસને લગતી વધારે માહિતી જોઈએ તો તે તમારી વેબસાઈટની મુલાકાત લઈને મેળવી શકે છે અને ગ્રાહક તમારા બિઝનેસ પ્રોડક્ટ પર વિશ્વાસ રાખી શકે છે.
દુકાન કે ઓફીસ ના હોય તો શું મારા બિઝનેસને ગૂગલ માય બિઝનેસ પર રજીસ્ટર કરાવી શકાય છે?
ગૂગલ માય બિઝનેસમાં રજીસ્ટર કરવા માટે દુકાન કે ઓફીસ હોવી જરૂરી નથી. જો હોય તો તમે ઉમેરી શકો છો અને ના હોય તો પણ એકાઉન્ટ બનાવી શકો છો.
ગૂગલ માય બિઝનેસના મુખ્ય ફીચર્સ
Post:- ગૂગલ માય બિઝનેસમાં તમે તમારા ગ્રાહકોને સૂચિત કરવા માટે અલગ-અલગ પ્રકારની પોસ્ટ બનાવી શકો છો, જેમ કે તમારા નવા પ્રોડક્ટ વિશે, નવી ઓફર વિશે, નવા ઈવેન્ટ વિશે અને તમારા ગ્રાહકોને કોઈ અપડેટ આપવી હોય તો તે પણ તમે પોસ્ટ દ્વારા આપી શકો છો.
Info:- તમે ગૂગલ માય બિઝનેસમાં તમારા ધંધાને લગતી ઘણી બધી માહિતી મૂકી શકો છો જેમ કે તમારા બિઝનેસનું નામ, એડ્રેસ, વેબસાઇટ એડ્રેસ, તમારો બિઝનેસ ક્યારે ચાલુ રહેશે, કયા સમયે ચાલુ રહેશે, ફોન નંબર, ઈમેલ આઈડી, પ્રોડક્ટ વિશે, સર્વિસ કેટેગરી, સર્વિસ એરિયા જેમાં તમે કયા-કયા એરિયામાં સર્વિસ આપો છો, અપોઈંટમેંટ લિન્ક, તમારા બિઝનેસ વિશે થોડું વર્ણન, બિઝનેસ ચાલુ છે કે બંધ આવી ઘણી માહિતી તમે Information તરીકે ઉમેરી શકો છો.
Insights:- આના દ્વારા તમે જોઈ શકો છો કે તમારી બિઝનેસ પ્રોફાઇલ ગૂગલ સર્ચમાં જોવાઈ કે ગૂગલ મેપ્સમાં, લોકો ડાઇરેક્ટ આવ્યા કે પછી તેમને કોઈ બીજી રીતે તમારી બિઝનેસ પ્રોફાઇલ મળી, કેટલા લોકો વેબસાઇટ પર ક્લિક કરે છે, કેટલા લોકો તમને કોલ કરે છે, કેટલા લોકો તમને મેસેજ કરે છે, Views જેવા વગેરે ડેટા તમને Insights દ્વારા મળે છે.
Reviews:- તમારા ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલમાં કોને કેટલી રેટિંગ કરી, તમારા ગ્રાહકો, તમારા બિઝનેસ વિશે શું ફીડબેક આપે છે તે તમે Reviews માં જઈને જોઈ શકો છો અને તમારા ગ્રાહકોને જવાબ પણ આપી શકો છો. જેટલું જલ્દી તમે રિવ્યૂનો જવાબ આપશો તેટલું ગ્રાહકને સારું લાગશે.
Messages:- ગૂગલ પર કોઈ તમારા બિઝનેસ પ્રોફાઇલ પર મેસેજ કરશે તો તેને તમે ડાઇરેક્ટ રિપ્લાઇ આપી શકો છો અને લાઈવ ચેટ કરી શકશો જેથી ગ્રાહક તમારા પર વિશ્વાસ પણ જલ્દી કરશે.
Photos:- તમે તમારા બિઝનેસને લગતા લોગો કે ફોટો વગેરે ઉમેરી શકો છો. તમે તમારી ઓફિસ કે દુકાનનો ફોટો અપલોડ કરી શકશો અને જ્યારે કોઈ સર્ચ કરશે તો તે ફોટા તમારા ગ્રાહકોને દેખાશે અને તેના Views તમને દેખાશે.
Website:- તમે ગૂગલ માય બિઝનેસમાં તમારા ધંધા માટે એક વેબસાઇટ બનાવી શકો છો અને તેમાં એક કસ્ટમ ડોમેન પણ સેટ કરી શકો છો જેથી તમારે વેબસાઇટ બનાવવા માટે કોઈ વધારે મહેનત કરવી પડતી નથી કારણ કે ગૂગલ માય બિઝનેસ દ્વારા આ કામ સહેલું થઈ ગયું છે.
Users:- તમારા ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલને મેનેજ કરવા માટે તમારે કોઈ વ્યક્તિને રાખવો હોય તો તમે રાખી શકો છો પણ તેને આ બિઝનેસ પ્રોફાઇલના ડેશબોર્ડનો એક્સેસ આપવા માટે પૂરું ગૂગલ એકાઉન્ટ આપવું જરૂરી નથી કારણ કે તમે Users માં તેને શું કામ કરવાનું એ પ્રમાણે તેને એક Roll આપી શકો છો.
બાકી તમે પોતાના બિઝનેસ માટે જાહેરાતો પણ ચલાવી શકો છો, કસ્ટમ ઈમેલ પણ લઈ શકો છો અને બીજા નવા બિઝનેસ પણ ઉમેરી શકો છો.
ગૂગલ માય બિઝનેસ Local SEO માટે કેમ ઉપયોગી છે?
જો તમે તમારા બિઝનેસની પ્રોફાઇલ Google My Business દ્વારા બનાવશો તો આ Local SEO માટે તમને વધારે ઉપયોગી થશે.
ઉદાહરણ તરીકે તમારું એક રેસ્ટોરેન્ટ છે અને તે અમદાવાદના મણિનગર એરિયામાં છે તો જ્યારે અમદાવાદના મણિનગરમાં રહેતો કોઈ વ્યક્તિ ગૂગલમાં “Restaurant Near me” અથવા “Restaurant in Maninagar” સર્ચ કરશે તો તેને ગૂગલમાં તમારા રેસ્ટોરેન્ટની પણ બિઝનેસ પ્રોફાઇલ દેખાશે કારણ કે તે વ્યક્તિ મણિનગરમાં રહે છે તેવું ગૂગલને લોકેશન દ્વારા ખબર છે અને તે વ્યક્તિ તમારી બિઝનેસ પ્રોફાઇલ દ્વારા જાણી શકશે કે તમારા રેસ્ટોરેન્ટમાં શું-શું મળે છે.
બીજું ઉદાહરણ સમજીએ તો કોઈ વ્યક્તિ રાજકોટમાં રહે છે અને તેને હોસ્પિટલ સર્ચ કરવું છે તો તે ડાઇરેક્ટ ગૂગલમાં સર્ચ કરશે કે “Hospital in Rajkot” તો હોસ્પિટલની જેટલી લિસ્ટ હશે તે તેની સામે આવી જશે.
તો આવી રીતે લોકલ SEO માટે ગૂગલ માય બિઝનેસ ઘણું ઉપયોગી થાય છે કારણ કે તે નજીકના વિસ્તારના પરિણામ જલ્દી બતાવે છે.
ગૂગલ માય બિઝનેસ પર એકાઉન્ટ કેવી રીતે બનાવી શકાય?
ગૂગલ માય બિઝનેસ માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ જરૂરી છે, ત્યારબાદ તમે google.com/business પર જઈને અથવા તેની Android અને iOS એપ ડાઉનલોડ કરીને તમારા વ્યવસાય માટે એક Google My business પ્રોફાઇલ બનાવી શકો છો.
જેમાં તમારી પાસેથી તમારા બિઝનેસને લગતા સવાલના જવાબ અને તમારા બિઝનેસ વિશેની માહિતી લેવામાં આવશે જેમ કે એડ્રેસ, બિઝનેસ નામ જેવી વગેરે માહિતી અને ત્યારબાદ તમારે તમારી ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલને વેરિફાય કરાવવી પડશે જેની રીત આપણે આગળ જાણીએ.
જો તમારે ગૂગલ માય બિઝનેસ પર એકાઉન્ટ બનાવવું હોય તો તમે આ નીચેનો વિડિયો જરૂર જોવો જેમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવ્યું છે.
Google My Business પ્રોફાઇલ વેરિફાય કેવી રીતે કરવી?
ગૂગલ માય બિઝનેસ પ્રોફાઇલ વેરિફાય કરવા માટે તમારે ગૂગલને એક “Verification Code“તમારા એડ્રેસ પર મોકલવા માટે એપ્લાઈ કરવું પડશે જેથી તેમાં તમારે એક એડ્રેસ ભરવાનો જેથી તમે ગૂગલનો પત્ર તે એડ્રેસ પર મેળવી શકો અને તે પત્રમાં એક કોડ હશે જે તમારે ગૂગલ માય બિઝનેસના ડેશબોર્ડમાં સબમિટ કરવાનો હશે અને તમારું ગૂગલ માય બિઝનેસ એકાઉન્ટ વેરિફાય થઈ જશે.
હું તમને જણાવી દઉં કે તમારા ઘરે કે ઓફિસ અથવા તમે આપેલા એડ્રેસ પર જે પણ પત્ર આવશે અને તેમાં એક કોડ હશે તે બિલકુલ મફત હોય છે.
ગૂગલ માય બિઝનેસનો આ કોડ તમારા ઘરે કે એડ્રેસ પર આવતા સુધી ઘણી વખત 12 દિવસ લાગે છે અને સમય વધારે કે ઓછો પણ લાગી શકે છે. જો તમે Google My Business પ્રોફાઇલ વેરિફાય નહીં કરાવો તો તમારી પ્રોફાઇલ ગૂગલ લિસ્ટમાં નથી બતાવવામાં આવતી અને તમને ઘણા ફીચર્સ નથી આપવામાં આવતા.
જો તમારે પોતાના બિઝનેસને આગળ વધારવો છે તો ગૂગલની આ સર્વિસનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. આ સર્વિસની મદદથી તમે તમારા બિઝનેસને તમારા યોગ્ય ગ્રાહક સુધી પહોચાડી શકો છો.
તો આજ ની આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આ માહિતી બીજા લોકો સુધી શેયર કરી દેજો. આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જરૂર જોડાઈ રહેજો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે તમે 7600940342 વોટ્સએપ નંબર પર Hi મેસેજ મોકલીને અમારી સાથે જોડાઈ શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ જરૂર વાંચો:-
મારે મારી કંપની વેબસાઈટ બનાવ માગુ છુ
તો કેમારી બનાવી સકાય
તમે તમારી કંપની માટે વેબસાઇટ WordPress પર બનાવી શકો છો.
તમારી વેબસાઇટ શેના માટે છે તે જાણીને નક્કી કરી શકાય કે તમારે તમારી વેબસાઇટ ક્યાં બનાવવી જોઈએ.
તમે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો. 7600940342