આજે આપણે એક એવા ઓનલાઇન પ્લૅટફૉર્મ વિશે વાત કરીશું જેને ઘરેથી પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં કામ કરતાં ઓફિસના લોકો, વિધ્યાર્થીઓ જેવા વગેરેને ઓનલાઇન ફેસ ટૂ ફેસ જોડાવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
આજે આપણે ગૂગલ મીટ (Google Meet) વિશે વાત કરીશું જેના દ્વારા તમે ઇન્ટરનેટ પર સરળતાથી મીટિંગ કરી શકો છો.
ગૂગલ મીટ એટલે શું?
ગૂગલ મીટ એક વિડિયો કમ્યુનિકેશન સર્વિસ છે જેના દ્વારા લોકો એક બીજા સાથે ઓડિઓ અને વિડિયો કોલિંગ કરી શકે છે. જેમને ઇન્ટરનેટ દ્વારા મિટિંગ કરવી છે, મિટિંગ કરતી વખતે કોઈ ડેટા શેર કરવા હોય, પ્રેઝન્ટેશન આપવી હોય, જેને ઇન્ટરવ્યૂ લેવું હોય, કોઈને ઓનલાઇન શિક્ષણ આપવું હોય તો તેમના માટે ગૂગલ મીટ એક ઓનલાઇન પ્લૅટફૉર્મ છે.
ગૂગલ મીટ દ્વારા એક વ્યક્તિ હોસ્ટ હોય છે જેને મિટિંગ ચાલુ કરી હોય છે અને બીજા યુઝર સહભાગીઓ હોય છે એટલે કે હોસ્ટએ મિટિંગને ચાલુ કરી અને બીજા સહભાગીઓ તે મિટિંગમાં જોડાયા કહેવાય છે.
આ પ્લૅટફૉર્મ પર એક યુઝર બીજા યુઝર સાથે ઓડિઓ અને વિડિયો દ્વારા કમ્યુનિકેશન કરી શકે છે અને મેસેજ પણ કરી શકે છે.
ગૂગલ મીટનો ઇતિહાસ શું છે?
- સૌથી પહેલા ગૂગલની એક વિડિઓ કમ્યુનિકેશન સર્વિસ હતી જેનું નામ હતું ગૂગલ હેંગઆઉટ (Hangouts) અને આ પ્લૅટફૉર્મ 2013માં આવ્યું હતું.
- ત્યારબાદ ગૂગલએ નવી ટેક્નોલૉજી સાથે 2017માં ગૂગલ મીટ લાવ્યું જેનો ઉપયોગ વ્યક્તિગત રીતે, શિક્ષણ માટે અને ધંધા માટે પણ કરી શકાય છે.
- અત્યારે 2021માં ગૂગલ મીટ ખૂબ આધુનિક પ્લૅટફૉર્મ છે જેમાં તમને ખૂબ સારા અને ફાયદાકારક ફીચર્સ આપવામાં આવ્યા છે.
ગૂગલ મીટનો ઉપયોગ શેમાં કરી શકાય છે?
ગૂગલ મીટને તમે Android, iOS, Mac અથવા કોઈ પણ લેટેસ્ટ બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકો છો.
ગૂગલ મીટની કેટલીક મફત સુવિધાઓ
- ગૂગલ મીટમાં તમે અનલિમિટેડ વખત મિટિંગ કરી શકો છો જેમાં ફ્રી વર્ઝનમાં 100 જેટલા સભ્યો જોડાઈ શકે છે અને 60 મિનિટની લિમિટ હોય છે.
- ગૂગલ મીટની અંદર હોસ્ટ મિટિંગમાં જોડાયેલા સભ્યોને ગમે ત્યારે મિટિંગમાંથી બહાર કાઢી શકે છે અને જે સભ્યોને Unmute કરવા હોય તો તેમણે Unmute કરવા માટે પૂછી શકે છે, ડાઇરેક્ટ હોસ્ટ કોઈ પણ સભ્યને Unmute નહીં કરી શકે.
- ચાલુ મિટિંગમાં તમે કેપ્શન પણ ચાલુ કરી શકો છો પણ આ સુવિધા ઇંગ્લિશ ભાષા માટે ચાલુ છે.
- ગૂગલ મીટની અંદર રહેલા સહભાગી એક બીજા સાથે સ્ક્રીન શેયર પણ કરી શકે છે. મતલબ તમારી સ્ક્રીન સામે વાળા જોઈ શકે છે અને સામે વાળાની સ્ક્રીન તમે જોઈ શકો છો.
- ગૂગલ મીટની અંદર મિટિંગની સાથે બધા લોકો ચેટ વિભાગનો ઉપયોગ કરીને સંદેશાની આપ-લે કરી શકે છે અને ફાઇલ્સ, લિન્ક વગેરે પણ લે-વહેચ કરી શકે છે.
- તમે ગૂગલ મીટમાં પ્રવેશ મેળવતા પહેલા પોતાના માઇક અને કેમેરાને બરાબર રીતે સેટ કરી શકો છો અને તેનું Preview જોઈ શકો છો.
- તમને ઓટોમેટિક સેટ થાય એ પ્રમાણેનું લેઆઉટ ગૂગલ મીટમાં જોવા મળે છે જેમાં નવા સભ્યો જોડાય એટલે લેઆઉટમાં ઓટોમેટિક સેટ થાય છે અને તમે લેઆઉટ બદલી પણ શકો છો.
ગૂગલ મીટ મફત છે?
હા ગૂગલ મીટનો ઉપયોગ તમે મફત કરી શકો છો, વ્યક્તિગત રીતે મફત ઉપયોગ સરળતાથી કરી શકાશે, પણ તેમાં અમુક લિમિટેશન પણ આપેલી હોય છે.
જો તમારે કોઈ જરૂરી ધંધાને લગતી, શિક્ષણને લગતી અથવા કોર્પોરેટ મિટિંગ કરવી હોય તો તમે પૈસા ખર્ચીને અલગથી પ્લાન પણ ખરીદી શકો છો જેમાં તમને ખૂબ જ સરસ અને આધુનિક ફીચર્સ આપવામાં આવે છે.
ગૂગલ મીટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
- જો તમારે મિટિંગને ચાલુ કરવી હોય તો તમે ગૂગલ મીટમાં સાઇન અપ કરીને એક નવી મિટિંગ ચાલુ કરી શકો છો, જો તમારે બીજા સભ્યોને મિટિંગમાં આમંત્રિત કરવા હોય તો તમે તે મિટિંગનો કોડ અથવા લિન્ક શેર કરી શકો છો.
- જો તમારે એક સભ્ય તરીકે મિટિંગમાં જોડાવું હોય તો તમે બસ લિન્ક પર ક્લિક કરીને અથવા ગૂગલ મીટમાં કોડ ઉમેરીને મિટિંગમાં જોડાઈ શકો છો, તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જરૂરી છે.
તો મિત્રો આશા છે કે તમને ગૂગલ મીટ વિશેની આજની આ પોસ્ટ ઉપયોગી થશે અને તમને ગૂગલ મીટ વિશે ઘણું જાણવા મળ્યું હશે.
તમારા સવાલો જરૂર નીચે કમેંટમાં જણાવો કારણ કે જો તમે સારા સવાલ પૂછશો તો તમને ઘણું નવું જાણવા મળશે.
આ નીચેની પોસ્ટ પણ વાંચો: